Pooja Patel

Romance Fantasy Thriller

4  

Pooja Patel

Romance Fantasy Thriller

જ્યારે અમે મળ્યાં !

જ્યારે અમે મળ્યાં !

7 mins
105


ગીત એક ચુલબુલી ટીનેજર છોકરી હતી. તેને હંમેશા જિંદગી માં નવું નવું શીખવાની આદત હતી. ઉપરથી તેને ચિત્રો દોરવાનું અને શાયરી લખવાનો શોખ હતો.

તેણે શાળામાં સારી રીતે પ્રથમ આવીને પાસ કર્યાં પછી એણે કૉલેજમાં એડમિશન લીધું હતું. અહીં તેને નવી નવી સહેલીઓ મળી. ગીત મળતાવડો સ્વભાવ ધરાવતી હતી. તેને નવી સહેલીઓ સાથે જલ્દી જલ્દી ફાવી ગયું હતું. તેણે તો નવાં નવાં શિક્ષકો ને સવાલો પૂછવા નું ચાલું કર્યું. નવાં નવાં જવાબો મેળવવા લાગી. પણ તેની સહેલીઓ સાથે મસ્તી મજાક કરવાના કારણે તે પહેલી પરિક્ષામાં નાપાસ થઈ હતી. તેનાં મમ્મી પપ્પા તેના પર ખુબ જ ગુસ્સે થયા હતા. જ્યારે તે તેની સહેલી સાથે રહેતી હતી, ત્યારે તે હંમેશા ખુશ જ રહેતી હતી. તેને તો ઘર કરતાં કૉલેજ વધારે ગમતું હતું. પરંતુ તેનાં મમ્મી પપ્પા ને એવું લાગતું હતું કે ગીત ને કોઈક છોકરો ગમે છે. અને તે છોકરાને મળવા માટે જ કૉલેજમાં જાય છે. હકીકત સાવ જુદી જ હતી.

     એક દિવસ તેનાં સંપર્ક માં અંશુમન આવ્યો. ગીત ને એનાં ક્લાસ નાં છોકરાઓ સાથે વાતો કરવાની આદત હતી પણ તે જરૂર પૂરતી જ વાતો કરતી હતી. અંશુમન તેનો પીછો કરવા લાગ્યો. તેની પાસે ગમે તે રીતે ગીત નો નંબર આવી ગયો. પછી તેણે ગીત ને હેરાન પરેશાન કરવાનું ચાલુ કરી દીધું. ગીત એનાં ભણવાના કામ માટે ઓનલાઈન આવે ત્યારે તે સવાલોના ઢગલાં ચાલું કરી દેતો - "તું કૉલેજ માં આવી હતી તો મને કેમ મલી નહી ? તું આજે કેમ નહોતી આવી ? તું ઓનલાઈન થઈ હતી તો તે મને મેસેજ કેમ ન કર્યો ? તું મારી સાથે વાત કેમ નથી કરતી ? મારા મેસેજનાં જવાબ કેમ નથી આપતી ?" ગીત તેની મરજી ની માલિક હતી. તેણે અંશુમન ને બ્લોક કરી દીધો. પછી અંશુમનનાં કોલ્સ ચાલું થયાં. તેણે તેનો નંબર કોલ્સ અને વોટસઅપ બધી જગ્યાએ બ્લોક કરી દીધા. અને આ બધી વાત તેણે તેનાં બેસ્ટ ફ્રેન્ડ આદિત્ય ને કહી.

    આદિત્ય. ગીત નો બેસ્ટ ફ્રેન્ડ હતો. તેને ગીત વિશે બધું જ ખબર હતી. ગીત ની સારી આદતો, ખરાબ આદતો બધું જ. તે હંમેશા ગીત સાથે સારી રીતે રહેતો હતો. તેની સાથે જ કૉલેજ માં ભણતો હતો. આદિત્ય એ ગીતની વાતો સાંભળીને એટલું જ પૂછ્યું કે ,"હવે આગળ શું કરવું છે ?" ગીત એ તેનો પ્લાન કહ્યો - " હું આજે તેની કમ્પ્લેન કરવાની છું. ને પછી પણ જો તે હેરાન કરશે તો ગાળો દઈશ સાલાને!!!" આદિત્ય એ તેની વાતમાં સંમતિ દર્શાવી. એની પછી એક દિવસ આદિત્ય મોડો આવ્યો હતો ત્યારે તેણે જોયું કે ગીત સાથે અંશુમન જબરદસ્તી કરવાની કોશિશ કરતો હતો. તેણે ગીતની મદદ કરી અને અંશુમન ને પોલીસ નાં હવાલે કર્યો હતો. તેણે ગીત ને પૂછ્યું કે," તું મને તારો બેસ્ટ ફ્રેન્ડ માને છે, તો તે મને કીધું કેમ નહી કે અંશુમન તારી સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરતો હતો ? મને ખબર છે કે તે મારામારી કરી અને ગાળો પણ દીધી. પણ પિટાઈ કરતાં કરતાં તને કઈક થઈ ગયું હોત તો ?" ગીત એ આદિત્યને સોરી કહીને વાત પતાવી દીધી.

     પછી તો આ વાતને કેટલોય સમય થયો હશે. ગીત આ વાતને ભૂલી પણ ગઈ હતી. ત્યારે એક દિવસ આદિત્ય એ તેને પૂછ્યું , "મને ખબર છે કે તું બધાં કરતાં અલગ છોકરી છે. પણ તું બધી જ વાત ને કેમ એકલી હેન્ડલ કરે છે ? તારા મમ્મી પપ્પા ને તારા ઝગડાઓ ની ખબર છે ?" ગીત એ ના પાડીને કહ્યું કે,"મારા મમ્મી પપ્પા મારી સાથે સરખી રીતે વાત નથી કરતાં. મને તેમનાં હોવા છતાં પણ એકલા જ રહેવાની આદત છે. મારી પાછળ કોઈ છોકરો પડ્યો હતો અને તે મારો પીછો નોતો છોડતો આ બધી વાત એમને ખબર પડશે તો મારું ભણવાનું બંધ કરાવી દેશે. મારાં સપનાં અધૂરાં રહી જશે. અને મારી આદત છે કે સપનાં પૂરાં કરવા માટે જ જોવા જોઈએ, ના કે તોડવા માટે ! તો, સારું એ જ રહેશે કે મારી ઘરે આ વાત ખબર ન પડે." આદિત્ય ને ગીત ની આ જ વાત ગમી ગઈ હતી. પણ તેને ગીતની આદત અને ઘમંડ વિશે ખબર હતી એટલે તેણે કોઈ જ દિવસ કહ્યું નહિ કે તે ગીતને પસંદ કરતો હતો.

   કોલેજ પતી ગયા પછી બંનેને અલગ અલગ જગ્યાએ નોકરી મળી ગઈ. ગીત અને આદિત્ય અલગ થઈ ગયા હતા. બંન્ને દૂર જરૂર રહેતાં હતાં, પણ મહિનામાં એક વખત તો મળતાં જ હતાં. જ્યારે તેઓ સારી રીતે સેટલ થઈ ગયાં તો તેમનાં મમ્મી પપ્પા ને લગ્ન ની વાત કરવી હતી. ગીત એ તેનાં ઘરે ના જ પાડી હતી કે તેને લગ્ન નથી કરવાં. આદિત્ય એ તેના ઘરે કહ્યું હતું કે ગીત ને જ્યારે પ્રેમ થશે ત્યારે જ તે ગીત સાથે લગ્ન કરશે. બીજી બાજુ ગીતને પ્રેમમાં પડવું નહોતું. તેને આ ઘરના કામ આવડતા નહોતાં. એટલે તે બીજી બધી કળાઓ શિખી હતી. તેને બાઈક ચલાવવું અને કાર ચલાવવી ખૂબ ગમતી હતી. એક દિવસ તેણે આદિત્ય ને તેના લગ્ન માટે પુછ્યું કે તેણે લગ્ન કેમ નથી કર્યુ ? આદિત્ય એ કહ્યુ કે ," મને સારી છોકરી નથી મળતી. જે મને સાચવી શકે, મારું ધ્યાન રાખે!" ગીત એ કહ્યું કે, " મલી તો જશે, પણ તારે કેવી છોકરી જોઈએ છે ?" આદિત્ય એ કહ્યુ ," એવી છોકરી કે જેને બાઈક અને કાર ચલાવતાં આવડતું હોય,એવી છોકરી કે જેને તેનાં સપનાં પૂરાં કરવાની જીદ હોય, એવી છોકરી કે બીજાં હેરાન કરવા વાળાઓને ગાળો દેતાં આવડતું હોય, અને પોતાની માટે હંમેશા ખુશ રહેતા આવડતું હોય, એવી છોકરી કે જેને પ્રેમ શું છે તેની ખબર હોય પણ પ્રેમ કર્યો ન હોય, એવી છોકરી કે જેને પોતાની સિવાય બીજી વ્યક્તિ ઉપર વિશ્વાસ ન હોય, એવી છોકરી કે જેને દરેક શ્વાસે સાહસ કરવાં ગમતાં હોય, એવી છોકરી સાથે મારે લગ્ન કરવાં છે." ગીત એ કહ્યુ કે ," એવી છોકરી સાથે તારા લગ્ન થાય જ નહીં કેમ કે એવી છોકરી આખી દુનિયામાં એક જ છે. એવી છોકરી ને પ્રેમ નો અહેસાસ થશે તો જ તે લગ્ન કરવાં માટે તૈયાર થશે. તેને પ્રેમ ની કહાની, શાયરી લખવાનો શોખ છે પણ તે તેના પ્રેમની રાહ જોવે છે." એટલી વાતો કરીને બંને છૂટાં પડ્યા.

    આદિત્ય એ તેનાં ઘરે કહ્યું કે તે લગ્ન કરવાં માટે તૈયાર છે. બીજી બાજુ ગીતનાં મમ્મી પપ્પા ને પણ મનાવી લીધા. પણ ગીતને કંઈ જ ખબર નહોતી. આદિત્ય એ ગીતને કોર્ટ માં બોલાવી હતી કે તેના લગ્ન માં તો ગીતને આવવું જ પડશે. અને ખાસ તો પારંપરિક પોશાકમાં! ગીત તો ગુજરાતી ચણીયા ચોલી માં આદિત્ય ને મળવા કોર્ટ માં ગઈ તો તેને આશ્ચર્ય થયું. કેમકે ત્યા તેનાં મમ્મી પપ્પા અને આદિત્ય નાં પણ મમ્મી પપ્પા હતાં. આદિત્ય એ તેને લગ્ન માટે પુછ્યું ," ગીત! તું મારી સાથે લગ્ન કરવાં માટે તૈયાર છે ?" ગીત ચુલબુલી તો હતી જ! તેણે આદિત્ય ને કહ્યુ," ના! હું તારી સાથે લગ્ન નહી કરું. કોને પૂછીને તે મારાં મમ્મી પપ્પા ને મનાવ્યા ? કોને પૂછીને તે આપડા બંને નાં લગ્ન નક્કી કર્યા ? કોને પૂછીને તે આપડા બંને નાં લગ્ન ની ખબર બધાં જ ફ્રેન્ડ્સ ને કરી ? તને મારા મન માં શું ચાલી રહ્યું છે તેની ખબર કેવી રીતે પડી ?" આદિત્યને પણ આશ્ચર્ય થતું ગયું કે ગીત ગુસ્સે થઈ જશે તેની તો તેને ખબર જ હતી, પણ ગીત તેની સાથે લગ્ન માટે માની કેવી રીતે ગઈ ?" ગીત ને આદિત્ય નાં મનમાં ચાલતા સવાલોના જવાબો ખબર હતાં. તેણે આગળ કહ્યુ, " તને મારા મનની વાતો ખબર કેવી રીતે પડી ? હું તને પસંદ ત્યારથી કરતી હતી જ્યારે થી તું કોલેજ માં છુપાઈ છુપાઈને મારું ધ્યાન રાખતો હતો. કોઈ પણ છોકરાં મને એનું બહેન ની નજરથી જોવે એવી રીતે ધમકાવતો હતો. મને શું ગમે છે, શું નઈ ? મારી આદત, મારી પસંદ, મારો ગુસ્સો - બધ્ધી જ વાતો તને ખબર હતી. તને એ પણ ખબર હતી કે મારી માટે મારા સપનાં પૂરાં કરવાનું મારું મોટામાં મોટું સપનું હતું. અને એટલે જ તે મને હું સેટલ ન થઈ જાવ ત્યાં સુધી તે મારી રાહ જોઈ હતી. શું મને આ બધું ખબર નથી ? જેમ હું તારી બેસ્ટ ફ્રેન્ડ હતી ને, એમ જ તું પણ મારો બેસ્ટ ફ્રેન્ડ હતો. તારી વગર મને પણ નહોતું ગમતું. પણ હું સપનાં પૂરાં કરવામાં જ એટલી આગળ વધી કે તને મારા મનની વાત કહી નોતી શકતી. તને સામેથી ખબર પડે તેની જ રાહ જોતી હતી." આટલું કહેતાં તે રડી પડી. આદિત્યની આંખોમાં પણ ખુશીના આંસુ હતાં. ગીત એ ખાલી એટલું જ કહ્યુ કે," મને ઘરના કામ નથી આવડતા અને રસોઈ પણ નથી આવડતી. બોલ, મારી સાથે તો પણ તું લગ્ન કરવાં માટે તૈયાર છે ?" આદિત્ય એ કહ્યું કે," મને રસોઈ આવડે છે. હું તને શીખવાડી દઈશ. આપણે બંને અત્યારે સુધી જેવી રીતે સાથે હતાં એવી જ રીતે મારી પત્ની બનીને મારો સાથ આપીશ ? " ગીત એ કહયું, " હા આપીશ. પણ થોડાક બદલાવ આવશે ! જેમ કે મારી નામની જોડે તારું નામ જોડાશે, હું છોકરીમાંથી તારી પત્નિ બનીશ, પહેલાં તારાથી દૂર હતી, ને હવેતો હંમેશા તારી સાથે જ રહીશ." બંને એ એટલું કહ્યું અને એકબીજાના આંસુ લૂછ્યા. પછી તેઓ બંને કોર્ટ માં ગયાં, લગ્ન કરવા માટે !

   વાર્તા હજી પૂરી નથી થતી.

   ગીત અને આદિત્ય એ રિસેપ્શન રાખ્યું હતું. જેમાં તેમના બધાય દોસ્તો ને બોલાવ્યા હતાં. તેમનાં મિત્રો પણ અચંબિત થઈ ગયાં હતાં કે લગ્ન ? અને તે પણ ગીત અને આદિત્ય નાં ? પણ પછી તેમને લવ સ્ટોરીની ખબર પડી ગઈ હતી ! ?


Rate this content
Log in

Similar gujarati story from Romance