Dinesh Parmar "pratik"

Drama

3  

Dinesh Parmar "pratik"

Drama

રામલો રૂમી ભાગ 2

રામલો રૂમી ભાગ 2

7 mins
387


(મિત્રો પહેલા ભાગમાં વાંચ્યું કે જીવાજી અને શાંતાબેનનું સુખી પરિવાર ડેમ તૂટવાથી વિખાઈ જાય છે અને વિદેશી કપલને એક બાળક મળે છે હવે આગળ)


   શિલ્લુ શું વિચારે છે? M'c એ કહ્યું..!! નથિંગ .! નીચું મો રાખી શિલ્લુ બોલી. અરે પણ કશું નહીં થાય ડિયર ઈટ્સ અ ગોડ ગિફ્ટ, વી આર નોટ અ કરપ્ટ. M'c ના સંવાદથી શિલું અસમંજસમાં મુકાયેલી હતી,તેનું મન નહતું માનતું કે આમ કોઈનું બાળક લઇ લેવું.

    શીલું લુક એટ મી !! જો આપણને આજ સુધી સંતાન નથી થયું ,આપણે પણ સંતાન પ્રાપ્તિ કરી શકતા નથી. તો આ એક કુદરતી ભેટ મળી છે, તો તેનો સ્વીકાર કરી લઈએ તો શું પ્રૉબ્લેમ છે? M'c થોડો આનંદમાં હતો એટલે ઉત્સાહથી શિલુને મનાવતો હતો. જો તું હા પાડે તો આપણે લીગલી આને એડોપ્ટ કરીશું બસ.

M'c ની ઘણી કોશિશ બાદ આખરે શીલા માની ગઈ.

ઓકે આઇ એગ્રી વિથ યું, બટ લીગલી !! શિલુના કહ્યા પ્રમાણે M'c રાજી થયો અને બન્ને નજીકના પોલીસ સ્ટેશન ગયા,ત્યાં વાત કરી અને જગ્યા પણ બતાવી. ત્યારે પોલીસે આગળની કાર્યવાહી કરી, તપાસ કરતા જાણ થઇ કે, દૂર ગામમાં ડેમ તૂટવાથી એક ગામ તણાઈ ગયું છે, હજારો માણસો મૃત્યુ પામ્યા છે. કોઈ શાંક્ષી કે બાળકના સંબંધી મળે એમ નથી,તો આ બાળક આ વિદેશી ને શોપવું કે નહીં, તેના માટે આગળની કાર્યવાહી માટે હાઈ કોર્ટમાં મોકલ્યા,ત્યાં બધું જાણ કરતા બને વિદેશીને એક મહિનો અહીં જ રહેવાનું કહ્યું ,જો તે દરમિયાન આ બાળકના માતા પિતા કે સંબંધી ના મળે ,તો આ બાળક વિદેશી ને લેવા કરવાની પરવાનગી આપશે.

     વન મન્થ વી આર હિયર? શિલું એ ગભરાહટ માં M'c ને કહ્યું. !!!યસ ડિયર ઇટ્સ અ કોર્ટ પ્રિપેરેશન, આપણા હાથમાં નથી. લીગલી તો આવુજ થવાનું ,આ દેશનું બાળક બીજા દેશમા થોડી કઈ લઇ જવા દે ,લેખિત માં બધું થશે ..ડોન્ટ વરી આઇ'લ મેનેજ !! M'c એ શિલુને આશ્વાસન આપ્યું અને એક મહિના બાદ કાર્યવાહી પૂર્ણ થઇ અને બાળક આ વિદેશી ને શોપી દીધું.

M'c અને શિલું કેનેડા જવા રવાના થયા,કેનેડા પહોંચ્યા ત્યાં તેમની આગતા સ્વાગતા થઇ ,એક પોતાના જ બાળકનું જેમ સ્વાગત કરવામાં આવે છે એમ સ્વાગત થયું આ બાળકનું. બધાનું મન ખુશ ખુશાલ હતું ,વર્ષો બાદ કોઈ બાળક ઘરમાં આવ્યું હતું.

