કાગડાભાઈ બન્યા ગાયક
કાગડાભાઈ બન્યા ગાયક
કાળાં કાળાં કાગડાભાઈને
શોખ સંગીતનો લાગ્યો
કા કા કા કા ગાન કરે
સૌને સંભળાવ્યા કરે.
એક કાગડાભાઈ હતા. તેનો રંગ કાળો કાળો. પણ અવાજ એટલો કર્કશ કે કોઈને ગમે નહીં. એક આંબાને ડાળે તેણે કોયલનો મીઠો મીઠો ટહુકો સાંભળ્યો.
કાગડાભાઈને થયું કે મારે પણ કોયલ જેવું ગાન કરવું છે. મારે પણ સૌને ગીત સંભળાવવા છે. મને સાંભળી સૌ ઝુમવા લાગશે.
એક દિવસ કાગડાભાઈ તો ગામમાં ગયાં અને મોટા મોટા અવાજે કા કા કરી ગાવા લાગ્યા. સૌ સાંભળી પરેશાન થવા લાગ્યા. બધા બહાર આવી કાગડાભાઈને બહાર નીકાળવા લાગ્યા. પણ કાગડાભાઈને એમ કે એ તો આપણાં વખાણ કરે એટલે જોરશોરથી ગાવા લાગ્યા.
લોકોએ પથ્થર લઈ માર મારવા લાગ્યા. ને કાગડાભાઈ ત્યાંથી ભાગ્યા.
