Dinesh Parmar "pratik"

Drama

3  

Dinesh Parmar "pratik"

Drama

રામલો-રૂમી

રામલો-રૂમી

5 mins
590


   રામલો મારો ડાહ્યો'ને પાટલે બેસી નાહ્યો,

પાટલું ગયું ખસી મારો રામલો આવ્યો હસી..


અરે રામલાની માઁ હવે એને નવડાવી લીધો હોય તો મને ખાવાનું દે મારે શેઢે જવાનું સ. એ....આવી. ..આ તારા બાપુ ઘણા ઉતાવળા જયારે જુવો ત્યારે બસ શેતર શેતર ને શેતર..જરાઈ ધર્પત ના હોય એમને. હાલ મારા લાલા હવે તને ઘોડિયે પોંઢાળું ને તારા બાપુને ખાવાનું આપું.


   હુ સ તે બરાડા પાડો સો આટલા કાઈ નાહી જવાની હતી હું. અરે પણ મારા પેટમાં બલાળા બોલે સે ને તને ખીજ ચઢે સે. હાલ હવે ખાવાનું કાઢ મને ખાવું સે. આ બેય માઁ દીકરાને મારી કઈ પડી જ નથી બેય ભેગા થઇ આ ભોળા પરેવડાને ભૂખ્યો જ રાખશે.


  જીવાભાઈ ની વાત સાંભળી શાંતાબેન બોલ્યા...સુ કહ્યું....? શાતાએ આંખ બતાવતા જીવાજી બોલ્યા કાઈ નઈ કાઈ નઈ...તને કાઈ કેવાય મારા થી? હળવે મલકાતાં શાંતા બોલી હા એમ કયો પણ સાના. હા તે ના જ કેવાય ને મારા ગુરુ ગામ ગયા સ તે તને કંઈ કવ. 


કાઠીયાવાડ અને ઝાલાવાડની મધ્યમાં આવેલું નાનું એવું રતનપરા ગામમાં. ત્રણ જણનું નાનું કુટુંબ, સુખી કુટુંબ જેવું જીવન પસાર કરે છે,ના કોઈ દેવું ના માંગવું મહેનત કરી પેટ પાળવું. હસતા ગાતા જીવભાઈનું પરિવાર શાંતાબેન થોડા મોજીલા સ્વભાવના ગામ આખામાં વાહ વાયુ થાય. 


  શાંતુ હું સુ કવ સુ કે આ વખત વરસાદ બૌ આવે એવું લાગતું નથ. જીવાજી જમતા જમતા કહ્યું. હા એની ચિંતા કરવા જેવી છે થોડી ઘણી આ બાપલો ક્યારે પધારે તે પાક કરીએ શાંતુના મો પર થોડી ઉદાસી છવાઈ ગઈ.


એય શાંતુડી ક્યાં ખોવાઈ ગઈ.?? ક્યાંય નઈ વિચારું સુ કે પાકમાં સુ વાવસું શાંતુના શબ્દથી જીવજી બોલ્યા, જે વાવણી કરીએ સે તે કરશુ. આ ખારી માટીમાં કઈ ફળતો ઉગે નઈ તે વાવીએ જીરું કે કપાસ છે ને આપણે એ કરશું. હા પણ એમાંય ક્યાં બૌ કમાણી આવે સે હમણાંથી શાંતુને બોલતા ફરી ચહેરે કચાસ આવી ગઈ. તું ચિંતા કૈરમાં ને મને હખે ખાવા દે તું તારે રામલાને હમભાળ હું બધું હમભાળી લઈશ બરાબર.? જીવાજી આટલું કહી ને કહ્યું હાલ હવે હું શેતરે જાવ સુ દન આથમતા આવી જઈશ.


   રામલો હૂતો સે ત્યાં લગી ઘરનું કામ થોડું પતાવી દઉં નહિતર બાપ જેવો બેટો રડવા લાગશે તો કામય નઈ કરવા દે. શાંતુ ઘર કામ કરવા લાગી ગામડા ગામમાં લોક ગીત પ્રખ્યાત હોય એવા ગાણા મનમાં ગંગણાવતાં શાંતુ કામ કરે ત્યાં રામલનો રડવાનો સમય થઇ ગયો.


   દોઢ વર્ષનો રામલો હજુ ચાલવા નથી શીખ્યો ને ધોડિયા ટેવ ભુલ્યો નથી. માઁ નું ધાવણ તો ગામડામાં કોઈ બંધારણ ના હોય 6 મહિનામાં છૂટી જાય તો ઠીક નહિતર 3 વર્ષ લગી માઁ નું ધાવણ ધાવી ને સંતોષ પાડે એવા દીકરા હોય છે. 


  રામલો રડ્યો ને શાંતુ બોલી, જો ચાલુ કર્યું મારા બેટા એ આને ઘડીક એ જપ નઈ વધારે ઊંઘતા સુ થાય તને મારુ કામ થઇ જાય તો તને રમાડી હગુ ને. રામલો સામું જોઈ રહે છે શાંતુ લાડ કરતા વઢતી જાય છે.  


સુખ સાહિબીમાં દિવસો જતા વારનો લાગે, સુખી ગામમાં ગણે ગાઠીયા ઘર ગામના સીમાળે ડેમ ડેમમાં પાણી નમરે. વરસાદનો સમય આવયો એક મહિનો કોરો ગયો બીજા મહિને શ્રાવણ શરૂ થતા વરસાદ વરસાવ લાગ્યો ગામામા હર્ષો ઉલ્લાસ ભર્યો વાતાવરણ આવી ગયું. 


પણ કહેવાય છે ને કર્મે લખાઈ ઠોકરો તો કંણ પણ ખૂંચી જાય, ધોધમાર વરસાદ વરસી રહ્યો સતત ત્રણ દિવસ એક ધારો ગામની ડેમ ભરાઈ ગઈ દૂર દૂર ઘણો વરસાદ થઇ રહ્યો બધું પાણી ડેમમાં છોડાયું ડેમના પૂર આસમાને પહોંચતા રતનપરા ગામ તરફ પાણી વાળ્યું ગામ આખું હલબલી ગયું.


જીવાજી ડોટ મેલી ઘરે આવ્યા.

શાંતુ શાંતુ એ શાંતુ ...સીમાળે ડેમ ફાટી સ ને પાણી બધું ગામ બાજુ વળ્યું સ હાલ જલ્દી રામલા ને લઇ હાલી નીકળીએ પાણી રોકાઈ એમ નથી ગામ આખું તણાઈ જવાનું સ, હાલ હાલ જટ કર..જીવાજી ધબકાર ચુકી જાય એવી સ્થિતિ માં હતા. અરે પણ આમ કેમ નીકળી જાય રામલાના બાપુ આ ઘરમાં બધું મૂકી ને શાંતુ ઘબરાતાં એક શ્વાસે બોલી, અરે પણ જીવ રહ્યો તો પાસું કમાઈ લેસુ તું હાલતી પકડ પેલા કોક ગામના ઘણી આપણા ને આસરો દેશે તો મજૂરી કરી પેટ ભરી લેસુ.


ગામ આખું હાહાકાર મચાવી રહ્યું હતું સાથે હવામાન પણ ઘણું ભયંકર હતું કામના વાસી અહીં થી ત્યાં ત્યાંથી અહીં ડોટ મેલી રહ્યા હતા ઘણા દોડયા પડી ગયા એની માથે સહુ પગ મેલી મેલી આગળ વધી રહ્યા કાળ સમો ગોઝારો દિવસ ભાન ભુલાવી દે એવો કોઈ કોઈને જોવે નહીં બસ જીવ બચાવવા દોડ્યા કરે ઘણા લોક ભીડ માં કચડાઈ ગયા નાના મોટા એમજ મૃત્યુ પામ્યા પાણી ગામમાં આવી ચઢ્યું.