  M'c ઇટ્સ કમિંગ હોમ,...માઁ બાપુજી અમે આવી ગયા. M'c ખુદ ગુજરાતી એનઆરઆઈ હતો, એટલે તે ગુજરાત ફરવા આવ્યો હતો ,અને જોગાનું જોગ તેને પિતા બનવાનું વરદાન પણ મળી ગયું. શિલું કેનેડિયન જ હતી ,ત્યાં M'c (મોહન)અને શિલુંની મુલાકાત થઇ હતી, સાથે જોબ કરતા હતા એવામાં બન્નેના મન લાગી ગયા, અને મેરેજ કરી લીધા. શિલાના કહેવા પ્રમાણે M'c એ તેના માઁ બાપને પણ કેનેડામાં બોલાવી લીધા હતા. હવે એ ચાર અને પાંચમું સંતાન,સાથે રહી જીવન રંગમાં હસતા રમતા કિલોર કરે છે.


  ઈશ્વર જ્યારે સુખ આપે છે ત્યારે એક શામટુ આપી દે છે. M'c ના માઁ બાપ આ બાળક આવાથી ખુશ હતા,એ જોઈ mc અને શીલા પણ ખુશ હતા.M'c એક્વાત કહું?શીલાએ કહ્યું. !!હા બોલને !!M'c શીલા સામે જોઈ બોલ્યો.


મને મનમાં એક વિચાર આવ્યો છે, શીલા બોલી. Mc શું વિચાર કર્યો પાછો શિલું તે? એજ કે આ મોટો થશે અને બાળપણ ની વાતો પૂછશે , તો આપણે શું જવાબ આપશું. શિલાના બહુ દૂરના વિચારથી M'c હસી પડ્યો. હાહા વોટ અ જોક શિલું. M'c ની હસીથી શિલું તેની સામે આડકત્રી નજરથી જોવે છે. જોક? M'c તને જોક લાગે છે મારી વાત? કોણી મારતા શિલું બોલી.

અરે યાર જોક નથી તો શું છે,આ હજુ ચાલવા જેવો નથી થયો અને તું એના જુવાનીના વિચારો સુધી પહોંચી ગઈ હદ છે યાર, ઇટ્સ ઇઝી. જો શિલું જેવું જીવન તું એને આપવાની છે,એ બધું કહી દેવાનું એમાં શું. M'c સામે જોઈ શિલું બોલી,અને પેલું લેક? જ્યાંથી આ મળ્યો છે. M'c શિલુના ગાલ પર હાથ રાખી બોલ્યો,તું ભૂલી જા એ વાત, બાકી બધું નોર્મલ થઇ જશે ઓકે!!! મીઠી સ્માઈલ આપી M'c બોલ્યો.


શિલું અને M'c વાતો કરતા હતા ,એવામાં પાછળથી M'c ની માઁ નો અવાજ આવ્યો. અરરે મોહન...બેટા આના ઘરે પધાર્યાનો ઉત્સવતો મનાવો પડશે ને?.. માઁ ની વાત સાંભળી M'c ત્યાં દોડી ગયો.

હા..હા..કેમ નહીં મમ્મી ,બૌ મોટો ઉત્સવ(પાર્ટી) મનાવશું. અને હા આને નામ પણ તો આપવું પડશે ને..M'c ની વાતથી બધા હસવા લાગ્યા..હાહા એતો વિચાર્યું જ નથી...હાહા આને ઘરમાં આવતો જોઈ ભૂલી જ જવાયું ખુશીની લહેરોમાં નામ રાખવું.

M'c.. M'c!! અહીં આવ. શિલુએ એક્ટશ થઇ ઉતાવળા શબ્દે M'c ને બોલાવ્યો..જો M'c નો પાર્ટી નો ઇન્વીટેશન. આપણે જાતે જ નામ રાખી દેશું. શિલુના જવાબથી M'c પણ રાજી થયો,ઓકે ઇઝ યું વિશ શિલું.


બે દિવસ પછી નામકરણની તૈયારીઓ કરી, બે ચાર અંગત મિત્રો આવ્યા અને બધા હર્ષો ઉલ્લાસ સાથે નામ સઝેશ કરવા લાગ્યા.

