બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી 16
બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી 16
(આગળનાં ભાગમાં જોયું કે આરવ કાયરાને નવા ફલેટમાં લઈ જાય છે અને ત્યાં જ રહેવાની સલાહ આપે છે, ત્યાં એ બંને પોતાના લસ્ટ પર કન્ટ્રોલ નથી કરી શકતા અને એકબીજાનો સહવાસ માણે છે. રુદ્ર અને ત્રિશા કાયરાની બુકના પહેલાં એડિશનને તૈયાર કરવામાં મહેનત કરે છે અને આરવ પણ તેમાં જોડાય છે. કાયરા સાંજે ડિનરનો પ્લાન કરે છે અને ચારેય સાથે ડિનર કરે છે અને તેજ સમયે આર્યનો ફોન આવે છે અને તે પોતાની શરત પુરી કરવા કહે છે, પણ તે આરવને કહે છે કે તે મીડિયા સામે કાયરાને થપ્પડ મારે, શું હકિકતમાં આ સંભવ થશે? )
“અરે રે તમે લોકો તો સીરિયસ થઈ ગયા” આર્ય એ કહ્યું
“મતલબ ? ” આરવે કહ્યું
“આવી ફાલતું ની શરતો મૂકીને મને કંઈ મળવાનું નથી અને આવામાં મારે ટાઈમપાસ નથી કરવો” આર્ય એ કહ્યું
“તો તારે શું જુવે છે? ” કાયરા એ કહ્યું
“અત્યારે તમે આરામથી ડિનર કરો, કાયરા કાલ સવારે એક એડ્રેસ મેસેજ કરી તે જગ્યાએ જઈને શોધખોળ કરજો એટલે ખબર પડી જશે મારી નવી શરત શું છે” આર્ય એ આટલું કહીને ફોન કટ કરીનાખ્યો.
“આ આખરે કરવા શું માંગે છે ? ” કાયરા એ ગુસ્સે થતાં કહ્યું
“કાલ સવાર સુધી કંઈ ખબર નહીં પડે ” ત્રિશાએ કહ્યું
બધા ડિનર પતાવ્યું અને પછી જતાં રહ્યાં, કાયરા બેડ પર આડી પડી પણ તેને ઉંઘ આવી રહી ન હતી, તે બેડ પર વારંવાર પડખા ફરી રહી હતી પણ ઉંઘ આવવાનુંનામ લેતી ન હતી. કાયરા ઉભી થઈ અને ઘડીયાળ માં જોયું તો રાતનાં બે વાગી ગયાં. તે પાછી સૂઈ ગઈ અને બેડમાં આડી પડી. સવાર પડવા આવી ત્યારે તેને માંડ ઉંઘ આવી. નવ વાગ્યા અને કાયરાનો ફોન રણકયો, કાયરા ઉભી થઈ અને જોયું તો આરવનો ફોન હતો. તેણે કૉલ રિસીવ કર્યો.
“હલ્લો, ગુડ મોર્નિંગ” કાયરા એ કહ્યું
“ગુડ મોર્નિંગ મેડમ” આરવે કહ્યું
“કેમ સવાર સવારમાં યાદ આવી” કાયરા એ કહ્યું
“અરે રાતે જ યાદ કરી હતી પણ તારા વગર શું કરવું” આરવે કહ્યું
“તું નહીં સુધરે ” કાયરા એ કહ્યું
“કાયરા, કોઈ મેસેજ આવ્યો?? ” આરવે કહ્યું
“મેં કંઈ જોયું નથી હજી ઉઠી જ છું” કાયરા એ કહ્યું
“કેમ આટલી મોડી ? ” આરવે કહ્યું
“કાલ રાત્રે મોડી ઉંઘ આવી હતી” કાયરાએ કહ્યું
“તો મને બોલાવ્યો હોત તો” આરવે હસતાં હસતાં કહ્યું
“તું..... હું ચેક કરીને કૉલ કરું” કાયરા એ કહ્યું
“એકકામ કર તું મને એ મેસેજ ફોરવર્ડ કરજે તો હું તારા ઘરે આવું તું નીચે આવજે સાથે જશું” આરવે કહ્યું
“ઓકે” કાયરા એ કહ્યું
આરવે ફોન કટ કર્યો, કાયરાએ મોબાઈલમાં ચેક કર્યું તો એક મેસેજ આવેલો હતો, તેમાં એક એડ્રેસ હતું, કાયરા એ તે મેસેજ આરવને મોકલી દીધો અને પોતે તૈયાર થવા જતી રહી. કાયરા તૈયાર થઈને આવી ત્યાં જ તેનો ફોન રણકયો, તેણે જોયું તો આરવનો કૉલ આવી રહ્યો હતો એટલે તે સમજી ગઈ આરવ નીચે આવી ગયો છે એેટલે તેણે કૉલ રિસીવના કર્યો અને કટ કરીનાખ્યો અને જલ્દીથી નીચે ગઈ. આરવ કારમાં બેઠો હતો, કાયરાને જોઈને તેણે હોર્ન વગાડયો અને કાયરા કાર પાસે ગઈ અને કારમાં બેસી ગઈ.
“રુદ્ર અને ત્રિશા નથી આવ્યા” કાયરા એ ગાડીમાં બેસતાં કહ્યું
“તેને મેં એડ્રેસ મોકલી આપ્યું છે તે સીધા ત્યાં જ આવી જશે” આરવે કહ્યું
આરવ અને કાયરા મેસેજમાં આવેલા એડ્રેસ પર પહોંચી ગયા. પાંચ મિનિટ ત્યાં ઉભા રહ્યાં ત્યાં જ રુદ્ર અને ત્રિશા પણ ત્યાં આવી ગયા.
તે બધા એક ઘર આગળ ઉભા હતા અને તેની સામે જોઈ રહ્યાં હતાં.
“અહીં તો આજુબાજુ બધા ઘર બંધ છે” રુદ્ર એ કહ્યું
“લાગે છે બધા NRI રહે છે અહીં એટલે કોઈ નથી” આરવે કહ્યું
“આ ઘર કોનું હશે????” કાયરા એ કહ્યું
“એ તો અંદર જઈને જ ખબર પડશે” આરવે કહ્યું
બધા મેઈન ગેટની અંદર ગયા, બહાર ગાર્ડન જેવું હતું જે સૂકાઈ ગયું હતું, બધા ઘરનાં દરવાજા પાસે પહોંચ્યા અને જોયું તો ત્યાં લોક મારેલ હતો.
“અહીં તો લોક મારેલ છે” ત્રિશાએ કહ્યું
“તાળાં પર પણ જંગ લાગેલ છે મતલબ આ ઘર પણ ઘણાં ટાઈમથી બંધ છે” આરવે કહ્યું
“તો હવે અંદર કંઈ રીતે જશું??? ” કાયરા એ કહ્યું
“લોક તોડીનાખું” આરવે કહ્યું
“અરે આ કોઈકની પ્રાઈવેટ પ્રોપર્ટી છે પરમીશન વગર આમ કરશું તો આપણે જ મુશ્કેલીમાં મૂકાઈ જશું” રુદ્ર એ કહ્યું
“તો અંદર કંઈ રીતે જશું??” ત્રિશાએ કહ્યું
“આજુબાજુ જોઈએ અંદર જવાનો બીજો કોઈ રસ્તો હશે” રુદ્ર એ કહ્યું
બધા ઘરની આજુબાજુ જોવા લાગ્યા, થોડીવાર પછી રુદ્રનો અવાજ આવ્યો અને બધા ઘરની પાછળનાં ભાગમાં ગયા.
“શું થયું ? ” આરવે કહ્યું
“અહીંથી અંદર જઈ શકશું” રુદ્ર એ કહ્યું
ઘરની પાછળ એક દરવાજો હતો, જેની બાજુમાં એક બારી હતી તે ખૂલી હતી અને પાછળના ભાગમાં રહેલ દરવાજો અંદરથી કડી મારીને બંધ કરેલો હતો. રુદ્ર એ બારીમાંથી હાથ અંદરનાખ્યો અને દરવાજો અંદરથી ખોલ્યો અને દરવાજો ખૂલી ગયો. તે બધા અંદર ગયા. ઘરમાં બધે ધૂળ હતી અને અમૂક ખૂણામાં કરોળિયાનાં જાળા હતાં. સોફા અને અમુક સામાન
કપડાંથી ઢંકાયેલ હતો.
“લાગે છે ઘણાં સમયથી આ બંધ છે” આરવે કહ્યું
“અહીં શું મળશે ? ” રુદ્ર એ કહ્યું
તે થોડાં આગળ ગયા તો એક દિવાલ પરનાનાનાના ખાનાઓ થી ફર્નિચર બનાવેલ હતું અને આખી દિવાલમાં અઢળક બુક હતી.
“આટલી બધી બુકો” કાયરા એ આશ્ચર્ય સાથે કહ્યું
“આ કોનું ઘર છે ? ” ત્રિશા એ કહ્યું
“એ તો હવે ઘરની તલાશી પર જ ખબર પડશે ” આરવે કહ્યું
બધા આખાં ઘરમાં ફેલાઈ ગયા. રુદ્ર ઉપરનાં ફલોરમાં બધે તપાસ કરી, કાયરા અને ત્રિશા બંને બધી બુકો ચેક કરી રહી હતી, આરવે નીચે હોલમાં બધે ચેક કર્યું, રુદ્ર નીચે આવ્યો, આરવે સામે જોયું એટલે તેણે નકારમાં માથું હલાવ્યું. રુદ્ર કિચનમાં જતો રહ્યો તેણે આખું કિચન ચેક કર્યું પણ તેમાં પણ કંઈ ન મળ્યું. કાયરા અને ત્રિશા એ પણ બુકો અને બીજા ખાના ચેક કર્યા પણ તેને પણ કંઈ ન મળ્યું.
આરવ અંદર રૂમમાં ગયો, તેણે બેડ પર રહેલ ગાદલું હટાવીને ચેક કર્યું, બેડ અંદર ખાના હતા તે પણ ચેક કર્યો, આરવ બાથરૂમમાં પણ બધું ચેક કરીને આવ્યો ત્યાં પણ કંઈ ન હતું, આરવે રૂમમાં રહેલાં કબાટ ચેક કરવાનું ચાલુ કર્યું. તેણે છેલ્લે વધેલ કબાટનો દરવાજો ખોલ્યો અને થોડીવાર જોતો રહ્યો અને રુદ્રને બૂમ પાડી. આરવની બૂમ સાંભળીને રુદ્ર, કાયરા અને ત્રિશા તરત જ અંદર ગયા.
“શું થયું આરવ ? ” કાયરા એ રૂમ જતાં જ કહ્યું
આરવે કબાટ અંદર ઈશારો કર્યો અને બધા એ અંદર જોયું ,અંદર એક લાંબું અને બોકસ પડયું હતું.
“આ તો બોકસ છે આમાં શું ? ” રુદ્ર એ કહ્યું
“આ ઘરમાં બધે ધૂળ છે અને કબાટ અંદર પણ બધે ધૂળ છે પણ આ બોકસ પર જો ધૂળ જ નથી” આરવે બોકસ પર આંગળી ઘસીને બતાવતાં કહ્યું
“મતલબ આ બોકસમાં કંઈક તો છે” કાયરા એ કહ્યું
આરવે તરત જ બોકસ લીધું અને ખોલ્યું, તેણે બોકસ અંદર જોયું અને પછી પેલાં ત્રણેય સામે જોયું.
“શું છે અંદર ? ” ત્રિશાએ કહ્યું
આરવે બોકસ બતાવતાં કહ્યું, “આ તો ખાલી છે”
“અરે યાર કોણ છે આ જે કયારનો *દુ બનાવે છે, *ણ*દ ખાલી બોકસમાં શું મારવું” રુદ્ર એ ગુસ્સે થતાં કહ્યું
“શાંત રુદ્ર” ત્રિશાએ રુદ્રનાં ખભા પર હાથ મૂકતાં કહ્યું
આરવ બોકસને અંદર અને બહાર ચેક કરી રહ્યો હતો પણ તેમાં કંઈ મળ્યું નહીં પણ તેણે જોયું તો બોકસની પાછળ એક ખૂણામાં “S”
લખેલ હતું.
“અહીં જો આનાં પર ‘S’ લખેલ છે” આરવે બોકસ બતાવતાં કહ્યું
ત્યાં જ કાયરાનો ફોન રણકયો, તેણે જોયું તો પ્રાઈવેટ નંબર પરથી જ કૉલ આવી રહ્યો હતો, આરવે તેને ઈશારો કરીને ફોન સ્પીકર રાખવા કહ્યું, કાયરા એ ફોન રીસીવ કર્યો અને કહ્યું, “હલ્લો”
“આખરે તમે બોકસ સુધી પહોંચી જ ગયા” આર્ય એ કહ્યું
“પણ આ બોકસમાં તો કંઈ છે જ નહીં” કાયરા એ કહ્યું
“હું બેવકૂફ નથી તમને આખી થાળી પીરસીને આપું” આર્ય એ કહ્યું
“મતલબ ? ” કાયરા એ કહ્યું
“મતલબ, જો બોકસ અંદરની વસ્તુ મારી પાસે હોય તો હું આ બધું શા માટે કરું” આર્ય એ કહ્યું
“પણ બોકસમાં શું હતું અને તારે શા માટે જુવે છે ? ” કાયરા એ કહ્યું
“એ તો તમારે શોધવાનું કે બોકસમાં શું હતું અને વાત રહી મારી જરૂરત ની તો એ તમારે જાણવાની જરૂર નથી અને હા ખાસ વાત કાયરા તારી પાસે હવે બસ તારી બુક પ્બલીશ થાય ત્યાં સુધીનો જ સમય છ જો એ પહેલાં મને એ વસ્તુના આપી તો પછી તારી સાથે શું થશે એ તું જાણેજ છે” આર્ય એ કહ્યું
કાયરા કંઈ બોલે તે પહેલાં જ આર્ય એ ફોન કટ કરીનાખ્યો.
“હવે આ શું નવુંનાટક છે ખાલી બોકસ થી વસ્તુ સુધી કંઈ રીતે જશું” ત્રિશાએ કહ્યું
“આરવ આતો નવી મુસીબત ગળે પડી છે” રુદ્ર એ કહ્યું
આરવે કાયરા સામે જોયું અને પછી કહ્યું, “એક રસ્તો છે”
“કયો રસ્તો??? ” કાયરા એ કહ્યું
“આ ઘર કોનું છે એ પહેલાં જાણવું પડશે” આરવે કહ્યું
“આ વાતનું બોકસ સાથે શું કનેક્શન??? ” રુદ્ર એ કહ્યું
“કનેકશન છે રુદ્ર, તેણે આખી મુંબઈ માં આજ ઘર પંસદ કર્યું બોકસ મૂકવા, અહીં આજુબાજુ પણ ઘણાં ખાલી ઘર છે અને આ ઘરમાં પણ સરળતાથી આપણે પ્રવેશી ગયા એનો એક જ મતલબ છે આ ઘર કોનું છે એ જાણશું તો ખબર પડી જશે આ બોકસમાં શું હતું” આરવે બોકસ તરફ જોતાં કહ્યું
“પણ ખબર કંઈ રીતે પડશે આ ઘર કોનું છે ?” કાયરા એ કહ્યું
“અત્યારે અહીં થી નીકળી જઈએ અને કાયરાના ઘરે જઈએ ત્યાં જઈને વિચારીએ આગળ શું કરવું” આરવે કહ્યું
બધા જે દરવાજેથી આવ્યાં ત્યાંથી નીકળી ગયા, જતાં જતાં આરવે ફરી એકવાર ઘરમાં એક નજર ફેરવી અને બધા બહાર। આવી ગયા. બધા ગાડીમાં બેઠા અને કાયરાના ઘર તરફ જવા નીકળી પડખા.
આખરે આ બોકસમાં હતુથ શું ?, આ “S”નો મતલબ શું છે ?, આર્ય કરવા શું માંગે છે આખરે ?, શું આરવ સાચી દિશામાં વિચારી રહ્યો હતો કે તે ઉંધા રસ્તા પર જઈ રહ્યાં હતાં ? શું કાયરા ની બુક પ્બલીશ થશે ? અને થશે તો આર્ય કોણ છે ? હવે સવાલ તો બહુ ઉદભવે છે પણ જવાબ તમને ખબર જ છે, બસ વાંચતા રહ્યો - “બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી”
ક્રમશ: