કેરમીટ સાચો મિત્ર
કેરમીટ સાચો મિત્ર


રીતુની પાસે ઘણાં સ્ટફ એનિમલ્સ હતાં, પણ એનું સૌથી પ્રિય એનિમલ કેરમીટ ફ્રોગ હતો. એ સેસ્મિસ્ટ્રીટનો મફેટ હતો. એને હંમેશા ગળે લગાડીને સૂઈ જતી અને એના વગર જમતી પણ નહીં. એ કેરમીટ સાથે વાતો કરતી. અને પોતાના બધાં રહસ્યો પણ કહેતી. કેરમીટ એનો બેસ્ટ ફ્રેન્ડ હતો.
એક દિવસ એ કેરમીટ સાથે વાતો કરતી હતી. કેરમીટ ને એણે ળામાં બેસાડેલો. મમ્મીનું મન થયું કે આજ તો કેરમીટ અને રીતુની વાત સાંભળું. એ દરવાજા પાછળ ઊભી રહી ગઈ.
રીતુ કેરમીટને કહેતી હતી," કેરમીટ હું તને અહીં અડું તો તને દુઃખે છે?" મામા મને અહીં અડે તો મને ખૂબ દુઃખે છે. હું મામાને એમ કરવા ના પાડું તો એ મને કહે છે કે એ પપ્પાને અને મમ્મીને કહી દેશે. કેરમીટ બોલને હું શું કરું? મમ્મીને કહું? મમ્મી મને મારશે તો? મામા બહું યકી છે મને નથી ગમતા. મને અહીં અડે છે મને ખૂબ દુઃખે છે. પણ હું તારી પાસે રડું છું, મમ્મીને કશું કહેતી નથી!!
મમ્મી દરવાજા પાછળ ઊભી ઊભી જડ થઇ ગઈ!!