  રાહુલ......પાછળથી M'c ના પિતાનો અવાજ આવ્યો. રાહુલ નામ સરસ લાગશે,M'c ના પિતા બોલ્યા. અને બધા એમને જોઈ હસી પડ્યા..હાહા ઇટ્સ એન ઇન્ડિયન ઓલ્ડ નેમ...રાહુલ...!!..M'c એના પિતાના સઝેશનથી ખુશ થયો. ચલો રાહુલ નામ રાખીએ..હા શિલું પણ તેની હા માં હામી ભરી..બધા રાહુલને રમાડતા રહ્યા, વિદેશી લહેજામાં જીવન વિતાવનાર બધા રાહુલને રૂમી બોલાવા લાગ્યા. ..

આજનો દિવસ કેટલો મસ્ત વિતીયો નહીં M'c?? શીલા આજના દિવસને યાદગાર બનાવી દિલમાં ઉતારી દીધો. હા શિલું યાદગાર તો રહ્યો,, ના કોઈ સવાલ, ના લોક વાતોનો ડર.M'c બેડ પર સુતા સુતા રાહતનો શ્વાસ લઇ રહ્યો હતો,શીલા તેના હૃદયના ભાગમાં માથું રાખી સુઈ ગઈ...

લ્યો મેડમ ઇઝ સ્લીપિંગ, ચલો હું પણ સુઈ જાવ M'c હસતા બોલીને સુઈ ગયો. સવાર પડી ઉઠતા વેંત રૂમી રડવા લાગ્યો....શિલું જાગી ગઈ અને રૂમી ને ગોદમાં લીધો. વૉટ હેપન્ડ માય બોય??શિલું બોલી.

શિલું રૂમી માટે દૂધ ગરમ કરી લાવી,રૂમી એ બોતલ નું દૂધ સહેજ ભાવે નકારી દીધું.. શિલું ચિંતા જતાવવા લાગી,અને m'c સામે જોઈ.. M'c.... M'c બે વાર શિલું એ M'c ને અવાજ લગાવ્યો ઊઠાડવાની કોશિશ કરી. M'c થાકને કારણે ઘેરી ઊંઘમાં સૂતો રહ્યો..શિલુએ રૂમી ને પોતાની છાતીએ લગાવી હરખભેર સ્તનપાન કરાવવા લાગી..રૂમી આરામથી સ્તનપાન કરતો રહ્યો..શીલાને એકદમ અલગ આંનદનો આભાસ થયો, જેમ એક માઁ ને દીકરા પ્રત્યે થતો હોય સ્તનપાન કરાવતી વખતે.બસ એમજ.

M'c એ ઉઠીને દ્રશ્ય જોયું અને મનોમન વાર્તા વિમશ કરવા લાગ્યો,,આઈ એમ પ્રાઉડ ઓફ યું શિલું.. શીલા પણ આંખ ખોલી M'c સામે જોયું...એય શું જોવો છો??શીલા હસી પડી..નથિંગ.. M'c એ કહ્યું...

જે અરમાનો શીલા અને M'c એ હૃદયમાં ઘડયાં હતા વર્ષો સુધી એ આજ પુરા થયાનો આભાસ બન્ને ને એક સાથે થયો...વિદેશી જીવન જીવવા છતાં પણ M'c પોતાની સંસ્કૃતિ નહોતો ભુલ્યો, અને શીલા પણ વિદેશી હોવા છતાં M'c ના રંગમાં રંગાઈ ગઈ હતી.


સમય વિતીયો રૂમી ભણવા લાયક થયો,તેને શાળામાં મુકવાની ઈચ્છા શીલા અને M'c ને હતી..પણ તેના જન્મનું પ્રમાણપત્ર ખુબ જરૂરી હતું,જે એમની પાસે નહતું..કોઈ સેટલમેન્ટ થાય તો કદાચ જન્મનું પ્રમાણપત્ર નીકળી જાય.

M'c એ કોશિશ કરી અંતે બર્થ સર્ટિફિકેટ હાંસિલ કર્યું,અને રૂમી ને શાળામાં એડમિશન કરાવ્યું..

