કાષ્ઠની કરામત
કાષ્ઠની કરામત
કાષ્ઠ કારીગરીમાં કેશવની કરામત કેટલાયને કઠતી. કેશવની કાષ્ઠમાં કોતરણી કરવાની કરામત, કર્તૃત્વ કંઈક કિરતાર કૃપાને કારણે જ.
કેશવની કાષ્ઠ કલાકારીને ક્રય કરવા ક્યાં ક્યાંથી કેશવના કેતન કણે ક્રાંતદર્શી કાયમી કહેલી કિંમતે કરાર કરતા.
કેશવ, કૌમુદીને કન્યા કેશા કુટુંબમાં. કેશવની કીર્તિને કારીગરી કેટલાક કદમબોસીને કઠતી. કોઈના કોઈ કારણે કેશવની કારીગરીને કકડભૂસ કરવા કીમિયાઓ કર્યા કરે.
કલાધર કેશવ કદાપિ કાવડિયા કે કીર્તિને કાજે કાર્ય ના કરતો. કાષ્ઠના કોવિદ કેશવની કરતલ જ કાષ્ઠની કથની કરતા. કાષ્ઠનો ક્યાસ કાઢી કિમીયાગરી કરી કામણગારી, કાંત કાષ્ઠમૂર્તિ કંડારતો.
કર્મની કઠણાઈ કે કદમબોસીનો કીમિયો કામ કરતા કેશવના કુટુંબ પર કઠણાઈ કરી. કુટુંબસહ કેતનમાં કોઈ કાર્યમાં કાર્યરત કેશવને કૌમુદી. કેશા કચૂડે કેશકલાપ કરતી. કોઈ કદમબોસી કેવલ કાવડિયા કાજ કેશવના કેતનમાં કોઈ કિસમનો કીમિયો કર્યો.
કીમિયાની કારગરતાએ કેશવ કુટુંબને કેફમાં કૃતાંતનો કણસાટ કરતા કર્યા. કમનસીબી કિમીયાગરની કે કેશવ, કૌમુદી, કેશાને કિરતાર કૃપાથી કોઈ કિસમનું કારમું કષ્ટ કેશવ કુટુંબ કને ન કતરાયું.
કફા કલાધર કેશવ કિમીયાગરને કળી ક્યાસ કાઢી એ કદમબોસીને કમને કરેલી કાષ્ઠની કરામતી કટારથી કજાપૂર્વક કદમબોસી, કાવડિયા કર્મીને કૃતાંત કર્યો.
કામ કર્યા બાદ કરજોડી કિરતારને કુટુંબને કઠોર કજા, કષ્ટમાંથી કાઢી કૃપા કરનારનારને ક્ષમાઅર્થે કથની કરી.
