જુનાગઢની જોગણ
જુનાગઢની જોગણ
"આ વાત છે, અમર દેવીદાસ, પરબ ધામ જૂનાગઢની."
મા : 'અરે અમર ના બાપુ આવી ગયા તમે ? આવો આવો બેસો. અરે દીકરી અમર, બેટા બાપુ માટે પાણી લાવજો.'
બાર વર્ષની અમર, પગની ઝાંઝરીના રણકારે, છમછમ કરતી પાણીનો લોટો લઇને, ઉંબરે આવી અને એના બાપુને હાથમાં આપી કહ્યું,
અમર : 'લ્યો બાપુ,પાણી પીવો.' અમરના હસતા ચહેરાને જોઈને એના બાપુનો થાક હળવો થઇ જતો.
બાપુુજી : 'અરે દીકરી અમર, આવ બેસ મારી પાહેં.' અમર એના બાપુના ખોળે બેસી ગઈ. બાપુ એ કહ્યું, 'બેટા આટલા દહાડા હું કામ કર્યું તે ? એ કેતો મને.' લાડમાં બોલેલા બાપુની સામે જઈને અમર એ કહ્યું.
અમર : 'મેં..? મેં શેને ઘર કામ કયરુ, ખેતરમાં ગઈ, મારી સખીયો હારે રમવા ગઈ, બૌ બધું કામ કયરુ બાપુ.' દીકરીના નાદાન શબ્દોમાં મા-બાપુ બેય મોહી જતા. અને કહેતા.
મા : 'મારી અમર તો ઘણી ભોળી, પણ અમર ના બાપુ, થોડી ચિંતા થાય સ અમરને ઘર તો હારું મળહે ને ?' માના આવા ચિંતાજનક શબ્દોથી અમરના બાપુ બોલ્યા.
બાપુજી : 'અરે તું હુકામ શીંતા કરસ, મારો ગિરનારી, બધું હારું જ કરશે, મારી અમરને તો બાર ગામનો ભાવિ ધણી મળશે. તું શીંતા ના કર'.
મા અને બાપુજીની વાતો સાંભળી અમર ઉદાસ ભર્યા શબ્દોથી બોલી .
અમર : 'હું ક્યાંય નથ જવાની, મારે તો મારા મા બાપુની હાયરેજ રેવાનું સ.' અને અમર એના બાપુજીને ભેટીવળી. બાપુજી એ તેને લાડ કરાવતા કહ્યું.
બાપુજી : 'અરે દીકરા. એક દન તો તારે સાસરે જાહુ જ પળહે, આખી જંદગી થોડી કાય માવતર પાહેં રહેવાનું હોય. તારું ઘર તો, તારું હાહર્યું કેવાય.' એમ કહી અમરના બાપુજી એ તેને સમજાવીને કહ્યું.
બાપુજી : 'હાલ હવે શિરાય લઇએ, ઉદરમાં ઉંદરડા દોડે સે.' બાપુજીના આવા અટપટા શબ્દોથી અમર હસવા લાગી.
અમર : ;હાહાહાહા, તમારા પેટમાં ઉંદર, બતાવો બતાવો !' અમર તેના બાપુ સાથે બાળક્રીડા કરવા લાગી. અને તેના માઁ એ કહ્યું.
મા ; 'બસ હવે દીકરા અમર, બહુ થયું. હાલ હવે ખાવાનું કાઢ, હું તારા બાપુને હાથ ધોવડાવી આવું.'
'અમર તેના મા-બાપુ સાથે,સૌરાષ્ટ્રના જૂનાગઢ પંથકમાં રહેતી હતી. બાર વર્ષની અમર દેેખાવમાં ,સ્વભાવમાં, રહેન સહેનમાં ખુબ ઉત્તીર્ણ હતી. ગામડા ગામમાં, મા-બાપુ સાથે રહેતી અમરમાં બાળપણથી જ સારા સંસ્કાર, અને સારા વ્યહવારનું વાવેતર થયું હતું.
જૂનાગઢ પંથક એટલે સાધુ સંતોનો પ્રદેશ એવું કહેવાય. ગિરકાંઠાના જંગલવાળા વિસ્તારમાં આવન જવાન કરવાનું જાણે એક રમત હોય. એવા માણસો રહેતા, સિંહના ટોળા વચ્ચે નીકળતી અમરને જરાય ભય ના રહેતો. રોજ બરોજ વાડીમાં ગાયું માટે ચારો અને ખાતર લેેવા જતી.
બાર વર્ષની અમર ક્યારે અઢાર વર્ષની થઇ ગઈ કોઈ ખબર ના રહી. અમરના મા-બાપુની રાતની ઉંઘ હવે હરામ થવા લાગી. જુવાન દીકરી થાય એટલે મા-બાપની આંખો જાણે ત્રણે પળ ખુલીને ખુલી રહી જાય એમ મા-બાપુ અમરની ચિંતા કરતા.
અઢાર વર્ષની અમર માટે લગ્ન ની વાતો કરવાંનું શરૂ થઇ ગયું હતું. જેવી રૂપવાન ગુણવાન દીકરીના લગ્ન માટે કોઈ કચાશ ના રહી જાય તેનું ધ્યાન રાખતા. અમરના મા-બાપુજી દરેક વાતે જાણ રાખતા કે અમારી દીકરીને કંઈ ખોટ ના રહી જાય. અને એના અનુરૂપ કોઈ સારો મુરતિયો મળી જાય. જેવી અમર હતી, એવોજ એક યુવાન અમરના મા-બાપુ જીને મળી ગયો હતો.
બાર ગામનો ધણી એવા દરબારના એકનો એક દીકરા સાથે અમરનું સગપણ નક્કી થઇ ગયું. ગોર ધાણા ખવાઈ ગયા. લગ્નની તારીખ પણ લેવાય ગઈ. અમરના મા-બાપુજી પાસે નાણાં, પૂરતા ના હોવાથી લગ્ન માટે તારીખ લંબાવવાનું નક્કી કરાયું. એટલામાં અઢાર વર્ષની અમર ૧૯ વર્ષ અને ૭ મહિનાની થઇ ગઈ. આ વીતેલા સમયમાં અમરના મા-બાપુજી એ અમરના લગ્ન માટેનો પૂરતો બંદોબસ્ત કરી લીધો, અને અમરના સાસરિયાંવાળાને લગ્નની તૈયારી કરવાનું કહી દીધું. અમર આ વાતથી ખુબ ખુશ હતી. કે તેના લગ્ન લેવાના છે. આ વાતથી અમરની સખીયો તેને સહેલાવતી અને ક્રીડા કરતી.
અમર અને તેની સહેલિયો ઘર તરફ વળ્યાં. અમર ઘરે પહોંચી ગઈ અને ઓરડામાંથી એની માનો અવાજ આવ્યો.
મા : 'અરે બેટા અમર, આવી હોય તો થોડી ગાયર કરી નાખ. નીચે તળિયામાં લેપવાની સ.' અમરે 'હા' કહીને ગાયર તૈયાર કરી નાખી. અને થોડા સમયમાં ઘર લગ્ન માંટે શણગાર કરી દીધું. હવે લગ્નની ઘડી ઉંબરે આવી પહોંચી. ઘરે મંડપ રોપાણા, ઢોલ શરણાઈનો નાદ ગુંજવા લાગ્યો, સમયસર જાન આંગણે આવી પહોંચી. અને ચોરીના ચાર ફેરા ફરીને સમયસર જાનને વળાવવાની ઘડી પણ આવી ગઈ. સોળે સણગાર સજી અમર જાણે ખુદ સવર્ગથી અપ્સરા ધરતી પર આવી ઉતરી હોય એવી લાગતી. અમરને વળાવતાં મા-બાપુની આખોમાં આસું છલકાય આવ્યા. અમર પણ મન ભરી રડી ગઈ. અમરના મા- બાપે જાન વળાવી દીધી. અમર ડોલી માં બેઠી હતી અને પાછળ વર ઘોડો અને જાનૈયાઓ આવતા.
