Dinesh Parmar "pratik"

Drama Thriller

3  

Dinesh Parmar "pratik"

Drama Thriller

બે જીવોનો આવાગમન

બે જીવોનો આવાગમન

8 mins
8.0K


(એક દુહો - એક વાર્તા) સત્યઘટનાનો પ્રસંગ

દુહો:

ધન્ય છે તુજ જનેતા ને....

ધન્ય છે તારી કુંખ ને..

ત્યજી દીધો જીવ સુખ તણો,

જન્મ આપવા સંતાન ને...

જોયું ના તમ મુખ બાળ નું..

ને જમ ના તેડા આવ્યા...

મેલી માયા તમ જગ તણી.

કેમ સ્વર્ગે સિધાર્યાં,.....?

એક સમય ની વાત છે. અમદાવાદ શહેરની પોળમાં રહેતી, ભાનુ નામે એક ૩૫ વર્ષિય મહિલા. સ્વભાવે નિર્મળ, મધુર બોલી, પતિ અને ત્રણ દિકરીઓ સાથે સાસુ સસરા અને તેના પિયરયાઓનો પ્રેમ જાણે ભાનુ નશીબમાં લખાવીને આવી હતી. ખુબ હસમુખો સ્વભાવ ધરાવતી સ્ત્રી, તેના પરિવાર સાથે ખુબ ખુશ રહેતી. પણ ભાનુને એક ચિંતા ખુબ સતાવતી, ભાનુ ને ત્રણ પરી જેવી દીકરી હોવા છતાં પણ તેને એક દીકરા ના ઓરતા હતા. ભાનુ વારંવાર તેના પતિ દિનેશને કહેતી.

આપણે એક દીકરો હોય તો કેટલું સારું. દિનેશ પણ તેને આશ્વાસન આપતા કહેતો. ભાનુ આપણે ત્રણ દીકરી છે એ કંઈ દીકરાથી ઓછી થોડી છે. છતાંય ભાનુનું મન નહતું માનતું, તેને થતું ત્રણ બહેનો વચ્ચે એક ભાઈ હોય તો કેટલો સહારો રહે મારી દિકરીઓને. ક્યાંય હાથ લાંબો કરવાની વેળા ના આવે. ભાનુના સાસુ ખુબ પ્રેમાળ સ્વભાવના ભાનુ ને સમજાવતા.

બેટા ભાનુ તું ચિંતા ના કર અને માતાજી પર શ્રદ્ધા રાખ, સૌ સારવાના થશે.

ભાનુ પણ શ્રદ્ધા રાખનારી સ્ત્રી

હતી. માતાજીનાં રોજ બે વખત પૂજા પાઠ કરે માતાજી ને અરજ કરે.

હે માઁ મારા કુળ ની રખેવાળ માઁચામુંડ, તેં મને ઘણી સુખ સાહિબી આપી છે. પણ મારે એક દીકરાની ખોટ છે. માઁ મને ખોળાનો ખૂંદ નાર દે.

ભાનુના હૃદય ભીંજાતા શબ્દોથી તેના પરિવારના બધા, સદસ્યો રડતા, તેની ફુલ જેવી ત્રણેય દીકરીઓ પણ કહેતી. માઁ, તું રડ નહિ તારા આંસુ જોઈ અમને પણ રડું આવે છે.

દીકરી ના શબ્દો સાંભળી ભાનુ તેમને ભેટી વળી. ના ના બેટા હું જે કઈ કરું છું તમારા માટે જ કરું છું.

પ્રેમાળ સ્વભાવવાળી ભાનુની આશા પુરી થાય એવા આશીર્વાદ તેના પાડોશી લોકો પણ આપતા, સુખ અને આશાની વચ્ચે દિવસ જતા વાર ન લાગે. ભાનુને દિવસો જવાના એંધાણ વર્તાણા, ભાનુ ખુબ ખુશ થઇ, તેની ખુશી નો કોઈ પાર નહતો. તેણે દિનેશ ને વાત કરી, વાત કરતા કરતા ભાનુની આંખો છલકાય ગઈ. ભાનુની આવી ખુશી જોઈ દિનેશ પણ પોતાની કુળદેવી ચામુંડ ને અરજ કરવા લાગ્યો.

હે માઁ ચામુંડ જો તે, ભાનુની અરજ સાંભળી હોય તો તેના કુખે, દીકરો જ દેજે માઁ, મારી તને આટલીજ અરજ છે, કહી દિનેશ ભાનુને ભેટી વળ્યો.

ભાનુના સાસુ સસરાએ પણ તેને ખુબ ખુબ વધામણી આપી, પિયરેથી પણ શુભેચ્છાઓ આવવા લાગી. ભાનુ ના ઘરે એક નવા મહેમાન આવવાની તૈયારી થવા લાગી. ખુશી ના અવસરમાં દિવસો જતા વાર ના લાગે. એક માહ બે માહ એમ કરતા કરતા,ભાનુ ને ૯ મહિના પુરા થવાની વેળા આવી. ભાનુને ઘરકામ કરતા કરતા, અચાનક પેટ માં પીડા ઉપડી, બેચેનીની હાલતમાં ભાનુને ક્યાંય રહેવાય નહિ. ભાનુ એ તેની સાસુ ને બુમ પાડતા કહ્યું, માઁ..... માઁ.... મને પેટ માં પીડા થાય છે, માઁ!

ભાનુના આવા શબ્દો સાંભળી તેના સાસુ, ખુશ થયા અને કહ્યું. વહુ બેટા તું ચિંતા ના કર આતો, નવા મહેમાન આવવાના એંધાણ છે આવું થતું રહે. પણ ભાનુને પીડા ખુબ વધારે હતી તેને સહન નહતી થતી. તેણે એના સાસુ ને કહ્યું, માઁ, પીડા ખુબ વધારે છે તમે તમારા દીકરાને બોલાવો(દિનેશ) કહી ભાનુ જમીન પર ઢળી પડી. તેના સાસુ ચિંતામાં આવી ગયા, અને દિનેશને ખબર કરી. દિનેશ ઉતામળો ઘરે આવ્યો ભાનુને દવાખાને લઇ ગયા દવાખાને પહોંચતા જ ભાનુની સારવાર થવા લાગી. બેભાન હાલતમાં પડેલી ભાનુ ના રિપોર્ટ કરવામાં આવ્યા, બધા રિપોર્ટ, થઇ ગયા ત્યાં સુધીમાં ભાનુ ભાન માં આવી ગઈ. ભાનુએ આંખ ખોલી ત્યાં, તેની નજર સમક્ષ, દિનેશ તેના સાસુ સસરા અને ત્રણેય દિકરીઓ હતી. ભાનુ થોડી પીડામાં હતી, છતાં બોલવાની કોશિશ કરતી, પણ દિનેશ તેને આરામ કરવાનું કહેતો.

ડોક્ટરે ભાનુના બધા રિપોર્ટ ચેક કર્યા, અને તેમાં એક ચિંતાજનક વાત જાણવા મળી. ડોક્ટરે ભાનુના પતિ દિનેશને પોતાના કેબિનમાં બોલાવ્યો, અને ખુરશી પર બેસાડીને કહ્યું.

દિનેશભાઈ આમતો બધું સારું જ છે, પણ..! ડોક્ટરના એક શબ્દ "પણ" ઉપર દિનેશ ચિંતા કરવા લાગ્યો અને કહ્યું,"પણ"! પણ શું ડોક્ટર સાહેબ? કોઈ ચિંતા જનક વાત છે? દિનેશના ઉદાસીભર્યા શબ્દો સામે ડોક્ટર પણ કંઈ બોલી શકે એમ નહતા, છતાંય કોશિશ કરીને કહ્યું. જુઓ દિનેશ ભાઈ, હું તમને જે કહું છું એ ધ્યાનથી સંભાળજો બાદમાં તમારે નિર્ણય લેવાનો છે.

સામેથી દિનેશે કહ્યું, શું ડૉ.સાહેબ?

ડૉ: -વાત માં એમ છે કે તમારી પત્નીના ગર્ભમાં બાળક જે અવસ્થામાં છે,તે અન્ય કરતા અલગ છે. ડૉ, ની વાત દિનેશ સમજી ના શક્યો એટલે પૂછી લીધું. અલગ માતલબ? ત્યારે ડૉ, સીધા શબ્દો માં કહી દીધું કે અમે માઁ અથવા બાળક આ બન્નેમાંથી કોઈ એકને જ બચાવી શકીશું.

ડૉ ના આવા અણગમા શબ્દો સાંભળતાજ, દિનેશના પગ નીચેથી જમીન ખસી ગઈ. ડૉકટરે દિનેશને આશ્વાસન આપતા કહ્યું. દોસ્ત થોડી હિમ્મત રાખો તમે તૂટી જશો તો બાકી પરિવારને કોણ સંભાળશે. ડોક્ટરની વાતથી દિનેશ અંભિગય હતો શું. ડૉ સાહેબ, આમ કેવી રીતે ધીરજ રાખું. હું મારી પત્નીને ખુબ પ્રેમ કરું છું. એ... છે, તો હું છું આમ કઈ રીતે એના જવાની તૈયારી કરું સાહેબ? દિનેશના આંશુ રોકાતા નહિ ને ડોક્ટર પણ ઉદાસ હતા. થોડા સમય પછી દિનેશ થોડો હળવો થયો, અને ડોકટરને વાત કરી સાહેબ બીજો કોઈ ઉકેલ નથી?

ડૉ, શું જવાબ આપે, ના ભાઈ બીજો કોઈ ઉકેલ નથી. માઁ ને બચાવશો તો બાળક ગુમાવી બેસશો, અને બાળક બચાવશો તો પત્ની ગુમાવી બેશસો. ડૉ.ની વાતથી દિનેશે એક જ નિર્ણય લીધો. કંઈ પણ થાય મારી પત્નીને બચાવો મારે એની જરૂર છે.

દિનેશ એક શ્વાસે દોડીને ઓપ્રેશન રૂમમાં ગયો અને ભાનુને બાથમાં ભરી લીધી. ભાનુ થોડી ભાનમાં હતી એટલે એણે દિનેશનો હાથ પકડીને બોલવાની કોશિશ કરતા કહ્યું. એ દિનુ, શું થયું કેમ ઉદાસ છો? દિનેશ કંઈ પણ બોલવાના હોશમાં નહતો છતાં ભાનુ બોલ્યા કરે અંતે દિનેશની આંખો ભરાય આવી ને ઊંચા આવજે કહ્યું.

શું કહું તને? દિનેશના ઊંચા અવાજથી ભાનુ ચિંતામાં આવી ગઈ. રડતા રડતા દિનેશે કહ્યું, ભાનુ...,તારી માનતા તારી શ્રદ્ધા તારો જીવ લેવા આવી છે. દિનેશનાં આવા વમળા શબ્દોથી ભાનુની હાલત કફોડી થતી ગઈ. દિનેશ નીચું મો રાખીને બોલતો ગયો. ડૉકટરે કહ્યું છે કે માઁ અથવા દીકરા બેમાંથી એક ને બચાવી શકીશું ભાનુ. ભાનુ હું તને ખોવા નથી માંગતો. મેં ડૉ,ને કહી દીધું કે મારે મારી પત્ની જ જોઈએ, મારે બીજું કોઈ સંતાન નથી જોતું. દિનેશ ના શબ્દો સાંભળી, ભાનુ એ કહ્યું. આ તમે શું કર્યું દિનેશ, તમને ખબર તો છે, મારે એક દીકરા પ્રત્યે કેટલી લાગણીયો ભરી છે, મારે આ બાળકને દુનિયામાં લાવવો છે. આ વાતથી દિનેશ સહમત ના હતો તેણે ભાનુ ને કહી દીધું. ના હવે હું તારી કોઈ વાત સાંભળવા નથી માંગતો, મને તારી જરૂર છે બસ. આટલું કહી દિનેશ જયારે બહાર તરફ વળીયો ત્યાં ભાનુ એ હિમ્મત કરી તેનો હાથ પકડી લીધો, અને સમજાવવા લાગી. દિનેશ, તમે ચિંતા ના કરો મને કશું નહિ થાય માતાજી પર ભરોસો રાખો બધું સારું થઇ જશે. તમે આપણી ત્રણેય દીકરી સામે ધ્યાન થી જોયું છે?, મને એમના સ્વભાવમાં એક ભાઈ ને જોવાના ઓરતા દેખાઈ છે, બીજા ભાઈ બહેનોને રમતા જોઈ મારી દિકરીઓ ઉદાસ થતી જતી હોય છે. એમને પણ એક ભાઈ જોઈએ છે! ભાનુની વાત વચમાં કાપી દિનેશે કહ્યું. પણ એમને ભાઈ કરતા વધારે એક માઁ ની પણ જરૂર છે, તું આવો નિર્ણય લઈશ તો મારી ત્રણેય દીકરીઓને કોણ સાચવશે. ભાનુ તું આવું ના બોલ મને અને મારી દીકરીઓને તારી જરૂર છે. અમે તને ખોવા નથી માગતા! દિનેશનો હાથ પકડી ભાનુ એ તેના માથે મુક્યો અને કહ્યું. દિનેશ તમને મારા સમ હવે એક શબ્દ પણ બોલ્યા છો, જાવ જઈને ડોક્ટરને બોલાવો મારે તેમની સાથે વાત કરવી છે. દિનેશ હવે કશું બોલ્યા વગર ડોક્ટરને બોલાવી લાવ્યો. ડોક્ટરના આવ્યા બાદ, ભાનુ એ હસતાં મુખે દિનેશને કહ્યું તમે થોડાક સમય માટે બહાર જાવ, દિનેશે ના' પાડતા કહ્યું ના હું અહીંજ ઉભો રહીશ. પણ ભાનુ એ વચન લીધું હતું એટલે ના છૂટકે, દિનેશે બહાર જવું રહ્યું.

દિનેશ ના બહાર ગયા પછી, ભાનુએ ડૉ.ને, વાત કરી અને ડીલીવરી પેપર ઉપર સહી કરીને અંગુઠો મારી દીધો. પછી ડૉ, બહાર આવીને ભાનુના કહેવા પ્રમાણે દિનેશને કહ્યું અને સહી લેવાની વાત કરી. પણ ડૉ.ની વાતથી દિનેશ સહમત ના થયોને ઓપ્રેશન રૂમમાં પાછો આવ્યો અને ભાનુને સમજાવવાની કોશિશ કરી પણ ભાનુ એકની બે ના થઇ, અને દિનેશને ન છૂટકે પેપર પર સહી કરાવી દીધી.

થોડા સમય બાદ ઓપ્રેશન શરું થયું, નર્સ વારંવાર રૂમની અંદર બહાર, વસ્તુ લેવા માટે અવર જવર કરે. આ બાજુ દિનેશ અને તેનો પરિવાર ચિંતામાં માતાજીને પ્રાર્થના કરે, અરજ કરે, ત્રણેય દિકરીઓ પણ બહાર બેઠી માઁ અને ભાઈને બહાર આવવાની રાહ જુવે. ઓપ્રેશન માં પુરા ૨ કલાક ૩૪ મિનિટ થઇ, ઘણી બધી જજમો જહેજ પછી ડોકટરની ટીમ બાળકને દુનિયામાં લાવ્યા પણ ડૉ.ને લાગ્યું જાણે બાળક મૃત જન્મયું છે. આ બાજુ ભાનુ ચેતનામાં અને એક બાજુ બાળક સુન હતું. ડૉ. પણ ચિંતામાં આવી ગયા હવે શું કરીશું? મેં તો વચન આપ્યું હતું કોઈ પણ એક ને બચાવવાનું, પણ અહીં તો બન્ને ની હાલત ખરાબ હતી, કોઈપણ હાલતમાં ડૉકટરે બંને ને ઓક્સિજન પંપ, ઇન્જેક્શન આપી બચાવવાની કોશિશ કરી. પણ થયું એવું કે જેમ જેમ બાળકમાં જીવ આવતો જાય તેમ તેમ ભાનુ પોતાના શરીરનો ત્યાગ કરતી ગઈ. બાળકનું હૃદય ધબકતું થયું અને ભાનુ એ પોતાના પ્રાણ છોડી દીધા. બાળકનો રડતો આવાજ આવવાથી દિનેશનો પરિવાર રાજી થવા લાગ્યો. ત્રણેય દિકરીઓ હસવા કુદવા લાગી. પણ દિનેશ ચિંતામાં હતો,એતો બસ ડૉકટર ને બહાર આવવાની રાહ જોતો હતો. ડૉકટર રૂમમાંથી બહાર આવ્યા અને દિનેશે તેમને કહ્યું. સાહેબ શું થયું? સફળતા મળી ને? મારી ભાનુ સ્વસ્થ છે ને? દિનેશનાં સવાલ આગળ ડૉકટરે નીચા મોઢે એટલુંજ કહ્યું માફ કરજો, હું તમારી પત્નીને બચાવી ના શક્યો.

એટલું સાંભળી દિનેશ નીચે પડી ગયો, થોડાં સમય પહેલા ખુશીનો માહોલ હતો અને હવે ચંદ મિનિટમાં માતમ છવાઈ ગયો. કેમ કે આખા ઘરનું ધ્યાન રાખતી નજર આજ બંધ થઇ ગઈ હતી.

દુહો,: હજુ દીઠુંના તમ, બાળ મુખડું ને..

જમ ના તેડા આવ્યા,

મેલી ધાવણયા બાળને..

માત સ્વર્ગે સિધાયાં.....


Rate this content
Log in

Similar gujarati story from Drama