Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Ashvin Kalsariya

Romance Crime Thriller

3  

Ashvin Kalsariya

Romance Crime Thriller

કિંગ પાવર ઓફ એમ્પાયર - ૬

કિંગ પાવર ઓફ એમ્પાયર - ૬

7 mins
562


(આગળના ભાગમાં જોયું કે ન્યૂઝપેપરમાં એમ.કે. ઇન્ડસ્ટ્રીજના શેરના ભાવ ખૂબ નીચે જતાં રહ્યાં. પણ આ ન્યૂઝ તેનાં માટે ખૂબ લાભદાયી હતા. બીજી તરફ પ્રીતિ શૌર્યની નજીક જવાં જયેશ સાથે દોસ્તી કરે છે. અને શૌર્ય તેને ઈગ્નોર કરે છે આ વાતથી પ્રીતિ ખૂબ ગુસ્સે થાય છે. આ બાજુ મુંબઈ એરપોર્ટ પર એક વ્યક્તિનું આગમન થાય છે. જે હવે આ સ્ટોરીમાં એક નવો વળાંક લઇને આવી રહ્યો છે)

શૌર્ય એ બધાં જ લેકચરમાં પ્રીતિને ઈગ્નોર કરી. આ બાજુ પ્રીતિ વારંવાર તેની સામે જોવે છે પણ કોઈ રિસ્પોન્સ ન મળતાં તેનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી જાય છે. પણ કોણ જાણે દિલથી એ શૌર્ય પર ગુસ્સે થઈ શકતી ન હતી એનું કારણ તેને ખબર હતી પણ એ આ બાબતે શ્યોર ન હતી. કૉલેજ પૂરી થતાં શૌર્ય નિકળી ગયો. જયેશ પણ જતો રહ્યો. અક્ષય અને શ્રેયા પણ જતાં રહ્યાં. હવે બાકી રહી પ્રીતિ. એ હતી ગુસ્સામાં એટલે ફૂલ સ્પીડ એ તેણે કાર જતી કરી દીધી. જયારે તે ગુસ્સે થાય ત્યારે ગાડી પર તેનો કાબુ ન હતો.

થોડે દૂર જતાં જ ચાર રસ્તા આવ્યા. પ્રીતિએ સ્પીડ ઓછી ન કરી અને ગાડીને જવા દીધી. જેવી તે ત્યાં પહોંચી સાઈડમાંથી એક કાર આવી અને પ્રીતિની કાર સાથે તેની ટક્કર થઈ ગઈ. સમય રહેતાં પ્રીતિએ ગાડી પર કાબૂ મેળવી લીધો અને બેક્ર લગાવી દીધી. પહેલી ગાડી પણ સમયસર રોકી લીધી, તે ગાડીમાંથી ડ્રાઈવર નીચે ઉતર્યા અને તે પ્રીતિ પાસે પહોંચીને તેને ગુસ્સામાં બોલવા લાગ્યો. બીજી તરફ પ્રીતિ પણ ગુસ્સામાં હતી. એ પણ ડ્રાઈવરને જેમતેમ બોલવા લાગી. ભૂલ પ્રીતિની હતી છતાં તે ડ્રાઈવરની ભૂલ કાઢવા લાગી. પેલી ગાડીમાંથી પાછળની સીટ પરથી એક વ્યક્તિ નીચે ઉતર્યા. તે બીજું કોઈ નહીં પણ એરપોર્ટ ઉપર આવેલ લંડનવાળી વ્યક્તિ હતી. જયાં પ્રીતિ ઝઘડો કરી રહી હતી તે ત્યાં પહોંચી ગયો. તેને જોઈને ડ્રાઈવર વધુ ઉંચા અવાજે બોલવા લાગ્યો. જેથી માલિક ને સારું લાગે પણ તે વ્યક્તિ ડાઈવર પાસે આવીને તેને એક લાફો મારી દીધો.


પ્રીતિ આ જોતી રહી તે કંઈ સમજે એ પહેલાં જ પેલાં વ્યક્તિ એ બીજો એક લાફો મારી દીધો.

“ઔકાતથી વધારે વાત ન કરવી જોઈએ ” પેલાં વ્યક્તિએ ગુસ્સામાં ડાઈવરને કહ્યું

“સોરી સર, પણ ભૂલ મારી ન હતી ” ડાઈવર નીચે જોઈને બોલી ગયો

“તો તારું કહેવું છે કે ભૂલ મારી દીકરીની છે ” પેલાં વ્યક્તિએ પ્રીતિ સામે ઈશારો કરતાં કહ્યું

“સર…રરર મને ખબર ન હતી કે આ.... ” ડ્રાઈવર થોથરાતાં અવાજે બોલ્યો

“પહેલા એની માફી માંગ અને તેની ગાડી લઈને ગેરેજ જા અને રીપેરીંગ કરાવીને ઘરે પહોંચાડી દે” પેલા વ્યક્તિ એ કડક અવાજમાં કહ્યુ

“ઓકે સર ” ડ્રાઈવર આટલું કહીને પ્રીતિની ગાડી લઈને ડ્રાઈવર જતો રહ્યો

પ્રીતિ કયારની પેલાં વ્યક્તિને જોઈ રહી હતી. તે યાદ કરી રહી હતી આ વ્યક્તિને કયાં જોયો છે. અચાનક જ તેને યાદ આવ્યું અને એ બોલી ઉઠી “મોટા પપ્પા તમે ? ”

“હવે છેક યાદ આવ્યું ? બહુ મોટી થઈ ગઈ ” એમ કહીને તે વ્યક્તિએ પ્રીતિને ગળે લગાડી.

હકીકતમાં એ વ્યક્તિ પ્રીતિના મોટા પપ્પા એટલે કે મોહનભાઈના મોટાભાઈ જગન્નાથ પટેલ ઉફૅજે.કે પટેલ. એ ઘણાં વર્ષોથી વિદેશમાં રહી રહ્યા હતા અને ત્યાંથી પોતાનો બિઝનેસ ચલાવી રહ્યાં હતા. આજે એ ફરી ઈન્ડિયા આવ્યા હતા અને ઘરે પહોંચતાં પહેલા જ પ્રીતિ સાથે મુલાકાત થઈ ગઈ.

“સોરી બાપુજી આટલાં વર્ષો પછી તમને જોયા એટલે થોડો જ સમય લાગ્યો યાદ કરતાં.” પ્રીતિએ ગળે લાગતા કહ્યું.

“બસ લે હવે બાપુજીને માખણ ન લગાવ.” તેમણે પ્રીતિનો ગાલ ખેંચતાં કહ્યું

“ઓકે બાપુજી નહીં લગાવું પણ ઘરે કહેતાં નહીં કે મે કારનું.... ”પ્રીતિ એ માસુમ થતાં કહ્યું

“ઓકે પણ હવે આગળથી ધ્યાન રાખજે, ચાલ હવે ઘરે જઈએ.” તેણે પ્રીતિને ટપલી મારતાં કહ્યું

 તે ગાડીમાં બેસીને પટેલ મેન્સન તરફ જતાં રહ્યાં. થોડી વારમાં તે ત્યાં પહોંચી ગયા. બહાર નીકળીને તે ઘરમાં પ્રવેશ્યા. કાનજીભાઈ હૉલમાં બેસીને કેટલીક ફાઈલ જોઈ રહ્યા હતા અને સુનિતા બહેન ઘરનો હિસાબ કરી રહ્યા હતા. ત્યાંજ મોહનભાઈ ઉપરથી નીચે આવ્યા. તેણે દરવાજા તરફ નજર નાખી તો પ્રીતિ કોઈ વ્યક્તિ સાથે આવી રહી હતી. તેણે ધ્યાન પૂર્વક નજર કરી ત્યાં જ તેનાં ચહેરા પર સ્મિત ફરી વળ્યું અને તે બોલી ઉઠ્યા “મોટાભાઈ.... ” બધાંની નજર તે તરફ ફરી અને તેના ચહેરા પર પણ સ્મિત આવી ગયું.


મોહનભાઈ દોડીને તેનાં મોટાભાઈ પાસે ગયા અને તેને ભેટી પડ્યા. જગન્નાથ પણ તેને ભેટી પડ્યા. તે કાનજીભાઈને પગે લાગ્યા અને પછી બધાં એકસાથે બેઠાં.