અમર ની સાસરી આવતા વચ્ચે એક ખંડેર જેવી જગ્યા આવે. જાણે કોઈનું તૂટેલું ફુટેલું ઝૂપડું હોય ને એવું હતું. એમાં એક મંદિર અને વરંડો વાળેલો હતો. આ દ્રસ્ય જોઈ અમરને મન સાંત્વના જાગી. એણે ડોલી ઉભી રખાવી દીધી. પાછળ આવતા અમરના સાસુ સસરા અચંબિત થઇ ગયા, અને કહ્યું.
સાસુજી : 'અરે વહુ બેટા અહીં કેમ ઉતરી ગયા ? હાલો હાલો, જટ ડોલી માં બેહો બેટા અહીંના ઉતરાય. અહીં તો રોગચાળો ફેલાયેલો છે.' પણ સાસુની વાતથી અમરને કોઈ ફર્ક ના પડે, એતો જાણે પોતાના આત્મચિન્હમાં લિન થઇ ગઈ. અને તે પેલા ખંડેર તરફ કદમ વધારતી રહી. પાછળથી તેનો ભાવિધણી, અને સાસુ સસરા અવાજ પાડતા રહ્યા અને અમરને મનાવતા રહ્યા. પણ અમર લિન બની આગળ વધતી રહી.
ધીરે ધીરે આગળ વધતા છેક ખંડેર સુધી પહોંચી ગઈ. અને અંદર રગત પિતયાની સેવા કરતા એક સંતની નજર અમર પર પડી. અને કહ્યું.
સંત : 'જે હોય તે ત્યાં જ થોભી જાવ. અહીં આવવાની મનાઈ શે.'
અને અમર સ્તબ્ધ થઇ ઉભી રહી ગઈ. સંત બહાર આવ્યા. જોયું તો સોળે શણગાર સજી ઉભેલી અમરને જોઈ હસવા લાગ્યા.
સંત : 'અરે દીકરા, આવા સમયમાં તો જીવનની શરૂઆત કરાય આમ ભટકીનો જવાય. જાવજાવ,સુખી દામ્પત્ય જીવનની મજા માણો. અહીંયા ઉભા ના રહો. નહીંતર આ ચેપી રોગ તારા કોમળ શરીરને ભરખી જાહે.
જા જા દીકરા એમ કહી,સંત અંદર તરફ વળી ગયા.'
અમર બોલી: "બાપુ હવે આ સાજ શણગાર મારા માટે તો એક રાખ બરાબર. હવે તો એકજ હરખ છે કે અલખધણીના નામે આયખું કરી દઉં. ગરીબ લાચાર બેબસ દર્દીઓની સેવા કરવી એજ મારો ધર્મ રહ્યો."
અમરની વાત સાંભળી,સંતે હસતા કહ્યું.
સંત : 'દીકરા, જોખતી આગમાં હાથ શેકવાના અભરખાનો રખાય. બેટા બોલવું સહેલું છે, પણ જમાનાના વાંક વચન સાંભળવાની તેવડ બધામાં ન હોય. દીકરા હું તો રોજનો આદિ છું. તું એક નાની રૂપવાન બાળકી છે. બેટા અહીં કદમ કદમ પર ઝેરના પારખા આપવા પડે છે, તમને નહીં પરવડે, જાવ તમે !' પણ અમર તો હઠે ભરાણી, અને સંતે રજા આપી.
સંત : 'ઠીક છે દીકર, જેવી અલખ ધણીની મરજી.' અને અમર ખનડેરમાં પગ મુકવા ગઈ ત્યાં પાછળથી એના પતિએ હાથ જાલી કહ્યું.
દરબાર : 'અરે અમર, તમે આવું કેમ કરો છો ? તમે આવી રીતે જશો તો મારુ હું થાહે ! હજુ તો મેં મનમાં સપના નું વાવેતર કર્યું ને તમે એને બંજર કરી ના જાવ.' ભાવિ ભરથારના ઉદાસ ભર્યા સ્વરનો જવાબ આપવામાં અમરને કોઈ અસર ના થઇ. અને બે જ શબ્દમાં કહ્યું.
અમર: 'હવે મારે મન બધા ભાઈ બાપ. મારો તો બસ હવે અલખ ધણી તમે જાવ તમને ઘણીયે મળી જાહે.' આટલું કહી અમર અંદર તરફ વળી ગઈ અને સંત પાસે જઇને ઉભી રહી ગઈ. બહારથી અમરની થયેલ સાસુ ગુસ્સામાં ને ગુસ્સામાં સંતને ગાળો અને શ્રાપ આપવા લાગ્યા. અને સંત હસતા મુખે બોલ્યા, 'જેવી અલખધણીની મરજી.'
અમરના સાસરી વાળા ખાલી હાથ પાછા વળી ગયા, અને સંતે અમર ને કહ્યું.
સંત : 'દીકરા તમે ઓરડામાં જાવ અને ભેખ બદલી લ્યો. આવા વેશે સેવાનો થાય. અને હા, દીકરા તમે સેવા કરવા માંગતા હોય તો અહીંથી શેટા રહેજો. નહીં તો તમને રોગ લાગી જશે.' સાધુની વાત માની અમર ઓરડામાં ગઈ અને શણગાર ઉતારી સફેદ વસ્ત્રો ધારણ કરી લીધા અને કહ્યું જય અલખ ધણી. અને બહાર આવીને કહ્યું, 'બાપુ કામ બતાવો.' સંતે હસતા કહ્યું, 'દીકરા હું કોણ કામ બતાવવા વાળો હું તો ચાકર છું તમે જાવને દવા બનાવવા લાગો સામગ્રી ત્યાં પડી છે.' અમર મલકતા મલકતા આગળ વધી અને દવા બનાવવા બેસી ગઈ અને સંત ને કહ્યું. 'બાપુ તમને લોક ક્યાં નામથી ઓળખે છે ?'
તયારે સંતે 'દેવીદાસ' નામ આપતા કહ્યું. આજ મારી ઓળખ છે. અને સંત દેવીદાસે અમર ને કહ્યું 'તારું નામ શું બાઈ ?' ત્યારે એણે અમર નામ આપ્યું અને કહ્યું. 'બાપુ મારુ નામ અમર હતું , હવે અમરબાઈ થઇ ગયું.' સંત દેવીદાસ મનમાં વિચારતા રહેતા, 'ખરી સ્ત્રી છે. જે ઉંમરમાં સોળે શણગાર સજી, સંસારના ઓવારણાં લેવાના હોય એ સમયે આ બાઈ, ભક્તિમાં રંગાઈ ગઈ ! જેવી અલખધણીની મરજી.'
અમર બાઈને મન થતું, જે કામ બાપુ કરે એ કામ હું કરું, પણ સંત દેવીદાસ, અમરબાઈની ઉમર જોતા 'ના' કહી દેતા. કારણ કે સંત બહારની દુનિયાથી ભલીભાતી જાણીતા હતા. પણ અમરબાઈ તો હરખમાં રંગાયેલા, અખંડ જ્યોતના પ્રકાશે ઉભરાયેલા, અલખધણીની ભક્તિમાં રંગાઈ ગયા હતા.
અમરબાઈ : 'બાપુ હવે તમારી ઉમર થઇ ગઈ સ. લાવો હું ઘરે ઘરે જઇ, અન્ન માંગી આવું. અને સંત સ્પષ્ટ 'ના' કહી દેતા. છતાં અમરબાઈએ દેવીદાસને મનાવી લીધા.અને ઝોલી લઇ ગામમાં જવા લાગ્યા. એક દિવસ બે દિવસ, એમ એક અઠવાડિયું અમરબાઈ, ગામમાં આવવા લાગ્યા. અને એક સાળદુલ નામનો જાગીરદાર, ગામના ચોરે બેસીને ડાયરો જમાવતો, અને કહુંબાનો કશ લેતો. એક દિવસ સાળદુલની નજર અમરબાઈ પર પડી, અને મોહી ગયો. એક દિવસ જવા દીધી બીજા દિવસ, ફરી તેની નજર અમરબાઈ પર પડી અને રાહમાં રોકીને કહ્યું,
શાળદુલ : 'અરે.... આ મોગરા સમ ખીલતું જોબન પર આવા ભેખ ના હોય બાઈ. આ સમય તો રાણી બની રાજ કરવાનું હોય.'