  વિધિના લેખ ને કોઈ મેખના મારી શકે એમ, જીવાજી એનું પરિવાર લઈને પ્રયાણ કર્યું છતાં પૂરના જપેટ માં આવી ગયા અને પાણી ત્રણેય ને ખેંચી ગયું ત્રણ જીવ વિખુટા પડી ગયા. શાંતુ અને જીવાજી મળી ગયા પણ એમનો દીકરો રામલો તણાઈ ગયો. 


રામલાની માઁ શાંતુ જાણે હમણાં પ્રાણ ત્યાગશે એવી સ્થિતિ ઘડાઈ ગઈ હતી જીવાજી પણ શાંતુને સંભાળી શકે એમ નહોતા. ત્રણ કલાક બાદ રતનપરા થી દૂર બંને ભેગા મળી બેઠા હતા. વાતાવરણ થોડું હળવું થયું હતું પાણી પણ તેની મર્યાદામાં આવી ગયું હતું.  


  એય શાંતુ એય જીવાજી રડતા રડતા શાંતુને સમજાવી રહ્યા હતા. એય શાંતુ બસ કર ગાંડી જે ભગવાને ધાર્યું હસે એ થયું સ. ક્યાંક આપણા કર્મમાં દીકરાનું સુખ અબ ઘડી લગી નુજ હતું શાંતુ રડ નહીં તું તૂટી જઈશ તો મારુ હુ થાહે. હું ક્યાં જઈશ કોને કહીશ મારુ દુઃખ.


જીવાજી ને રડતા શાંતુને લાગી આવ્યું એણે થોડી હળવાસ લીધી ને જીવાજી ને આશ્વાસન આપ્યું ને રડતા છાના રાખ્યા..


હે...ભગવાન તે આ સુ માંડ્યું હતું પાંચ વરહે ખોળો પાથર્યો એય તે પાસો લઇ લીધો ખૂંદનાર તને જરાઈ દયા નો આવી અમારા પર.


 થોડા સમય બાદ વિદેશથી ફરવા આવેલું કપલ એક નદીના ઘાટ પર બેઠું હતું અને પ્રેમના આલિંગનમા મસ્ત મજા માણી રહ્યા હતા એવામાં તેમને રડતા બાળકનો અવાજ સંભાળ્યો અને પ્રેમ ભંગ કરી ઉભા થઇ ગયા. ચારે બાજુ ફરી જોયું તો કશું દેખાઈ નહીં પણ રડતા બાળકનો અવાજ સંભળાઈ છે.  


વળતા નદીમાં જોવે છે તો ત્યાં કશુંક વહેતુ આવે નજરે ચડે છે એ વ્યક્તિ નદીમાં ડૂબકી લગાવે છે અને એ વહેતા લાકડાને પકડે છે ત્યાં તેને એક નહીં ત્રણ બાળકો જોવા મળે છે. બે તો બિચારા ભગવાને લઇ લીધા એક જીવતું બાળક આ વ્યક્તિ લઈને બાર આવે છે. તેની પત્ની જોવે છે અને કહે છે.


હેય વૉટ ઇઝ ધીસ? M'c. આ શુ ત્રણ ત્રણ બાળકો ક્યાંથી મળ્યા ? આઈ ડોન્ટ નૉ શીલું. પણ આમાં એક જીવે છે ને બે ડેડ છે. વોટ?? M'c આ પુલિસ ને શોપી દઈએ આપણે ફસાઈ જશું શિલું બોલી. M'c રિલેક્ષ શિલું કશું નઈ થાય. આપણે સેફ છીએ બટ આઈ હેવ અ થોટ ઇન અ માઈન્ડ. શિલું વોટ થોટ??


M'c એ કહ્યું કેન વી હેવ અડોપ્ટ ધ ચાઈલ્ડ? આપણે આ બાળક ને ગોદ લઇ લઈએ.. શું કહેવું તારું????


ક્રમશઃ



Rate this content
Log in

Similar gujarati story from Drama