રૂમી....વેર આર યું???શિલું એ બુમ પાડી.. સ્કૂલ જવાનો સમય થઇ ગયો'ને આ ભાઈ ગાર્ડનમાં ધીંગામસ્તી કરે છે ,,!શિલું રૂમી ને ગાર્ડન માંથી ઉઠાવી લાવીને બાથરૂમમાં લઇ ગઈ તૈયાર કરી નાસ્તો કરાવી સ્કૂલ મોકલ્યો..

રૂમી સ્કૂલ ગયો ઘરમાં શિલું અને માતા પિતા M'c ઓફિસમાં,જે સુખના ઓરતા પરિવારમાં હતા એ હવે રાહત પળે મળવા લાગ્યા હતા.

મમ્મી...આ સમય પણ કેવો છે નહિ,!એક દિવસ સૌની ગોદમાં બેસીને રમતો રૂમી આજ શાળા સુધી પહોંચી ગયો. શિલું એક્ટસથી બોલતી રહી...M'c ની મમ્મી તેની સામે જોતા રહ્યા...બસ કર શિલું હવે કેટલુંક બોલીશ..હવે તો એ મોટો થયો હવે એને બાહરની દુનિયા પણ જોવા દે ..શિલું મમ્મી સામે જોય ને હસતા શરમથી ઝુકી ગઈ...અને રસોડામાં પહોંચી કામ કરવા લાગી.


શિલું રસોડામાં કામ કરતી હતી M'c ના માઁ બાપુજી ટીવી જોતા હતા ,અને બરાબર 3,45 મિનિટે એક કોલ આવ્યો..શિલું કોલ રિસીવ કરવા ગઈ..સામે થી અવાજ આવ્યો હેલો થઇ ઇઝ મિસ્ટર મોહન પટેલ હોમ નમ્બર??શિલું ચિંતા જનક સ્વરમાં બોલી યસ આઈ એમ મિસિસ પટેલ, હુ આર યું?


મેમ હું તમારા બાળકની સ્કૂલ બસનો માણસ છુ,અમારી બસનો એક્સીડેન્ટ થયો છે અને ઘણા બાળકોને ઇજજા થઇ છે એમને નજીકના સિટી હોસ્પિટલમાં લાવ્યા છીએ..એટલું સાંભળતા શિલું હોસ્પિટલ પહોંચી જોગાનું જોગ રૂમી ને માથે ઇજજા થઇ હતી, અને લોહીની જરૂરત હતી..M'c પણ હોસ્પિટલ દોડી આવ્યો.


   શિલું M'c ને જોઈ પોતાના આંસુ રોકી નહતી શકતી.. વોટ ઇઝ ધીઝ શિલું?? શું થયું બોલતો ખરી...શિલું કઈ બોલી શકે એમ નહતી M'c એ ડૉ.. ને પૂછ્યું...ડૉ.. મને મારા દીકરાને મળવા દેશો???સોરી Mr.. હાલ નહીં મળી શકો...સૌથી પહેલા તમારે બ્લડ નો ઇન્તેજામ કરવો પડશે, તમે લોકો બ્લડ આપો તો તમારો દીકરો કદાચ બચી શકે..

M'c એક શ્વાસમાં બોલી ગયો , મારુ લોહી લઇલો પણ મારા બાળકને બચાવો...pls ડૉ...!! ઠીક છે તમે બ્લડ ટેસ્ટ કરાવો,,મેચ થાય તો આપી દો...M'c રૂમમાં ગયો પાછળ શિલું પણ ગઈ,,બન્ને પોત પોતાનું બ્લડ ટેસ્ટમા ગયા.


કહેવાય છે કે પોતાનું જ લોહી પોતાના પરિવારને મેચ થતું હોય છે,અને શિલુએ રૂમી ને એક સગી માઁ જેમ સ્તનપાન કરાવ્યું છે. તો શું બન્નેમાંથી કોઈ પણ નું લોહી રુમ્મી સાથે મેચ થશે ખરું? જાણવા માટે રાહ જોતા રહો આવતા અંકમાં.



Rate this content
Log in

Similar gujarati story from Drama