આ સાંભળી અમરબાઈ બોલ્યા, 'ભાઈ જેવી અલખ ધણીની મરજી. અને ત્યાંથી આગળ વધવા લાગ્યા. શાળદુલ એથી સંતોષ માને એવો ન હતો.
રોજ બરોજ, અમરબાઈનો પીછો કરતો અને વચ્ચે ઉભા રાખતો. એક દિવસ થયું એવું કે પરબમાં જમવા માટે સાધુ સંતો આવ્યા. પણ પરબમાં ખાવા માટે કશું હતું નહીં. અને સંત દેવીદાસ બીજા ગામ ગયા હતા. અમરબાઈ કીરાણાની દુકાને ઉધાર સીધુ માંગવા ગયા. પણ ત્યાં દુકાનદારે અમરબાઈનું કુવારું જોબન જોયને શરત મૂકી,
શેઠ : 'સિધુ આપું તો ખરા પણ એક રાત અમારા મોલે આવું પડે હો. બોલો શે મંજુર ?'
અમરબાઈ હસતા મુખે એટલું બોલ્યા, 'જેવી અલખ ધણીની મરજી. ભાઈ તમે સીધુ આપો. હું રાતે તમારા ઘરે આવી જાઈશ.' એવું કહીને અમરબાઈ કરિયાણું લઇને પરબ આવ્યા. અને સાધુ સંતોને જમાડી વિદાય આપી. રાત પડતા અમરબાઈને પેલા દુકાનદાર ને આપેલુ વચન યાદ આવ્યું અને હાલતા થયા. અને દુકાનદારના ઘરે પહોંચ્યાને કહ્યું.
અમરબાઈ : 'શેઠ હું મારુ વચન પાડવા આવી છું.' અને અંદરથી શેઠ બહાર આવ્યો અને અમરબાઈને અંદર લઇ ગયો. શેઠ હવસના આવેશમાં ભૂલી ગયો, કે અમરબાઈ, કોઈ આમ મહિલા ન હતી. અમરબાઈ કોઈ પણ જાતનો પ્રતિભાવ આપ્યા વગર સ્થિર ઉભા રહી ગયા. જેવો શેઠ અમરબાઈ તરફ આવ્યો અને એક આંતરિક પ્રકાશ થયો તુરંત શેઠને આખા શરીરે લકવા મારી ગયો.
શેઠને પોતાની ભૂલનો આભાસ થયો અને જેમ તેમ બે હાથ જોડી માફી માંગી અને અમરબાઈ 'જય અલખધણી'નો નાદ આપી ચાલ્યા ગયા.
બીજે દિવસે સાળદુલ જાગીદાર અમરબાઈને રોકીને તેના હાથમાં રહેલા મોગરાના ફુલની સુંગધ લેતા અમરબાઈને પ્રેમના વેણ સંભળાવવા લાગ્યો. અમરબાઈ આગળ અને સાળદુલ પાછળ. એમ પરબધામ સુધી આવી પહોંચ્યા. આ દ્રસ્ય જોય સંત દેવીદાસ સાળદુલ જાગીરદારને કહ્યું.
સંત : 'આવો ભાઈ પધારો.'
પણ સાળદુલ તો અમરબાઈમાં મોહિત હતો, એણે સંતની વાતમાં ધ્યાન ન આપ્યું. જયારે એ ભ્રમમાંથી બહાર આવ્યોને તરત ત્યાંથી ભાગી છૂટ્યો.
સંત તેને ભાગતા જોઈને હસવા લાગ્યા. 'જય અલખ ધણી, જય અલખ ધણી.' બોલવા લાગ્યા. આ જોઈ અમરબાઈએ કહ્યું.
અમરબાઈ : 'શું થયું બાપુ ? કેમ એકલા એકલા હસો છો ?