“બેટા તું અહીં અચાનક કેવી રીતે ? ” કાનજીભાઈએ પૂછયું

“બસ હવે પોતાની જન્મભૂમિ યાદ આવી એટલે રહેવાયું નહીં.” જગન્નાથ એ હસતાં હસતાં કહ્યુ

“વાત સાચી મોટાભાઈ, પણ તમારો બિઝનેસ....? ” મોહનભાઈએ પૂછયું.

“હવે શું બિઝનેસ મોહનિયા, એ તો હવે અહીંથી પણ ચલાવી જ લેશું. બહુ પૈસા પૈસા કર્યા હવે પરિવાર સાથે થોડું રહેવું છે ” જગન્નાથજી એ કહ્યું

“એક વાત ન સમજાઈ તમે અને પ્રીતિ એકસાથે..? ” સુનિતાજીએ પૂછયું.

“અરે, હવે કેટલાક સવાલો કરશો ! બિચારો હજી આવ્યો છે ચા-નાસ્તો કરાવો ” કાનજીભાઈએ વચ્ચે બોલતાં કહ્યુ.

“હા આજે તો મોટાભાઈની પસંદની વાનગીઓ બનાવજે” મોહનભાઈએ રસોયાને સંબોધીને કહ્યું.

પ્રીતિ ખુશ થઈ કારણ કે કોઈને અકસ્માતની જાણ ન થઈ. પણ દિલનાં એક ખૂણામાં શૌર્ય એ તેને ઈગ્નોર કરી એનું દુઃખ હતું. કારણ કે તે શૌર્ય પર વધારે સમય માટે ગુસ્સે ન રહી શકે. બધા લોકો જૂની વાતો વાગોળવા લાગ્યા


બપોરના ચારવાગ્યા હતા અને શૌર્ય બાલ્કનીમાં બેઠો બેઠો લેપટોપમાં પ્રીતિની ફેસબુક આઈડીમાં તેનાં વિશે માહિતી મેળવી રહ્યો હતો. એકતરફ તે પ્રીતિને ઈગ્નોર કરી રહ્યો હતો પણ બીજી બાજુ તે તેની નજીક જવાં તેની પસંદ નાપસંદ વિશે માહિતી મેળવી રહ્યો હતો. શૌર્ય એક યુવાન હતો આ ઉંમરે બધાંમાંજોશ હોય છે. કંઈક કરવાનો પણ શૌર્યમાં જોશની સાથે સમજદારી પણ હતી. તે છોકરીઓ પ્રત્યે કયારેય આકર્ષાયો ન હતો. પણ પ્રીતિ સાથે રહેવાનું તેનું કારણ અલગ હતું. પ્રીતિ એમ સમજતી કે જયેશ દ્વારા તે શૌર્ય સાથે મિત્રતા કરી, પણ એ કોઈને ખબર ન હતી કે શૌર્યએ જયેશને મોહરો બનાવીને તેની સાથે મિત્રતા કરી હતી.

અચાનક જ એસ.પી.. અને અર્જુન શૌર્યના રૂમમાં આવ્યા. પણ તેણે જોયું કે રૂમમાં કોઈ ન હતું, અર્જુનની નજર બાલ્કનીમાં પડી. ત્યાં તેણે શૌર્યને જોયો. કારણ કે રૂમ અને બાલ્કની વચ્ચે પારદર્શક કાચની દિવાલ હતી, તે બનેં ત્યાં ગયા, શૌર્ય એ તે બંનેને જોયા એટલે લેપટોપ બંધ કરીને બાજુમાં મૂકયું.

“સર તમારી વાત સાચી હતી.”એસ.પી.એ કહ્યું.


“મતલબ માહિતી સાચી હતી.” શૌર્ય એ તેની સામે જોઈ ને કહ્યું

“હા સર, શહેરથી વીસ કિ.મી. દૂર એક ખંડેર જેવી જગ્યા છે, અને સર એવી માહિતી પણ મળી છે કે આજ સવારે જ ત્યાં બે કન્ટેનર આવ્યા છે. એકમાં ગેરકાયદેસર હથિયાર અને બીજા મા.... ” અર્જુન બોલ્યો

‘બીજા મા શું છે ? ’ શૌર્ય એ ખુરશીમાંથી ઉભા થતાં કહ્યું.

“સર બીજામાં ડ્રગ્સ છે.”એસ.પી.એ કહ્યું

“ઠીક છે હું ત્યાં જઈએ. ” શૌર્ય એ કહ્યું

“સર એ તમારાં માટે સુરક્ષિત નથી અને ઉપરથી એ માહિતી પણ મળી છે કે એ માલ કોઈ માફિયાનો છે. અને એ જગ્યા પર હુસેન છે, જે આ માલની ડિલ કરવાનો છે. ” એસ.પી.એ કહ્યું.

“હુસેન આ એજ છે, ને જેના પર વીસ મર્ડર અને 50 પચાસરેપ કેસ દાખલ છે.” શૌર્ય એ કહ્યું

“હા સર એટલાં માટે જ તમે ત્યાં ના જાઓ. અમે બન્ને છીએને અમે આપણાં લોકો સાથે ત્યાં જઈશું.” અર્જુનએ કહ્યું

“આજ સુધી તમે બધાં જ આ બધું સંભાળતા આવ્યા છો અને હજી પણ જો તમે જ કરશો તો લોકોને એવું જ લાગશે હું મારી સેનાના જોરે જ આગળ આવું છું.” શૌર્યએ કહ્યું.

“સર પણ..... ” અર્જુન બોલવા જતો હતો ત્યાં જ શૌર્યએ તેને અટકાવ્યો

“તમારે મારી સાથે આવવું હોય તો ઠીક છે નહીં તો હું એકલો જાવ છું.” શૌર્યએ કહ્યું.

“ઓકે સર, હું બધાંને જાણ કરું છું. ” એસ.પી.એ ફોન બહાર કાઢતાં કહ્યું.

“નહીં, આપણે ત્રણજ ત્યાં જશું.” શૌર્યએ કહ્યું

“સર ત્યાં પચાસથી વધારે લોકો હશે.” એસ.પી. કહ્યું.

‘તમે કયારથી મોતથી ડરવા લાગ્યા ! ’ શૌર્યએ એસ.પી. પાસે જઈને કહ્યુ.

“ઓકે સર.” બન્ને એકસાથે બોલ્યા.


અડધી કલાક પછી તે ત્રણેય ઘરની બહાર નીકળ્યા. ફરીથી તે જ બ્લેક ઓડીમાં આગળ એસ.પી.અને અર્જુન બેઠાં અને શૌર્ય પાછળ બેઠો. એસ.પી.એ ગાડી શહેરની બહાર હાંકી મૂકી. એક કલાક જેટલો સમય લાગ્યો તે લોકોને ત્યાં પહોંચતા. એ દરમિયાન શૌર્ય શ્રીમદ્ ભગવદ્ ગીતા વાંચી રહ્યો હતો અને આ તેની આદત હતી એ શા માટે કરે એ તો પાછળથી ખબર પડશે.

ગાડી એક ખંડેર એવી આલીશાન જગ્યાએ આવીને ઊભી રહી. હકીકતમાં બે વર્ષ પહેલાં તે એક આલીશાન સોસાયટી અને કલબ હતું. પણ એક બોંબ બ્લાસ્ટને કારણે આજે તે ખંડેર થઈ ગયું હતું, તે ત્રણેય ગાડીમાંથી નીચે ઉતરી ગયા. ચારે તરફ નજર નાખી તો કેટલાક ઘર તૂટેલા હતા અને અમુક કાળાશ પડતાં હતા. શૌર્યએ તે બન્ને સામે જોયું તેણે આગળની તરફ ઈશારો કર્યો અને તે ત્રણેય તે બાજુ સૂમસામ રસ્તા પર ચાલવા લાગ્યા.


પ્રીતિના દિલમાં તો શૌર્ય માટે પ્રેમ ધીમે ધીમે પાંગરી રહ્યો હતો. પણ શૌર્યના દિલમાં શું હતું એ તો કોઈ નથી જાણતું, ને હવે તે ત્રણેય એક એવી જગ્યાએ આવી પહોંચ્યા હતા જયાં હવે ડગલે ને પગલે મોત સાથે બાથ ભીડવાની હતી. આખરે શું થશે એ જગ્યા પર જાણવા માટે વાંચતા રહેજો. 'કિંગ પાવર ઓફ એમ્પાયર.


Rate this content
Log in

More gujarati story from Ashvin Kalsariya

Similar gujarati story from Romance