Meenaz Vasaya

Tragedy Inspirational Others

3  

Meenaz Vasaya

Tragedy Inspirational Others

ખુદને એક પત્ર

ખુદને એક પત્ર

2 mins
411


મારી સૌથી પ્રિય અંતર આત્મા.

તું મજા માં છો એમ નહિ પૂછું, કેમ કે મને ખબર છે, તને માનસિક શાંતિ નથી. એવી પીડાઓ છે, જે તું કહી પણ ના શકે અને સહી પણ ના શકે. કેમ કે તું તો એક હાઉસ વાઇફ

એટલે તારે બધા માટે જીવવાનું, એટલે બધાની ચિંતામાં તું તારી જાત ને પણ ભૂલી ગઈ.

તારા શોખ, તારા સપનાઓ, તારી મહત્વાકાંક્ષાનું પોટલું વાળી તું પિયર જ છોડતો આવી. તને પણ પ્રકૃતિનું સાનિધ્ય ગમે છે, તને સંગીત સાંભળવું, ગાવું, ડાંસ કરવો આ બધા શોખ છે. પણ તારા બધા શોખ ને તે દિલમાં દફનાવી દીધા.

તને વરસાદમાં ન્હાવું ગમે લોગ ડ્રાઈવ પર જવું ગમે પણ તને તારા માટે સમય જ નથી.

પરિવારની સંભાળ લેવામાં તારું અસ્તિત્વ ઓગાળી નાખ્યું. પણ આજે જ્યારે જરૂર છે ત્યારે કોઈ નો સાથ ના મળ્યો. ત્યારે તારી જાત પર તને ગુસ્સો આવ્યો.

હું શું કામ બીજા માટે જીવી ? જ્યાં મારી કોઈ કદર નથી. કેમ કે હું હાઉસ વાઈફ છું. ઘણી વાર ખર્ચ પર શોખ પર કાપ મૂકવો પડે, અને સંભાળવું પડે કમાવવા જાવ તો ખબર પડે.

શું આટલી જ મારી કદર ? મારી સેવા મારી કાળજી એની કોઈ વેલ્યુ નહિ ?

આજ મારી જાત ને ઢંઢોળી ને પૂછ્યું ?

શું મળ્યું તને ? તારા સપનાઓ દફનાવી દીધા.

તારા અરમાનોની રાખ થઈ ગઈ. પણ તને શું મળ્યું ? તિરસ્કાર નફરત. શું આજ મારી પરિવાર માટેની પરવા દરકાર કાળજીનું વળતર છે ?

કોને કહું ? બસ હવે મારી જાત ને મનાવી લઉં. ખુદ માટે જીવવું છે. મરેલા સપનાઓને ફરી સજીવન કરવા છે. મૃતપાય બનેલા અરમાનોને ફરી જીવંત કરવા છે. બસ હવે મારા માટે જીવવું છે.

વરસાદમાં ભીંજાવું છે. સંગીત સમારંભ ભાગ લેવો છે. બસ બધા ને બહુ ખુશ કર્યા, હવે મારી જાત ને ખુશ કરવી છે મારી પરવા કરવી છે.

મારે મારી જાત ને ઓળખવી છે. મારામાં રહેલી શક્તિઓને એક નવું સ્વુરૂપ આપવું છે.

નવી ભાષા નવી સંસ્કૃતિ. નવા લોકોને મળવું છે. વધુ મહેનત કરી જાત ને એક ઊંચાઈ પર લઈ જવી છે.

બસ ઈશ્વર ને એક વિનંતી કે મારા સપનાઓને પૂર્ણ કરવા યોગ્ય શક્તિ પ્રદાન કરે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy