બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી 14
બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી 14


(આગળનાં ભાગમાં જોયું કે કાયરાને આર્યનો કૉલ આવે છે અને તે પોતાની પહેલી શરત પૂરી કરવા કહે છે, આર્ય કાયરા પાસે ફેબેસી માંગે છે. કાયરા કોઈ રોકી નામનાં વ્યયને ફોન કરીને ફેબેસી લાવવાનું કહે છે. આર્ય હવે કાયરાનાં ઘરે જવાનો નિર્ણય કરે છે, રાત્રે કાયરાને ઘરમાં કોઈનો હોવાનો અહેસાસ થાય છે, તે પોતાની ગન કાઢીને પાસે રાખે છે અને કોઈક તેની પાસે આવે તેવો અહેસાસ થતાં કાયરા તેનાં પર ગોળી ચલાવી દે છે, આખરે કાયરા એ કોનાં પર ફાયરિંગ કર્યું એ તો હવે ખબર પડશે)
કાયરા ઉભી થઈને રૂમની લાઈટ ઓન કરે છે, તે ધીમે ધીમે આગળ વધે છે અને જમીન પર ઢળેલા વ્યક્તિ તરફ જુવે છે અને જોતાં જ તેની આંખો પહોળી થઈ જાય છે અને તેનાં મોઢામાંથી એકનામનીકળી જાય છે, “રોકી.... ”
કાયરા એ રોકી પર ગોળી ચલાવી દીધી હોય છે, જમીન પર લોહીથી તરબતર એક વ્યક્તિ પડેલો હોય છે, ખભા સુધી લાંબા વાળ, માથા પર રંગબેરંગી કપડું બાંધેલ હતું, ચહેરા પર દાઢી હતી અને અતરંગી કપડાં પહેર્યાં હતા. તેને જોઈને કાયરા ગભરાઈ ગઈ. તે દોડીને તેની નજીક ગઈ અને ચેક કર્યું તો રોકી મરી ચુક્યો હતો. કાયરા જમીન પર જ બેસી ગઈ અને તેનાં ચહેરા પર પરસેવો બાઝી ગયો. રોકી તેને મળવા અને ફેબેસી આપવા આવ્યો હતો અને ડરનાં કારણે તેણે રોકીને જ મારી નાખ્યો. હવે શું કરવું તેને કંઈ સમજાઈ રહ્યું ન હતું.
આવા સમયમાં કોઈપણ વ્યક્તિ પોતાની સમજદારી ગુમાવી બેસે છે અને કાયરા એ પણ એજ કર્યું. તેણે નક્કી કર્યું કે તે રોકીની લાશને ફેંકી દેશે. કાયરાનીચે ગઈ અને એક મોટી પ્લાસ્ટિકની શીટ લઈને આવી, તેણે હાથમાં મોજા પહેર્યાં અને એ શીટમાં રોકીની લાશને ધક્કો મારીને નાખી અને રોકીની લાશને તે શીટમાં પેક કરી દીધી. હવે કાયરા એ બાથરૂમમાંથી પાણીની ડોલ અને પોતું લઈને આવી અને જયાં જયાં લોહી હતું તે બધી જગ્યાએ તેણે સાફ કરી. કાયરા એ એક મોટાં કોથળામાં રોકીની લાશને નાખી, આ બધું કરવામાં કાયરાની હાલત ખરાબ થઈ ગઈ કારણ કે એકલા હાથે આ કરવું મુશ્કેલ હતું પણ કોઈને કહી શકાય તેમ પણ ન હતું. કાયરા એ તે કોથળો ખેંચીને બાલ્કની સુધી લાવી અને ત્યાંથીનીચે ફેંક્યો ,તે ગાર્ડનમાં જઈને પડ્યો.
કાયરાનીચે ગઈ અને ગાર્ડનમાંથી કોથળો ખેંચીને પોતાની કાર સુધી લઈ ગઈ અને ડીકીમાં તે લાશ નાખી, કાયરા કાર લઈને જંગલ તરફ જવા લાગી. કલાક જેવો સમય લાગ્યો અને તે એકદમ સૂમસામ જગ્યા પર પહોંચી ત્યાં તેણે એ લાશ બહાર કાઢી અને આખો કોથળો જંગલમાં ઝાડીઓમાં ફેંકી દીધો. કાયરા ફટાફટ કારમાં બેસી ગઈ અને જલ્દીથી ઘર તરફ જવા લાગી. ઘરે પહોંચીને કાયરા બાથરૂમમાં ગઈ અને પોતાના મોજાં કાઢીને ડસ્ટબીનમાં ફેંકયા અને તેને સળગાવી નાખ્યા અને તે ન્હાવા લાગી, બહાર આવીને તેણે ફરી રૂમમાં બધે ચેક કર્યું કે કંઈ રહી તો નથી ગયુંને, તેણે ઘડીયાળ પર નજર કરી તો ત્રણ વાગી ગયાં હતાં. તે બેડમાં આડી પડી અને તેને ઉંઘ આવી ગઈ.
સવારનાં નવ વાગી રહ્યાં હતાં, કાયરાની ઉંઘ ઉડી અને રાત્રે થયેલી ઘટના તેને યાદ આવી તે જાગી અને આજુબાજુ જોવા લાગી. તે તૈયાર થવા જતી રહી, તેને બુકનું કોઈ ટેન્શન ન હતું કારણ કે રુદ્ર અને ત્રિશા બંને એ બધું સંભાળી રહ્યાં હતાં. કાયરા બહાર। આવી અને ફોન ચેક કરે છે કોઈનો કૉલ કે મેસેજ આવ્યો ન હતો. આ જોઈ કાયરાને થોડો હાશકારો થાય છે.
અચાનક નીચે ડોરબેલ વાગે છે અને કાયરા ફરી ગભરાઈ જાય છે. તેનીચે પહોંચે છે અને દરવાજો ખોલે છે તો આરવ સામે ઉભો હોય છે તેને જોઈ કાયરા ખુશ થાય છે અને અંદર આવવા કહે છે. બંને રૂમમાં જાય છે.
“આરવ શું થયું ચહેરો કેમ ઉતરી ગયો છે? ” કાયરા એ આરવનો ચહેરો જોઈને કહ્યું
આરવ પોતાનો ફોન કાઢીને કાયરાને એક વીડિયો બતાવે છે જેમાં તે રોકી પર ગોળી ચલાવી હોય તે અને તેણે કંઈ રીતે લાશને કોથળામાં નાખી અને કંઈ રીતે જંગલમાં ફેંકી તે હોય છે અને આ જોઈને કાયરા તો હકકાબકકા થઈ જાય છે. હવે આરવને શું કહેવું તે કાયરાને સમજાઈ રહ્યું હતું.
“આરવ.... હું..... ” કાયરા એ ગભરાતાં કહ્યું
“કાયરા હું તને દોષ નથી આપતો પણ તું મારાથી કોઈ વાત ન છુપાવ” આરવે કહ્યું
“પણ આરવ તેણે મારી પાસે ફેબેસી માંગ્યું એટલે મેં.... ”કાયરા એ કહ્યું
“ફેબેસી ? ” આરવે કહ્યું
“હા, ફેબેસી એક પ્રકારનું ડ્રગ છે પણ આ ડ્રગ બહુ મોઘું મળે છે ” કાયરા એ કહ્યું
“તો આ વિડીયોમાં જે છે એ કોણ છે? ” આરવે કહ્યું
“એ રોકી છે, એક ડ્રગ સપ્લાયર ” કાયરા એ કહ્યું
“તું તેને કંઈ રીતે ઓળખે છે ? ” આરવે કહ્યું
“મારી એક બુકમાં મારે ડ્રગ પર થોડું લખવું હતું એટલે મેં આનો કોન્ટેક્ટ કર્યો હતો અને આજે જયારે પેલાં વ્યક્તિ એ મારી પાસે ફેબેસી ડ્રગ માંગ્યું એટલે મે રોકીનો કોન્ટેક્ટ કર્યો હતો. કાલ રાત્રે હું ડરી ગઈ હતી અને ભૂલથી મેં આનાં પર ફાયરિંગ કરી દીધું” કાયરા એ કહ્યું
કાયરાની આંખો ભીની થઈ ગઈ હતી, આરવે તેને ગળે લગાવી અને કહ્યું, “કાયરા એ વ્યક્તિ તારો એક હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યો છે, તે મને પહેલા કહ્યું હોત તો આપણે મળીને કંઈક કરત પણ તે તને મુસીબત માં મૂકવા માંગે છે” આરવે કહ્યું
“આરવ મને માફ કરી દે હવે આ ભૂલ નહીં કરું” કાયરા એ રડતાં રડતાં કહ્યું
“કાયરા રડવાની જરૂર નથી તેણે મને આ વીડિયો મોકલ્યો જેથી હું તારા પર ગુસ્સો કરું અને આપણો સંબંધ તૂટી જાય અને તું એકલી થઈ જા પણ હું આ નહીં થવા દઉં” આરવે કહ્યું
“સોરી આરવ હવે તને બધું જણાવીને જ હું કામ કરી” કાયરા એ આરવથી અળગા થતાં કહ્યું
આરવે બંને હાથ વડે કાયરાનો ચહેરો પકડયો અને કહ્યું, “તું ચિંતા ના કર એ લાશને મેં સળગાવી નાખી છે અને એક પણ સબૂત નથી છોડયો, આપણાં વચ્ચે રહેલી વિશ્વાસની દોરીને તે નહીં તોડી શકે”
“આરવ.... ”આટલું કહીને કાયરા ફરી આરવને વળગી પડી
“અત્યારે તું મારી સાથે ચાલ” આરવે કહ્યું
“કયાં જવાનું છે? ” કાયરા એ કહ્યું
“હું રસ્તમાં કહું” આરવે કહ્યું
ત્યારબાદ આરવ અને કાયરા ત્યાંથીનીકળી ગયા. આર્ય પોતાની રૂમમાં બેઠો હતો, તે આરવ અને કાયરા વચ્ચે જે થયું તેનું રેકોર્ડિંગ જોઈ રહ્યો હતો.
“આરવ મહેતા, મેં વિચાર્યું હતું કાયરાની આ ભૂલથી તું તેને છોડી દઈ , પણ તે તો મારી બાજી પલટી દીધી, કોઈ પ્રોબ્લેમ નહીં હવે મારી બીજી ચાલ માં પણ કાયરા ફસાઈ ગઈ છે હવે મારી નવી ચાલમાં કંઈ રીતે આગળ વધશો એ મારે જોવું છે” આર્ય એ કહ્યું
આરવ અને કાયરા એક કોફીશોપ પર પહોંચ્યા, ત્યાં રુદ્ર અને ત્રિશા બંને એક ટેબલ પર બેઠાં હતાં. આરવ અને કાયરા ત્યાં પહોંચ્યા.
