Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

Ashvin Kalsariya

Drama Romance Thriller


4.9  

Ashvin Kalsariya

Drama Romance Thriller


બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી 18

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી 18

9 mins 166 9 mins 166

(આગળનાં ભાગમાં જોયું કે કાયરા અને બાકી ત્રણેયને જાણ થાય છે કે જે ઘરેથી બોકસ મળ્યું તે ઘર સિદ્રાર્થ ખુરાનાનું છે અને તે એક લેખક છે જે મરી ચુક્યો હતો અને તેનાં વિશે માહિતી મેળવવા બધા પુરોહિત મિશ્રાના ઘરે જાય છે જયાંથી તેને સિદ્રાર્થ ખુરાના વિશે જાણવા મળે છે પણ ખાલી બોકસ વિશે કંઈ જાણવા મળતું નથી, તે બધાને રાજુ વિશે જાણવા મળે છે જે સિદ્રાર્થ ખુરાનાનોનોકર હતો અને શાયદ તેજ હવે આ બોકસ વિશે પણ જણાવી શકે તેમ છે, પણ શું ખરેખર તે બધા બોક્સની અંદરની વસ્તુ મેળવી શકશે ?)

આરવ પોતાની કંપની પર ફોન કરે છે અને કહે છે, “મેં જે એડ્રેસ મોકલ્યું તેની આસપાસ એક ચોલ છે જયાં રાજુનામનો એક વ્યક્તિ રહે છે તમે ત્યાં તપાસ કરો અને બંને તો તેનો ફોટો પણ મેળવો”

“આરવ, તને શું લાગે છે આટલી જલ્દી તે મળી જશે ?” રુદ્ર એ કહ્યું

“જોઈએ કંઈક તો માહિતી મળશે” આરવે કહ્યું

દસ મિનિટ પછી આરવને ફોન આવ્યો અને આરવે વાત કરી અને ફોન કટ કર્યો, તરત જ કાયરા એ કહ્યું, “શું થયું કંઈ ખબર પડી ? ”

“સિદ્રાર્થના ઘર પાસે ચોલ તો છે પણ એ બહુ મોટી છે એટલે તે વ્યક્તિને શોધવામાં બે-ત્રણ દિવસ લાગી જશે” આરવે કહ્યું

“બે-ત્રણ દિવસ ? ” કાયરા એ કહ્યું

“આપણે અત્યારે આ વાત પર ધ્યાન ન આપીએ કારણ કે આ બધા ચક્કર માં બુકનું કામ અટકી પડ્યું છે ” ત્રિશાએ કહ્યું

“હા, વાત તો સાચી છે પહેલું એડિશન પ્રિન્ટ કરવું છે અને આપણે હજી સુધી કંઈ નથી કરી શકયા” રુદ્ર એ કહ્યું

“મારા કારણે તમે બધા પ્રોબ્લેમ માં ફસાઈ ગયા ” કાયરા એ કહ્યું

“એવી વાત નથી પણ જયાં સુધી રાજુ વિશે કોઈ જાણકારી નથી મળતી ત્યાં સુધી આપણે પહેલાં એડિશનની એક પ્રિન્ટ કાઢીને જોઈ લઈએ જો કોઈ ફેરફાર કરવો હશે તો ખબર પડશે” આરવે કહ્યું

“હા અને આમ પણ હવે ચાર દિવસ જ છે બુક પ્બલીશ કરવામાં તો થોડું જલ્દી કરીએ” ત્રિશાએ કહ્યું

“આરવ, મારી ટીમે એક પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે, આપણે તે જોઈ લઈએ અને જો કોઈ સુધારા કરવા હોય તો કરી અને એક કોપી તો પ્રિન્ટ કરીનાખીએ” રુદ્ર એ કહ્યું

“ઠીક છે તો અત્યારે જ ત્યાં જઈએ” આરવે કહ્યું

“ઠીક છે તમે લોકો જાઉં હું ઘરે જ રહું છું ” કાયરા એ કહ્યું

“અરે તું પણ સાથે ચાલ તારા વગર આ કામ અધૂરું છે” ત્રિશાએ કહ્યું

બધાનાં કહેવા પર કાયરા પણ જવા માટે તૈયાર થઈ અને બધા પ્રોડક્શન હાઉસ પર પહોંચી ગયા અને રુદ્રની મીટીંગ રૂમમાં પહોંચી ગયા, રુદ્રની ટીમે મીટીંગ રૂમમાં પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું, આરવ અને બાકી બધા એ તેમાં થોડાં સુધારા કરવા કહ્યું અને રુદ્રની ટીમે તેનોટ કર્યો અને પહેલું એડિશન તે સુધારા સાથે જ આવશે તે કહ્યું.

“આરવ, બુકની પ્રિન્ટ, પેપર કવોલિટી, સાઈઝ અને થોડી ડિઝાઈન પણ ફાઈનલ કરીનાખીએ જેથી આજ આ બધું કામ પૂરું થાય તો એક બે દિવસ માં પ્રિન્ટ તૈયાર થઈ જાય” રુદ્ર એ કહ્યું

“આઈડીયા સારો છે તો આપણે તે પ્રમાણે જ કરીએ” આરવે કહ્યું

બધા લોકો તેનાં કામ પર લાગી ગયા અને આ બધું પુરું કરવામાં સાંજ પડી ગઈ અને કામ પુરું કરીને બધા જતાં રહ્યાં. રાત્રનાં દસ વાગવા આવ્યા હતા અને આર્ય પોતાના રૂમમાં આવ્યો તે ખુરશી પર બેઠો, તે એકદમ શાંત હતો, તેણે કાયરાનાં ફોટાં સામે જોયું અને કહ્યું, “આ તો ખાલી એક ફોર્મૉલિટી છે બાકી હકીકત તો હવે તારા મોઢેથી જ સાંભળવાની છે, તું તારી તૈયારી કર હું મારી તૈયારી કરું છું જોઈએ કોણ જીતે છે આ જંગ હું કે તું, આ સ્ટોરીનો વિલન કોણ છે એ તો અંતમાં જ ખબર પડશે”

બે દિવસનીકળી ગયા, આર્ય એ કોઈ હલચલ કરી ન હતી પણ તોફાન આવતાં પહેલાં પણ વાતાવરણ આમ જ શાંત હોય છે, રાજુ વિશે માહિતી મેળવવા બધા તલપાપડ હતા પણ એ પહેલાં કાયરાની બુકનું પહેલું એડિશન તૈયાર હતું અને તેની એક કોપી પણ તૈયાર હતી અને બહુ જલ્દી સ્ટોક કરવા માટે પ્રિન્ટિંગ પણ ચાલુ થવાનું હતું.

આરવ કાયરાનાં ઘરે પહોંચ્યો અને ડોરબેલ વગાડી, કાયરા એ દરવાજો ખોલ્યો. આજ તે પીંક કલરની શૌર્ટ ટી શર્ટ અને પેન્ટ માં હતી, આરવ અંદર આવ્યો અને તેને બુકની એક કોપી આપી. બંને બેઠા અને કાયરા એ તે કોપી ચેક કરી અને કાયરા બહુ ખુશ થઈ અને આરવને વળગી પડી. આરવ પણ તેને બાથ ભરીને ગાલ પર હળવું ચુંબન કર્યું.

“થેન્કયુ આરવ, તે મારી બહુ મદદ કરી” કાયરા એ કહ્યું

“બસ ખાલી થેન્કયુ ? ” આરવે કહ્યું

“તો બીજું શું ? ” કાયરા એ કહ્યું

“હું તો કંઈક બીજું જ વિચારીને આવ્યો હતો કે આ બુક જોઈને તું તો મને આજે” આરવે તેનાં ખભા પર હાથ મૂકી દબાણ કરતાં કહ્યું

“તું નહીં સુધરે” કાયરા એ કહ્યું

“એ તો છે પણ તું પરમિશન આપે તો જ” આરવે કહ્યું

આરવ ઉભો થયો અને કાયરાને ગોદમાં ઉંચકીને બેડરૂમમાં લઈ ગયો અને બંને એ એકબીજાનો સહવાસ માણ્યો. બે કલાક પછી બંને ફ્રેશ થઈ અને બેડરૂમની બહાર આવ્યાં. ત્યાં જ આરવને મેસેજ આવ્યો અને તેણે આખો મેસેજ વાંચ્યો અને તે કાયરાને વાત કહેવા જઈ રહ્યો હતો ત્યાં જ ફરી ડોરબેલ વાગી અને કાયરા એ દરવાજો ખોલ્યો તો રુદ્ર અને ત્રિશા આવ્યા હતા, તે બંને અંદર આવીને બેઠાં.

“કાયરા, કેવી લાગી બુક ? ? ? ” રુદ્ર એ કહ્યું

“બહુ જ મસ્ત છે અને મને વિશ્વાસ છે કે આ બુક સુપરહિટ જશે” કાયરા એ ખુશ થતાં કહ્યું

“સુપરહિટ પણ જશે અને આ વખતે તને BEST SELLING AUTHORનો એવોર્ડ પણ મળશે” ત્રિશાએ કહ્યું

“હા હવે કાલનો એક જ દિવસ છે પછી તો આ બુક પ્બલીશ થઈ જશે” રુદ્ર એ કહ્યું

આ સાંભળીને કાયરાના ચહેરા પર થોડી નિરાશા છવાઈ ગઈ અને કહ્યું, “હા પણ આપણે હજી પેલાં અજાણ વ્યક્તિ વિશે જાણી નથી શકયા”

“અરે તેનાથી યાદ આવ્યું તમે આવ્યા તે પહેલાં જ ઓફિસ થી મને એક મેસેજ આવ્યો છે” આરવે યાદ આવતાં કહ્યું

“શું મેસેજ છે ? ” રુદ્ર એ કહ્યું

“રાજુ વિશે જાણકારી મળી છે ” આરવે કહ્યું

“શું જાણકારી મળી છે ? ? ? ” કાયરા એ કહ્યું

“રાજુ પહેલા તે ચોલમાં રહેતો હતો પણ એ ત્યાં થી જતો રહ્યો છે પણ ત્યાંના લોકોનું કહેવું છે કે તે એક-બે દિવસે ત્યાં નજીકમાં આવેલા બારમાં આવતો રહે છે” આરવે કહ્યું

“મતલબ આજે આપણે ત્યાં જવું પડશે” રુદ્ર એ કહ્યું

“હા અને તેનો ફોટો પણ મળ્યો છે” આરવે ફોનમાં ફોટો બતાવતાં કહ્યું

બધાને હવે આશાનું નવું કિરણ મળી ગયું અને બધે રાત્રે ત્યાં જવા માટે તૈયાર થઈ ગયા. રાતનાં અગિયાર વાગ્યા હતા અને બે કાર તે બાર આગળ આવીને ઉભી રહી.

“કાયરા, તમે બંને કાર લઈને આગળ જતાં રહ્યો, હું અને રુદ્ર બંને અંદર જઈને આવીએ” આરવે કહ્યું

“ઓકે ” કાયરા એ કહ્યું

આરવ કારમાંથી બહારનીકળ્યો અને બીજી કારમાંથી રુદ્ર બહાર આવ્યો અને બંને કાર આગળ જતી રહી. આરવે રુદ્રને ઈશારો કર્યો અને બંને અંદર જતાં રહ્યાં. બંને અંદર પ્રવેશ્યા તો બધે રંગીન લાઈટો હતી, ટેબલો અને ખુરશી ગોઠવેલી હતી, ઘણાં લોકો ત્યાં બેસીને દારૂ પી રહ્યાં હતાં, વેઈટર બધાને દારૂ સર્વ કરી રહ્યા હતા, આરવ અને રુદ્ર બંને કાઉન્ટર પર ગયા. તેને જોઈને મેનેજર ખુશ થયો અને કહ્યું, “બોલો સાહેબ શું લેશો અને કયાં ટેબલ પર બેસવું છે”

“એ બધું પછી પહેલાં આ લો” આરવે 500નીનોટનું બંડલ આપતાં કહ્યું

મેનેજર તો પૈસા જોતો જ રહી ગયો અને કહ્યું, “સાહેબ તમને તો સ્પેશિયલ સર્વિસ આપશું”

“અમારે કોઈ સર્વિસ નથી જોતી તું બસ અમને અમારા સવાલનો જવાબ આપ” રુદ્ર એ કહ્યું

“બોલો સાહેબ” મેનેજરે કહ્યું

“આ રાજુ કરીને કોઈ વ્યક્તિ આવે છે અહીં” રુદ્ર એ કહ્યું

“સાહેબ પહેલાં ખૂણામાં જે ટેબલ છે તે જ રાજુ છે” મેનેજર એ ઈશારો કરીને કહ્યું

“ઓકે” આરવે કહ્યું

બંને તે ટેબલ પર ગયા અને પહેલા ત્રાંસી નજરે જોયું કે જે ફોટોમાં હતો એ જ રાજુ છે કે નહીં અને હકીકતમાં એજ રાજુ હતો. બંને તે ટેબલ પર બેસી ગયા અને તેને જોઈને રાજુ ચોંકયો.

“કોણ છો તમે બંને અને પૂછયા વગર અહીં કેમ બેઠા” રાજુ એ કહ્યું

“અરે અમને તારા દોસ્ત સમજ” રુદ્ર એ કહ્યું

“મારે કોઈ દોસ્ત નથી જોઈતા” રાજુ એ ચીડાતાં કહ્યું

“દોસ્તીનો મતલબ પણ તને ખબર છે સુખ દુઃખના સાથી હોય છે ” રુદ્ર એ કહ્યું

“એકવાર કીધુંને તમનેનીકળી જાઉં ” રાજુ એ ગુસ્સે થતાં કહ્યું

“રુદ્ર આ દોસ્ત નહીં બંને પણનોકર જરૂર બનશે કારણ કે આનાં જેવો વફાદારનોકર મળવો બહુ મુશ્કેલ છે ”આરવે કહ્યું

“આ શું બોલી રહ્યો છે ? ” રાજુ એ કહ્યું

“અરે અમને તો ખબર મળી કે તું બહુ વફાદારનોકર રહી ચૂકયો છે સિદ્રાર્થ ખુરાનાના ઘરે એટલે અમે તને મળવા આવ્યા” આરવે કહ્યું

“હું કોઈના ઘરેનોકર નથી રહ્યો” રાજુ એ કહ્યું

“અરે અમે ડબલ પગાર આપશું જો તારો જેવો વફાદાર વ્યક્તિ મળે તો બસ એટલું કહી દે સિદ્રાર્થ મર્યા કંઈ રીતે ” રુદ્ર એ કહ્યું

આ વાત સાંભળીને તેને પરસેવો વળવા લાગ્યા, તે થોડીવાર આજુબાજુ જોવા લાગ્યો અને જેવો મોકો મળ્યો તે ઉભો થઈને બારની બહાર ભાગ્યો. આરવ અને રુદ્ર પણ તેની પાછળ ભાગ્યા. તે બહારનીકળીને ડાબી તરફ ભાગ્યો. આરવ તેની પાછળ ભાગ્યો, રુદ્ર એ કાયરા અને ત્રિશાને ઈશારો કર્યો અને બંને બહાર આવી અને તે પણ રુદ્ર પાસે પહોંચી.

“શું થયું ? ” કાયરા એ કહ્યું

“રાજુ તો મળી ગયો પણ સિદ્રાર્થની મોતનું પૂછયું તો તે ભાગી ગયો અને આરવ પણ તેની પાછળ ગયો છે” રુદ્ર એ કહ્યું

“તો આપણે પણ તેની પાછળ જઈએ” ત્રિશાએ કહ્યું

રુદ્ર, કાયરા અને ત્રિશા પણ ભાગ્યા, જોયું તો આરવ આગળ ઉભો હતો.

“શું થયું આરવ ? ? ? ” રુદ્ર એ ત્યાં પહોંચીને કહ્યું

“આ ચાર અલગ અલગ રસ્તા છે તે કયાં ગયો એ ખબર નથી” આરવે કહ્યું

“તો આપણે ચારેય અલગ અલગ રસ્તા પર જઈએ” કાયરા એ કહ્યું

“ઓકે આ રીતે જ કરીએ” આરવે કહ્યું

ચારેય લોકો અલગ અલગ રસ્તા પર ભાગ્યા, આરવ જે રસ્તા પર ગયો તે આગળ જઈને બંધ થઈ ગયો હતો.તેણે આજુબાજુ નજર ફેરવી તો ત્યાં ખાલી ભંગાર જ હતો એટલે તે પાછો વળ્યો. પણ અચાનક જ રાજુ ત્યાં ભંગાર પાછળ છૂપાયેલો હતો તે લોખંડની પાઈપ લઈને આરવને પાછળ થી મારવા આગળ વધ્યો, આરવને કોઈક પાછળ થી આવે છે એવો અહેસાસ થયો અને તે તરત જ સાઈડમાં જતો રહ્યો અને રાજુ એ પ્રહાર કર્યા પણ આરવ બચી ગયો અને ત્યારબાદ આરવે પાઈપ પકડીને તેને પેટ પર લાત મારીને પાડી દીધો અને પાઈપ તેનાં હાથમાંથી છૂટી ગયો અને તેનીચે પડી ગયો આરવે પાઈપ ઉઠાવ્યો, રાજુ પણ આમતેમ નજર ફેરવી અને કંઈક હથિયાર શોધવા લાગ્યો પણ એ પહેલાં જ આરવે તેનાં પગ પર પાઈપ થી પ્રહાર કર્યા અને તે ઘૂંટણિયે બેસી ગયો.


“બોલ સિદ્રાર્થની મોતનું કારણ શું છે ? ” આરવે બરાડતાં કહ્યું

“બોલું છું.... બોલું છું.... ” રાજુ એ ઉભા થતાં કહ્યું

રાજુ કંઈ બોલવા જાય તે પહેલાં જ પાછો ઢળી પડયો પણ આરવે કંઈ કર્યુ ન હતું, આરવે તરત પાઈપ ફેંકીને રાજુ પાસે ગયો તેણે જોયું તો પાછળ થી કોઈએ તેનાં પર ગોળી ચલાવી હતી. આરવ તે દિશા તરફ ગયો પણ તેને કોઈ દેખાયું નહીં. રુદ્ર, ત્રિશા અને કાયરા પણ ત્યાં આવી ગયા, તેણે જોયું તો રાજુ જમીન પર મરેલો પડયો હતો.

“આરુ, આ શું ! ” રુદ્ર એ કહ્યું

“આ મને સિદ્રાર્થની મોતનું કારણ બતાવાનો જ હતો પણ કોઈક એ આના પર ગોળી ચલાવી દીધી અને મેં તે તરફ જોયું તો ત્યાં કોઈ ન હતું” આરવે કહ્યું

“મતલબ હવે આખરી સબૂત પણ હાથમાંથી જતું રહ્યું ” કાયરા એ કહ્યું

“નહીં, હવે આપણે એ વ્યક્તિને નહીં છોડીએ બુક પ્બલીશ થશે તે દિવસે એટલી સીક્યુરીટી રાખશું કે કોઈ બહારનો વ્યક્તિ અંદર નહીં આવે અને આપણી મરજી વગર કોઈ વીડિયો પણ નહી ચાલે” આરવે કહ્યું

“પણ આરવ.... ” કાયરા એ કહ્યું

“સાચી વાત છે કાયરા, તું ચિંતાના કર બસ હવે એક દિવસ રાહ જો એકવાર બુક પ્બલીશ થાય એેટલે આપણે તેને નહીં છોડીએ અને તારા આ કાર્યક્રમમાં કોઈ અડચણ નહીં આવે” રુદ્ર એ કહ્યું

“કાયરા અત્યાર સુધી આ બંને એ આપણો સાથ આપ્યો છે તો બસ ભરોસો રાખ આ તને કંઈ નહીં થવા દે” ત્રિશાએ કહ્યું

“સાચી વાત છે મને તમારા પર ભરોસો છે બસ એક દિવસની જ વાત છે ” કાયરા એ કહ્યું

બધા ઘરે જતાં રહ્યાં, કાયરા પણ આજે શાંતિ થી સૂઈ ગઈ કારણ કે આરવે તેને વિશ્વાસ આપ્યો કે કોઈ પ્રોબ્લેમ નહીં આવે પણ શું હકીકતમાં આવું થશે ? ?, આર્યના રહસ્યો પરથી પડદો ઉઠશે કે પછી કંઈ નવું જ બહાર આવશે અને આખરે સિદ્રાર્થ અને આર્યનો શું સંબંધ છે ?, પેલાં ખાલી બોકસમાં શું હતું ?, રાજુ પર કોણે ગોળી ચલાવી ? ?, અને શું ખરેખર આર્ય એક વિલન છે કે કોઈ નવો વ્યક્તિ વિલન બનીને આવશે ? ? ?, બસ હવે એક અંતિમ પડાવ અને બધા રહસ્યો તમારી સામે હશે. તો બસ વાંચતા રહ્યો, “બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી”


Rate this content
Log in

More gujarati story from Ashvin Kalsariya

Similar gujarati story from Drama