Ashvin Kalsariya

Tragedy Crime Thriller

4.8  

Ashvin Kalsariya

Tragedy Crime Thriller

રહસ્યમય સ્વપ્ન

રહસ્યમય સ્વપ્ન

9 mins
521


રાતના બે વાગી રહ્યાં હતાં, વીર પોતાના રૂમમાં સૂઈ રહ્યો હતો, ધીમો ધીમો મંદ પવન આવી રહ્યો હતો પણ વીર ના ચહેરા ગભરાટ હતી અને તેનાં ચહેરા પર પરસેવો છૂટી રહ્યો હતો, કારણ કે તે એક સ્વપ્ન માં ખોવાયેલો હતો. 

સ્વપ્નમાં એક ઘર દેખાઈ રહ્યું હતું અને બહાર કોઈ વ્યક્તિ હતું જે તે ઘર પર પેટ્રોલ છાંટી રહ્યું હતું અને તેણે માચીસથી તે ઘરને આગ લગાવી દીધી, વીરની સામે આ બધું બની રહ્યું એવું તેને લાગ્યું પણ જયારે તેણે ધ્યાન થી જોયું તો ઘરની અંદર એક વ્યક્તિ હતો તેનો ચહેરો જાણીતો લાગતો હતો પણ તે સાફ દેખાઈ રહ્યો ન હતો, તે ધીમે ધીમે નજીક જવા લાગ્યો અને જયારે પેલાં વ્યક્તિનો ચીસો પાડતો ચહેરો તેને સાફ દેખાઈ રહ્યો હતો ત્યારે તેનાં મોંમાંથી એક નામ નીકળી ગયું અને તે હતું, “સંદીપ મિશ્રા”

વીર ઘર તરફ દોડયો તેને બચાવવા પણ અચાનક જ તેનો પગ લપસ્યો અને તે એક ઉંડી ખીણમાં પડી ગયો અને તરત જ વીરની આંખો ખૂલી ગઈ, તે જાગી ગયો તેનાં ચહેરા પર પરસેવો છૂટી રહ્યો હતો તેનાં હદયનાં ધબકારા વધી ગયાં હતાં, વીર ને સમજાય રહ્યું ન હતું તેની સાથે શું થઈ રહ્યું છે, તેની ઘબરાટ વધવા લાગી, તે ઉંડા શ્વાસ લેવા લાગ્યો. 

થોડા સમય પછી તેનાં ધબકારા નોર્મલ થયા અને તે ઉભો થઈ ને તૈયાર થવા જતો રહ્યો, તે તૈયાર થઈને બહાર આવ્યો અને પોતાની કોફી બનાવીને લિવિંગ રૂમમાં આવ્યો અને સોફા પર બેસીને ન્યૂઝપેપર વાંચવા લાગ્યો. ન્યૂઝપેપર વાંચતા વાંચતા તેની નજર એક ખબર પર પડી એ જોઈને ફરી તેનો ચહેરો ફિક્કો પડી ગયો, કારણકે તે ખબરમાં જે લખ્યું હતું તે એજ ઘટના હતી જે તેણે સ્વપ્ન માં જોઈ હતી, સંદીપ મિશ્રા નો ફોટો પણ ન્યુઝપેપર માં આપ્યો હતો. 

સંદીપ મિશ્રા એ વીરનો કોલેજ ફ્રેન્ડ હતો પણ છેલ્લા એક વર્ષથી તેની સાથે કોઈ કોન્ટેક્ટ ન હતો. પણ આજ અચાનક તેણે જે સ્વપ્ન જોયું અને તે જે હકીકતમાં બની ગયું એ જોઈને વીરને ઘણો આઘાત લાગ્યો. 

તેણે તરત જ પોતાના ફોન ઉઠાવ્યો અને એક નંબર ડાયલ કર્યો, “હેલ્લો વિવાન” ગભરાતા કહ્યું 

“શું થયું તારો અવાજ કેમ ગભરાયેલો છે ? ” વિવાન એ ફોન રિસીવ કરીને વીરની અવાજ સાંભળતા કહ્યું 

“યાર ફરી એક સ્વપ્ન આવ્યું અને એ પણ..... ” વીર એ કહ્યું 

“શું ?, વીર આ વખતે કોણ હતું??? ” વિવાન એ ગભરાતાં કહ્યું 

“સંદીપ મિશ્રા” વીર એ કહ્યું 

“શું? સંદીપ ? અરે યાર” વિવાન એ આશ્ર્ચર્ય સાથે કહ્યું 

“એક કામ કર તું જલ્દી હોસ્પિટલ આવ” વીર એ કહ્યું 

“ઓકે હું હમણાં જ પહોંચું છું” વિવાન એ કહ્યું 

થોડીવાર પછી વીર બાઈક લઈને ને સીટી હોસ્પિટલ પહોંચ્યો, હકીકતમાં છેલ્લા છ મહિનાથી વીરને ઘણા બિહામણા સ્વપ્ન આવી રહ્યાં હતા અને થોડાં સમયથી તેને એવાં સ્વપ્ન આવ્યાં કે તેમાં તેનાં કોઈ ના કોઈ કોલેજ ફ્રેન્ડ ની મોત થઈ જતી હતી અને હકીકતમાં એ વ્યક્તિ ની મોત થઈ હતી, વીર એક મનોચિકિત્સક પાસેથી સારવાર લઈ રહ્યો હતો થોડા સમય તેને રાહત મળી પણ આજ ફરી સ્વપ્ન આવ્યું અને એ એક હકીકત બની ગયું. વીરનાં ત્રણ કોલેજ ફ્રેન્ડ આમ મરી ચુકયા હતાં, તેને સમજાય રહ્યું ન હતું આ શું થઈ રહ્યું છે. 

અચાનક કોઈ એ વીરને પાછળથી બોલાવ્યો, તેણે ફરીને જોયું તો પાછળ વિવાન હતો તેને જોતાં જ વીર તેને વળગી ગયો. 

“તું ચિંતા ના કર બસ આ બધો એક વહેમ છે” વિવાન એ આશ્વાસન આપતાં કહ્યું 

“પણ યાર ? ” વીર એ કહ્યું 

“તું ચિંતા ના કર આપણે ડૉકટર દેસાઈને મળી લઈ એ એટલે તને ખબર પડી જશે” વિવાન એ કહ્યું 

“ઓકે” વીર એ કહ્યું 

બનેં હોસ્પિટલની અંદર જતાં રહ્યાં, વિવાન પર વીરનો કોલેજ ફ્રેન્ડ હતો પણ બનેં વચ્ચે દોસ્તી સારી હતી, વિવાન હંમેશાં વીરની મદદ માટે તૈયાર રહેતો અને જયારથી આ સ્વપ્નનો સિલસિલો ચાલુ થયો ત્યારથી તે વીરની વધારે કેર કરવા લાગ્યો કારણ કે કોલેજમાં એક એક્સિડન્ટમાં વિવાન બહુ ઘાયલ થયો હતો અને તેનાં લીવર પર ઘણું ડેમેજ થયું, વીરનું બલ્ડ ગ્રુપ અને બાકીના ટેસ્ટમાં તે વિવાન સાથે મેચ થયું હતું એટલે તેણે લીવર ટ્રાન્સપ્લાન્ટમાં વિવાનને મદદ કરી, વિવાન પોતાની આ જીંદગીને વીરનો ઉપકાર માનતો હતો અને આજે આ પરિસ્થિતિમાં વીરની હાલત જોઈને તે બહુ દુઃખ થતું હતું. 

તે બનેં ડૉકટર દેસાઈના કેબીનમાં પહોંચી ગયા અને વીર એ તેની સાથે બનેલી બધી ઘટના કહી. 

“વીર, સંદીપને તું ઘણા સમયથી મળયો નથી અને હાલમાં તે કોઈ એવું મૂવી અથવા ઘટના જોઈ હશે જેમાં ઘરમાં આગ લાગી હશે અને તું એ સ્વપ્નમાં ઈમેજ કરી લીધું અને સંદીપને ઘણા સમયથી મળ્યો નથી એટલે તને એનો ચહેરો દેખાય ગયો” ડોક્ટર દેસાઈ એ કહ્યું 

“પણ ડોક્ટર આ ત્રીજી વાર મારી સાથે બન્યું છે” વીર એ કહ્યું 

“વીર મારી પાસે એવા બહુ લોકો આવે છે જે આમ માનસિક રીતે પીડાય છે, આજની લાઈફ જ એવી થઈ ગઈ છે કે બધાની લાઈફમાં તણાવ છે તે કોઈના કોઈ રીતે વ્યક્તિના જીવન પર પ્રભાવ કરે છે અને તારી સાથે પણ આ બધું થઈ રહ્યું છે પણ તું ચિંતા ના કર આ બધી તારી એક કલ્પના છે તારા સ્વપ્ન જોવાથી કોઈની પણ મોત નથી થઈ રહી” ડોકટર દેસાઈ એ કહ્યું 

વીરને હંમેશા આજ જવાબ મળતો હતો ડોકટર પાસેથી પણ તે હવે આ સાંભળીને થાકી ગયો હતો.

તે બનેં બહાર આવ્યા, “વીર તું ચિંતા ના કર આ બસ તારા તણાવ અને ટેન્શન ના કારણે છે, મે તને કેટલી વાર કહ્યું તું એક બ્રેક લે અને કોઈ હિલ સ્ટેશન પર જા અને આરામ કર, બધું ઠીક થઈ જશે”

“આમ કહીને તે મને અડધા દેશનો પ્રવાસ કરાવી દીધો છે” વીર મુશ્કેલથી સ્માઈલ કરીને કહ્યું 

તે થોડાં આગળ વધ્યાં અને વીર કોઈક સાથે અથડાઈ ગયો. 

“સોરી સર” વીર એ કહ્યું 

“વીર.... વીર નંદા ? ” સામે વાળી વ્યક્તિ એ કહ્યું 

“હા પણ તમે કોણ ? ” વીર એ થોડા આશ્રયૅ સાથે કહ્યું 

“હું ડોકટર રાજ મહેતા” રાજ મહેતા એ હાથ આગળ લંબાવતા કહ્યું 

વીર એ પણ તેની સાથે હાથ મિલાવ્યા અને તેને પૂછયું, “તમે મારા વિશે કંઈ રીતે જાણો છો”

“ડોકટર દેસાઈ સાથે તારા કેસ વિશે વાત થઈ હતી મારી, મે તારો કેસ બહુ સ્ટડી કર્યો મને લાગી રહ્યું છે તારા સાથે જે બની રહ્યું છે એ કોઈ સંયોગ નથી પણ તારા અતિતનું કોઈ એવું પેજ છે જે તારી લાઈફની બુક માથી ફાટી ગયું છે ” રાજ મહેતા એ કહ્યું 

“આ તમે શું કહી રહ્યાં છો ?” વિવાન એ કહ્યું 

“આજ હકીકત છે કારણ કે જે રીતે વીર સાથે આ બધું બની રહ્યું છે તે કોઈ સાધારણ વાત નથી” રાજ એ કહ્યું 

“માફ કરજો પણ મે તમને આ હોસ્પિટલમાં પહેલા જોયા નથી” વિવાન એ થોડુ શંકાસ્પદ થતાં કહ્યું 

“હું થોડા સમય પહેલા જ અહીં જોઈન થયો છું હું એક મનોચિકિત્સક છું ” રાજ એ કહ્યું 

“તમારો મતલબ આ બધું જે થઈ રહ્યું છે એની પાછળ કોઈ કારણ છે ?” વીર એ કહ્યું 

“હા, તારા અતિતનો કોઈ કિસ્સો છે જે તે ભૂલી ગયો છે અને આ બધી ઘટના તેની સાથે સંકળાયેલા છે ” રાજ એ કહ્યું 

“પણ મને યાદ છે ત્યાં સુધી વીર સાથે એવી કોઈપણ ઘટના બની નથી જેમાં તેની યાદશક્તિ પર કોઈ અસર પડી હોય” વિવાન એ કહ્યું 

“આનો પણ એક રસ્તો છે, મને લોકો ને સંમોહિત કરતાં પણ આવડે છે, હું વીરને સંમોહિત કરીને તેને તેનાં અતિત માં લઈ જઈ અને જે ઘટના ને કારણે આ થઈ રહ્યું છે તે જાણવાની કોશિશ કરી” રાજ એ કહ્યું 

“પણ.... ” વિવાન બોલવા ગયો પણ વીર એ તેને વચ્ચે અટકાવ્યો 

“હું તૈયાર છૂ, આ રહસ્ય જાણવા હું કંઈપણ કરવા તૈયાર છું” વીર એ કહ્યું 

રાજે તેને પોતાની કેબીનમાં આવવા કહ્યું, વિવાન પણ તેની સાથે જઈ રહ્યો હતો પણ રાજે તેને અટકાવ્યો અને કહ્યું, “આ ટીર્ટમેન્ટમાં કોઈ બીજું હશે તો અમે ઠીકથી ધ્યાન નહીં લગાવી શકીએ” આટલું કહીને રાજ અને વીર જતા રહ્યા પણ વિવાનને આ ડોકટર કંઈક અજીબ લાગ્યો. 

સાંજે વિવાન એ વીરને કોલ કર્યો, “હા કયાં છે તું ? ” વિવાને કહ્યું 

 “ઘરે છું યાર ” વીર એ કહ્યું 

“શું કહ્યું પેલા રાજ મહેતા એ ?” વિવાને કહ્યું 

“કંઈ નહી યાર એતો કહે છે મારા અતિતમાં એવું કંઈ બન્યું જ નથી” વીર એ કહ્યું 

“મે તો તને પહેલા જ કહ્યું હતું કે આ બધો વહેમ છૂપો તું છે કે.....હવે એ બધું મૂક અને દવા લઇ લે અને શાંતિથી સૂઈ જા” વિવાને કહ્યું 

“હા યાર એ તો ભૂલી જ ગયો” વીર એ કહ્યું 

ત્યારબાદ વીર એ ફોન કટ કરી ને પોતાની દવા લીધી અને સૂઈ ગયો. 

આ તરફ સીટી હોસ્પિટલમાં ડોકટર દેસાઈના કેબીનમાં બે વ્યક્તિઓ વખતચીત કરી રહ્યા હતા. 

“આખરે આ કંઈ રીતે બની શકે છે” રાજ એ ગુસ્સો કરતાં કહ્યું 

“મને લાગે છે તને કોઈ ગલતફેમી થઈ છે” દેસાઈ એ કહ્યું 

“કોઈ ચાન્સ જ નથી મે આટલું રીસર્ચ કરીને આ બધું કર્યું પણ આ કંઈ રીતે ખોટું હોઈ શકે છે, વીરની અતિતમાં એ કિસ્સો સામે આવ્યો જ નહી કેમ ? ” રાજ એ ટેબલ પર હાથ પછાડતાં કહ્યું 

“કારણ કે વીર સંમોહિત જ ન હતો થયો” અચાનક જ દરવાજા ખૂલ્યો અને વિવાને અંદર આવતાં આવતાં કહ્યું 

“તું અહી ? ” રાજ એ આશ્રયૅ સાથે કહ્યું 

“હું એકલો નથી ” આટલું કહીને વિવાન એ દરવાજા તરફ હાથ લંબાવ્યો અને વીર ત્યાંથી અંદર આવ્યો. 

એને જોઈને તો દેસાઈ પણ ઉભો થઈ ગયો, “માફ કરજો દેસાઈ સર આજ તમારી પેલી દવાઓ ન લીધી જે મને હંમેશાં ભ્રમમાં રાખતી હતી.” વીર એ અંદર આવી ને કહ્યું 

“તમે બનેં અહીં ” રાજ એ ગભરાતા કહ્યું 

“હા અમે અહી તે તો બહુ કોશિશ કરી મને સંમોહિત કરીને એ વાત જાણવાની જે હકીકતમાં મને પણ ખબર ન હતી પણ જયારે ધીમે ધીમે તે એ વાતો કરી તો મને એ દિવસ યાદ આવી ગયો રાજ મહેતા અરે સોરી રાજીવ મહેતા કેમ સાચું ને ? ” વીર એ કહ્યું 

“ઓહ તો આખરે તમે બધું જાણી જ ગયા” રાજીવ એ કહ્યું 

“હા તારી આખી કુંડળી તૈયાર કરી છે ” વિવાને કહ્યું 

“તો હવે કહી જ દે એ ચોથો વ્યક્તિ કોણ હતો” રાજીવે કહ્યું 

“માફ કરજે રાજીવ પણ તે બદલો લેવા આ બધું કર્યું” વીર એ કહ્યું 

“તો હું શું કરતો, એક વર્ષ પહેલાં જયારે કોલેજની ફેરવેલ પાર્ટી હતી ત્યારે તું તો વધારે ડ્રીંકને કારણે હોશ ગુમાવી ચૂકયો હતો, પણ તારી આંખો સામે સંદીપ, વિકી અને મોહીત અને તે ચોથા વ્યક્તિ એ મારી ગર્લફ્રેન્ડ નીહારીકાનો રેપ કર્યો હતો, હું એટલો લાચાર હતો કે એની કોઈ મદદ ના કરી શકયો, તેનો ફોન રેકોર્ડીગ મોડ પર હતો એટલે બધું રેકોર્ડ થયું, પોલીસે તો સુસાઈડ કહીને એ કેસ બંધ કરી દીધો, પણ જયારે નિહારીકાનો ફોન મારી પાસે આવ્યો તો મે એ રેકોર્ડિંગ સાંભળી એ ચાર વ્યક્તિઓના અવાજ સાંભળ્યા અને જયારે તે ત્યાંથી જતાં રહ્યાં તો તું ત્યાં આવ્યો હતો પણ અફસોસ તું તો ઠીકથી ચાલી પણ નહતો શકતો અને જો એ દિવસ તું હોશમાં હોત તો નિહારીકા બચી શકતી હોત પણ એવું ના થયું.

