STORYMIRROR

Manishaben Jadav

Children

3  

Manishaben Jadav

Children

કાગડાભાઈની છત્રી

કાગડાભાઈની છત્રી

1 min
351

એક હતા કાગડાભાઈ. એ તો રોજ એક ઝાડથી બીજે ઝાડ ફરે. કૂદાકૂદ કરે. તેમને ખૂબ મજા પડે. ચોમાસુ આવવાની તૈયારી હતી.

કાગડાભાઈએ વિચાર્યું આ વખતે માળો તો બનાવ્યો નથી. ચોમાસામાં જો પલળીશું તો ઠંડી ચડશે. ધ્રુજારી લાગશે. બિમાર પડીશ તો દવાખાને જવાનો ખર્ચ વધશે. એનાં કરતાં ચાલને એક છત્રી જ ખરીદી લઉં. વરસાદ આવશે તો ઓઢીને ફરવા થશે. બધાં પ્રાણીઓ આપણી સામે જોતા જ રહી જશે.

કાગડાભાઈ ઊડીને પહોંચી ગયા સીધા દુકાને. દુકાનદારને કહે. " એક સરસ મજાની છત્રી આપ. રંગબેરંગી કલરની અને નાનકડી સૌ જોતા રહી જાય. દુકાનદારે તો સરસ મજાની છત્રી આપી. કાગડાભાઈ તો લઈને ઊડયા. ત્યાં થયું ચાલને ઓઢીને જ જાવ બધા પૂછશે કાગડાભાઈ છત્રી લીધી કે શું ? મને ઓઢવા આપજો.

 કાગડાભાઈએ જ્યાં છત્રી ઓઢી ત્યાં પવનનો વાયરો આવ્યો. કાગડાભાઈની છત્રી તો કાગડો. બધા પ્રાણીઓ હસવા લાગ્યા. કેમ કાગડાભાઈ નવી છત્રી એક જ દિવસમાં પૂરી કે શું ?

 કાગડાભાઈ તો ઝાડ પાસે આવી ઉદાસ મોં કરીને બેસી ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Children