ખાલી ઘર
ખાલી ઘર


મોટાભાગે તે ઘરનાં બારી બારણાં બંધ રાખતો, રાત્રે લાઈટ પણ ન કરતો. ઘરમાં મોબાઈલ કે ટી.વી.જેવા કોઈ ઈલેક્ટ્રોનિકસ સાધનો પણ ન હતા. એકમાત્ર લેન્ડલાઈન ફોન હતો જેના પર એ રાત્રીના સમયે કલાકો કોઈની સાથે વાત કર્યે રાખતો. વાત કરતા કરતા ક્યારેક હસતો, ક્યારેક અચાનક જ દુઃખી થઈ જતો.
ઘરમાં રહેલ કપડાની બનાવેલી ઢીંગલી સાથે એ વાત કર્યે રાખતો. ક્યારેક વહાલથી એ ઢીંગલી ને ગળે લગાવતો, ક્યારેક એને પોતાની પીઠ પર બેસાડતો.
"સાહેબ, છ મહિનાથી આ ઘરમાં કોઈ રહેતું નથીને એટલે થોડું અવાવરું અને ધુળિયું લાગે છે." મકાન વેચવાની જાહેરાત જોઈને આવેલા ગ્રાહકને દલાલ ઘર બતાવતા બોલ્યો.
એ ભાગીને ઘરનાં માળિયે જઈને સંતાઈ ગયો.