બસ પછી એજ દિવસ મેં નકકી કર્યુ તે જે ભૂલ કરી તેને હું સુધારી અને નિહારીકાના કાતીલોને ખતમ કરી એટલે જ ડોકટર દેસાઈની મદદથી તેને એ દવાઓ આપી જે તેને હમેશાં ભર્મતી કરતી તારી યાદશક્તિ પર અસર કરતી અને પછી જયારે તું અહી આવતો તો ઈન્જેક્શનના બહાને તને બેહોશ કરીને તને સંમોહિત કરીને તારી પાસેથી એક એક કરીને એ કાતિલોનાં નામ જાણ્યાં અને હવે પણ તારી ભૂલનો અહેસાસ કરાવવા એ લોકોને જે રીતે હું મારવાનો હોવ તેની ઘટના તારા મગજમાં સ્ટોરીની જેમૃ ફીટ કરી દેતાં અને તું એ ઘટના સ્વપ્નમાં જોતો અને જયારે તે હકીકત બની જતી તો તું અંદર ને અંદર તડપતો એ જ તારું પ્રશ્રાયતાપ હતું” રાજીવ એ કહ્યું 

“મતલબ એ ત્રણેય લોકોને તે માર્યો ?” વીર એ કહ્યું 

“હા અને એ ચોથા વ્યક્તિને પણ મારીશ” રાજીવ ઐ ગુસ્સે થતાં કહ્યું 

“સાંભળી લીધું ઈન્સ્પેકટર ” વિવાને બહાર ઉભેલા પોલીસને કહ્યું 

આ કહેતાં જ પોલીસ અંદર આવી અને રાજીવ અને દેસાઈને ગિરફતાર કરી લીધા. 

વીર રાજીવ પાસે ગયો અને કહ્યું, “રાજીવ હું જાણું છું જો એ દિવસ હું નશામાં ન હોત તો નિહારીકા બચી જાત અને મને આ વાતનું ખૂબ દુઃખ છે પણ તને એટલું જરૂર કહી કે તે તારો બદલો પૂરો કર્યો કારણ કે એ દિવસે ત્રણ જ વ્યક્તિ હતા જેણે નિહારીકા સાથે એ બધું કર્યું હતું, સંદીપ અલગ અલગ લોકોની અવાજ કાઢી શકતો અને એ દિવસ પણ તે બે વ્યક્તિઓની અવાજ કાઢી રહ્યો હતો જેથી તને લાગ્યું કે ત્યાં ચાર વ્યક્તિઓ છે” વીરે કહ્યું 

આ સાંભળીને રાજીવને સુકુન મળ્યું પણ તેણે જે કર્યું એ કાનૂન વિરુદ્ધ હતું એટલે પોલીસ તેને પોતાની સાથે લઈ ગઈ અને દેસાઈ એ આ બધામાં તેની મદદ કરી એટલે તેને પણ ગિરફતાર કરવામા આવ્યો. 

“સારું થયું તે એ દવાઓ વિશે જાણયું નહી તો હું તો.... ” વીરે વિવાન ને કહ્યું 

“મને તો દેસાઈ પર શંકા હતી પણ આજ રાજીવ જયારે આવ્યો એટલે શંકા વધી ગઈ એટલે તરત જ તારા ઘર જઈ ને દવા ચેક કરી અને હું બધું સમજી ગયો ” વિવાને કહ્યું 

“તારો બહુ મોટો ઉપકાર છે યાર” વીરે કહ્યું 

“આ શું કહી રહ્યો છે, મારી જીંદગી જ તારો ઉપકાર છે અને જો એ તારા કામ ન આવે તો વયર્થ છે” વિવાને કહ્યું 

આટલું કહીને બને એકબીજા ને ગળે વળગી ગયાં. આખરે વીરનાં રહસ્યમય સ્વપ્ન નો અંત આવી ગયો. 



Rate this content
Log in

Similar gujarati story from Tragedy