“કાયરા, તારી બુકની પબ્લિસિટી તો બધા શહેરોમાં ધૂમ મચાવી રહી છે, બહુ જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે” ત્રિશા એ કહ્યું
“થેન્કયુ યાર, તમારા બધા વગર તો હું કંઈ પણ કરી ન શકત” કાયરા એ કહ્યું
“કાયરા, આરવે અમને બીજા વીડિયો વિશે વાત કરી પણ તું ચિંતા ના કર આરવ આ બધું સંભાળી લેશે” રુદ્ર એ કહ્યું
“કાયરા, મેં અહીં એ માટે બધાને બોલાવ્યા છે કે તારા ઘરમાં કયાંક તો કેમેરા છે પણ કયાં છે એ આપણને નથી ખબર” આરવે કહ્યું
“કાયરા આખરે તારા ઘરમાં કોઈ તારી પરમિશન વગર કંઇ રીતે આ બધું કરી શકે” રુદ્ર એ કહ્યું
“એક મિનિટ, કાયરા તે છ-સાત મહીના પહેલા ઘરમાં રીનોવેશન કરાવ્યું હતું યાદ છે” ત્રિશાએ યાદ કરતાં કહ્યું
“હા, હું આ વાત સાવ ભૂલી જ ગઈ એ સમયે ઘણાં મજૂરો ઘરમાં હતા એમાંથી જ કોઈ એક હશે જેણે આ બધું કર્યું હોય” કાયરા એ કહ્યું
“તારી વાત સાચી છે પણ હવે એ ઘરમાં રહેવું તારા માટે સેફ નથી ” રુદ્ર એ કહ્યું
“રુદ્રની વાત સાચી છે આપણે શું વાતો કરી રહ્યા છે એ પણ તે જાણી જાય છે એટલે કાયરા મારા ખ્યાલ પ્રમાણે તારે એ ઘરમાં ન રહેવું જોઈએ” આરવે કહ્યું
“તો આટલી જલ્દી નવું ઘર??? ” કાયરા એ પ્રશ્નાર્થ કરતાં કહ્યું
“મેં તને બર્થડે પર એક ફલેટ આપ્યો હતો જેની ચાવી તે મને આપી હતી” આરવે ખિસ્સામાંથી ચાવી ટેબલ પર મૂકતાં કહ્યું
“હા પણ આ ઘર તો.... ” કાયરા એ કહ્યું
“જાણું છું કે આપણે મેરેજ પછી અહીં જવાનાં હતા પણ કાયરા તારાથી વધારે મારા માટે કંઈ નથી અને તું આ ઘરમાં સેફ રહી” આરવે કહ્યું
“પણ એ વ્યક્તિને ખબર પડી ગઈ તો કારણ કે જો હું ત્યાંથીનીકળી જાય તો એ મને જોઈ તો લેશે જ” કાયરા એ કહ્યું
“એક કામ કર તું તારા ઘરમાં દિવસમાં એકવાર આંટો મારવા જ જા અને થોડો ટાઈમ ત્યાં જ રહેજે પછી અમે તને કૉલ કરશું અને તું કહેજે કે દસ મિનિટમાં આવી આટલું કહીને તું ત્યાંથીનીકળી જજે અને ફલેટ પર આવી જજે” ત્રિશા એ પોતાનો પ્લાન કહ્યો.
“આ આઈડીયા સારો છે આપણે તેને ડાયવર્ટ કરશું અને એકવાર તારી બુક પ્બલીશ થઈ પછી કાનૂની કાર્યવાહી કરીને આપણે તેનાં સુધી પહોંચશું અને તેને સજા પણ અપાવશું” આરવે કહ્યું
બધા આ પ્લાનથી સહમત હતા પણ શું લાગે છે આર્યને ખબર નહીં પડે અને આર્ય પાસે તો હવે બીજો એક વીડિયો પણ છે તેમાં કાયરા ખૂન કરતી દેખાય છે, આર્ય આખરે કરવા શું માંગે છે એ સમજાતું નથી. આરવે તો કાયરા પર ભરોસો રાખ્યો કારણ કે કોઈપણ સંબંધ હોય તેમાં ભરોસો હોવો જરૂરી છે. પણ હવે આ બધા ભેગા મળીને આર્યને બેવકૂફ બનાવી શકશે કે પછી આર્ય કોઈ નવી ચાલ સાથે પાછો નવી શરત લઈને આવશે, આટલું જરૂર કહી કે એક અઠવાડિયા પછી કાયરાની બુક પ્બલીશ થવાની છે ત્યાર જ। આ। સ્ટોરીનાં બધા રહસ્યો પરથી પડદા ઉઠશે, તો બસ રહસ્યો જાણવા વાંચતા રહ્યો, “બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી”
ક્રમશ: