Hitakshi buch

Drama

3.7  

Hitakshi buch

Drama

ખુલ્લા દિલથી

ખુલ્લા દિલથી

2 mins
14.3K


ખુલ્લા દિલથી એકબીજાને સમજવાની કળા જીવનમાં આનંદરસ ભરે છે :

૧૦ વર્ષોથી પ્રયણ અને ફાલ્ગુનના સંબધ લોકો માટે કુતૂહલતા નું કેન્દ્ર સ્થાન હતા. બંને એકબીજા સાથે ખૂબ જ સાનુકૂળ તથા એકબીજાને સમજનાર જણાતા. ઘણીવાર તો મિત્રો તેમને ચીડવતા પણ ખરા કે કેવું નીરસ અને નિઃસ્વાદ છે તમારું જીવન. કોઈ ચર્ચા કે ઉગ્ર વિખવાદ જ નથી તમારી વચ્ચે.

ફાલ્ગુન આવા સમયે જાણે કે વાતને બંધ સદુકમાં દફનાવી દેવા માંગતો હોય એમ આહલાદક સ્મિત આપી પુરી કરી દેતી. એક દાયકો પૂરો થવા આવ્યો હોવા છતાં બન્નેની વચ્ચે એજ સુમધુરતા જોવા મળતી.

પ્રણય હંમેશા કહેતો ફાલ્ગુન તને તો મારા કરતાં ઘણાં સારા છોકરા મળ્યાં હોત... તો પછી શા માટે હું...

ફાલ્ગુન તેનાં માથે ચુંબન કરી જાણે જવાબ આપવા ન માંગતી હોય એમ ત્યાંથી ચાલી જતી અને પ્રણય ચુંબનમાં છુપાયેલ અગણિત વાતો સમજી જતો. આ મીઠા છતાં ખટમીઠાં સંબધની પાછળ માત્ર પ્રેમ નહોતો. આટલાં વર્ષે પણ એજ તાજગીની મહેકનું મુખ્ય કારણ એકબીજાને ખુલ્લા દિલથી અપનાવવા અને સ્વીકાર કરવો એ હતું.

દરેક સંબધ ને બાંધી રાખવાને બદલે તેને સ્વતંત્રતાથી પાંગરવા દેવો એ મહત્ત્વ નું છે. લગ્ન પછી પતિ પત્ની એકબીજાના પૂરક બનીને રહે છે ત્યારે એ સંબધ ની મીઠાશ કઈક અલગ જ હોય છે. એકબીજાને સમજવાની કુનેહ બન્નેએ કેળવવી પડે છે. બને જ્યારે ખુલ્લા મનથી એકબીજાના થઈને જીવવાનો પ્રયાસ કરે છે ત્યારે જીવનમાં આવનારી દરેક તકલીફોનો સામનો હસતા મુખે કરી શકે છે. પોતાનાથી થયેલી ભૂલોને ખુલ્લા મને કહી દેવી અને બીજાએ નિખાલસતાથી એને સ્વીકારી ભૂલી જવી એ પણ આનંદમય હોય છે.

સ્ત્રી માત્ર હુકમ ચલાવવા અને પુરુષ માત્ર કમાવવા માટે નથી બનેલાં એ બન્ને એ જાણવું જરૂરી છે. સ્ત્રી પુરુષ ને સંભોગમાં આધીન થઈને રહે તો જ એ સારી અથવા વફાદાર એ સમજનાર પુરૂષ એ ભૂલી જાય છે કે સ્ત્રીની ઈચ્છા શું છે. આપણાં સમાજમાં આ બાબતે ક્યારેય સ્ત્રીની ઈચ્છા જાણવામાં આવતી નથી અને જો આવે છે તો જવલ્લેજ. સંબધ માં વફાદારી છે કે નહીં એ દર્શાવવા કોઈ પ્રમાણની જરૂર હોતી નથી. જેમ સ્ત્રી પોતાના પતિની સ્ત્રી મિત્રને આવકારે છે એમ જ્યારે એક પતિ પણ પત્નીના પુરૂષ મિત્રને વગર સવાલે સ્વીકારતો થાય એને ખરા અર્થમાં સમજવાની પરિભાષામાં બધી બેસે છે.

સ્ત્રી-પુરૂષ બંને જ્યારે અહમ છોડી સમજવાની સિડી કંડારવા આગળ વધે છે ત્યારે જ ખરા અર્થમાં તેઓ એકબીજાને અપૂર્ણ માંથી પૂર્ણ કરે છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama