STORYMIRROR

Vijay Shah

Romance

3  

Vijay Shah

Romance

કેમેરો ચાલુ થઇ ગયો

કેમેરો ચાલુ થઇ ગયો

1 min
28.9K


ચેટ ચાલુ થઈ અને તેણે કહ્યું, "હાય! હેન્ડસમ!"

"હાય સ્વીટી...! કેમેરો કેમ ચાલુ નથી કર્યો?"

"હવે મારો ઘરડો ચહેરો તને શું બતાવું?"

"તો તો આ ઉંમરે હું પણ ક્યાં હેન્ડસમ છું?"

"તુ તો મારો રાજ્જો છે. મારે માટે એવરગ્રીન..."

"અને તું નથી મારી સ્વીટ હાર્ટ?"

"ના. મને તો નથી લાગતું... કારણ કે તું તો મોટો લેખક... અને હું ક્યાં એ દુનિયામાં... ક્યાંક ખુણે પડેલી એકાદ વીસરાયેલી તારી ભૂતકાલીન ક્ષણ..."

"એ ક્ષણ તો મારી પ્રેરણા છે. પેલા ચલચિત્ર નવરંગમાં કહે છે ને જમુના જમુના તુ હી હૈ મેરી મોહીની..."

"ચલ હટ્ટ! મને તો આ તારી કવિતાઓ મારી શોક્યો લાગે છે..."

"અરે! એવું ના કહે જેમ આપણે દીકરી છે તેવી જ આ લેખીની મારી દીકરી છે. આપણી સહિયારી મૂડી."

"ના. તુ તો તારી કલ્પનાઓમાં જ રાજી છે અને મને તો તું ભુલી જ જાય છે."

"અરે ગાંડી! દીકરીઓ તો નેહનાં મધથી ભરેલી. તેમનાં બચપણને માણવાનું તેમને વિકસતી જોઈ રાજી થવાનું અને ભણાવી ગણાવી તેમને સાસરે વળાવવાની..."

"હા. પણ તું તો તેમને જ જુએ છે... મને તો ભૂલી જ ગયોછે..."

"મારી લેખીનીઓમાં તું જ છે ગાંડી તે કેમ ભૂલી જાય છે?"

"પણ મારો ૧૦૦% હેન્ડસમ રાજ્જો ક્યાં ખોવાયો છે?"

"તારી દીકરીને મોટી કરી રહ્યો છું... ચાલ આવ તેમને વળાવવાનો સમય થઈ રહ્યો છે."

ક્લીક અવાજ સાથે ચેટનો કેમેરો ચાલુ થઈ ગયો અને મીઠડી ચેટ ઉપર હસી રહી હતી....


Rate this content
Log in

Similar gujarati story from Romance