STORYMIRROR

Manishaben Jadav

Children

3  

Manishaben Jadav

Children

કદર કરવી

કદર કરવી

1 min
325

અંકિત અને મયુર બંને મિત્રો હતા. નાનપણથી જ તેમની મૈત્રી આખા ગામમાં પ્રખ્યાત હતી. બંને એકબીજા માટે મરી પડે. આટલો સ્નેહ તો કદાચ બે સગા ભાઈઓમાં પણ જોવા ન મળે.

આમ તો બંનેની પરિસ્થિતિ સરખી જ હતી. પણ અંકિત ગામ છોડીને શહેરમાં સ્થાયી થયો. ધંધો રોજગાર જમાવી દિધા. મયુરનો જીવ ગામ છોડી જવા માનતો ન હતો.

બંને વાર તહેવારે ભેગા થતા. આને સુખી દુઃખની નાનપણની વાતો વાગોળતા. અંકિત ઘણીવાર કહે, તું પણ શહેરમાં આવીજા. મારી સાથે કામ કરજે." 

એકવાર મયુરભાઈ શહેરમાં ગયા. ત્યારે અંકિતભાઈને પોતાના ધંધામાં કોઈ વિશ્વાસુ માણસની જરૂર હતી. મયુર તેની વાતને માન આપી ત્યાં રોકાયો અને મદદ કરી.એને ધંધામાં ખૂબ સારો નફો થયો.

અંકિતભાઈએ તેના મિત્રને કદર રૂપે ધંધામાં ભાગીદાર બનાવ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Children