ત્યારે સંત બોલ્યા, 'કઈ નહીં દીકરા, આતો જયારે ભ્રમ છૂટે તેદી ખબર પડે કે શરીરની શું કિંમત છે !
રગત પીત્યાની સેવા કરતા કરતા દેવીદાસની ઉંમર ક્યારે વધી ગઈ કઈ ખબર ના પડી. સંતનું શરીર પણ હવે પહેલા જેવું સ્થિર ના હતું. હવે વધુ પડતું બધું કામ અમરબાઈ પર આવતું. ફરી એકવાર સંત દેવીદાસને બહાર ગામ જવાનું થયું. નવાગામ અખલ ધણીની ધૂણી ધખાવવાની હતી.
આ વખતે સાળદુલને પૂરો મોકો હતો અમરબાઈને એકલામાં મળવાનો. રાત્રીનો સમય અમરબાઈ પરબ ધામે એકલા હતા. રોગથી પીડાયેલા લોકો ભર નીંદરમાં ઘેરાયેલા હતા. સાળદુલ મોકો જોયને અમરબાઈના ઓરડામાં ઘુસી ગયો, અને અમરબાઈએ તેની સામે જોતા કહ્યું.
અમરબાઈ : 'આવો ભાઈ, કેમ અડધી રાતે આવું પડ્યું ?'
અમરબાઈના શાંત સ્વભાવ પર સાળદુલ કોઈ પ્રતિક્રિયા નહતો આપતો. એને તો બસ પોતાની હવસ જ દેખાતી અને એ એને બુજાવવા માંગતો હતો. અમરબાઈ તેની સામે જોઈ હસતા મુખે બોલ્યા.
અમરબાઈ : 'અરે ભાઈ ,તમને આ દેહ જોઈએ છે ? શું કરશો આ દેહ થી ? આતો એક દન રાખ જ થવાનો છે, એમાં શું અભરખા હોય.' પણ સાળદુલ તો અમરબાઈની વાતથી અજાણ જ હતો. તેથી અમરબાઈ સાળદુલની આંખ ઉઘડવા માટે સુંદર કોમળ અને ગુલાબ સમ દેહને પળવાર માં હાડ પિંજરમાં બદલી નાખ્યું અને સાળદુલ એ જોઈના શક્યો.
અમરબાઈ એ કહ્યું 'લ્યો ભાઈ,તમારા મન ને શાંત કરી લ્યો.'
સાળદુલ જાગીરદાર અમરબાઈ ના પગ માં પડી ગયો અને કહ્યું.
શાળદુલ : 'મને માફ કરો સતી, મને માફ કરો હું વાસનાની લાલસામાં વસમીભૂત થઇ ગયો હતો. મને માફ કરી દયો.' અને અમરબાઈ પોતાના અસલી રૂપમાં આવી ગયા અને સાળદુલ ભગતને કહ્યું, 'ઉઠો ભાઈ, ભૂલ તો માણહથી થાય. તમે પશ્ચાતાપ કર્યો તમારા પાપ ધોવાઈ ગયા.'
અમરબાઈના ઓરડા માંથી સાળદુલ બહાર આવ્યો આ નજારો ગામવાળા જોઈ ગયા અને અમરબાઈ પર શબ્દોના બાણ મારવા લાગ્યા અને સાળદુલ જાગીરદાર ગામના લોકોને સમજાવવા લાગ્યા, કે સતીમાં કોઈ ખોટ નથી એ પવિત્ર છે શુદ્ધ છે. પાપી તો હું હતો જેનું મેં પ્રશ્ચાતાપ કરવાનું વિચારી લીધું છે.'
એટલામાં સંત દેવીદાસ પરબ ધામ આવી ગયા, અને નજારો જોતા અમરબાઈ ને કહ્યું.
સંત : 'અમરબાઈ આ શું છે ?' અને વળતા જવાબ માં અમરબાઈ એ કહ્યું.
અમરબાઈ : 'કાઈ નહીં બાપુ. અલખધણી એ આજ કોઈની આંખ ખોલી છે.'
અમરબાઈ અને દેવીદાસ ની વાતો સાંભળી સાળદુલ જાગીરદાર, હવે સાળદુલ,ભગત બનવા તૈયાર,હતો. અને સંત દેવીદાસના ચરણોમાં પડી ને કહ્યું 'બાપુ મને તમરા ચરણોમાં લઇ લો.' સંત દેવીદાસએ સાળદુલને ગળે લગાવતા કહ્યું, 'ઉઠો ભગત, હું કોણ ચરણોમાં લેવાવાળો,રાખનાર તો મારો રામ અલખધણી છે.' અમરબાઈ પછી સાળદુલ ભગતને જોગ ધરતા જોઈ સંત દેવીદાસ વિશ્રામ અનુભવતા હતા. અને હવે સમાધિ લેવાનો નિર્ણય લઇ લીધો હતો. સમાધિ લેવાનો સમય અને જગ્યા સંત દેવીદાસે નક્કી કરી લીધી હતી.
એક વખત અમરબાઈ પરબધામમાં ન હતા એમણે બીજા ગામ ભજનમાં જવાનું આમંત્રણ હતું, એટલે ત્યાં ગયા હતા. અને પાછા વળતા પરબ ધામે જોયુ તો કોઈ હતું નહિ. એના મન થયું જરૂર બધા ક્યાંક ગયા હશે. એમ સમજી વડલા નીચે બેસી ભજન ગાવવા લાગ્યા અને પેલી બાજુ સંત દેવીદાસને સમાધિ લેવાનો સમય આવી ગયો હતો. સાધુસંતો ગામના લોકો સાળદુલ ભગત, બધા સમાધિ ગાળતા હતા. અને આ બાજુ સતી અમરબાઈ ભજનમાં લિન હતા. સંત દેવીદાસની સમાધિ ગડાય જતા સંત અલખ નિરંજનના નાદ સાથે સમાધિમાં બેસી ગયા. ત્યાં રહેલા બધા એ સંત દેવીદાસની સમાધિ પર ફુલ માટીની ચાદર ચઢાવવા લાગ્યા. ત્યાં હાજર બધા લોકોને માટીની અંજલિ લીધી પણ સમાધિ અધૂરી રહી ગઈ. ત્યાં હાજર બધા આશ્ચર્યમાં હતા. 'સમાધિ પુરી કેમ નથ થાતી ?' ત્યારે ત્યાં એક જ્ઞાની સાધુ એ કહ્યું. 'બાપુ ને હજુ એક મુઠી માટીની ખોટ છે, જેની કમી રહી ગઈ છે.' ત્યારે સાળદુલ ભગતે કહ્યું. 'જરૂર અમરમાની કમી વર્તાય છે.' અને કોઈ સંત ને પરબ ધામે અમરબાઈને બોલાવી લાવવા કહ્યું. પણ એ સાધુ પરબ ધામે આવ્યોતો સતી અમરબાઈને ભજન માં લિન જોઈને પાછો વળી ગયો. અને સમાધિની જગ્યા એ આવીને સાળદુલ ભગતને વાત કરી. સાળદુલ ભગત આખી મંડળી સાથે પરબ ધામે આવ્યા,અને અમરબાઈને અરજ કરીને કહ્યું.
શાળદુલ : 'સતી અમરબાઈ ભજનમાંથી જાગો અને બાપુની સમાધિ પર એક મુઠી અંજલિ આપો, તો સમાધિ પૂર્ણ થાય.' શાળદુલ ભગતના બે શબ્દોના તારથી તરત'જ અમરબાઈનો દેહ પરિવર્તિત થઇ ગયો. શાળદુલ ભગત બે હાથ જોડી અમરબાઈની ભક્તિ ની પ્રશંશા કરી અને એ માટી સંત દેવીદાસની સમાધિ પર રોપવામાં આવી અને સમાધિ પૂર્ણ થઇ ગઈ.
"રૂપ રૂપિયો અને રજવાડું, આજ છે અને કાલ જતું રહેશે.
છે તો બસ વિશ્વાસ, પ્રેમ અને લાગણી,અમર."
