Dinesh Parmar "pratik"

Children Stories Others

3  

Dinesh Parmar "pratik"

Children Stories Others

આપવીતી ભાગ-૧

આપવીતી ભાગ-૧

7 mins
581


કોલસાની ખીણમાંથી મજૂરી કરીને ઘરે આવેલી મા, નિ:વસ્ત્ર ધુળમાં રમતા પોતાના પાંચ વર્ષના બારૂડા(બાળક) સામે આવીને ઉભી રહી ગઈ. બાળક માટીમાં રમતા રમતા અચાનક તેની સામે જોવે છે,અને માના કાળા વાદળ સમા વેશ જોઈને ડરી જાય છે અને એક વડના પાછળ જઈને સંતાઈને રડવા લાગે છે. 

એક દયાભાવવાળા માસી રોજ આ બાળકની દૂરદશા જોવે છે, અને હૃદયમાંથી અસહ્ય વેદના ઉપજી નીકળે છે, માસી બાળકની માને ઠપકો આપતા કહે છે.


'એ બાઈ, આમ ન હોય કામ કરી કરીને મરી જઈશ તારા આ ભોળા પારેવડા સામે જો બાઈ, દેવના દીધેલ પાંચ પાંચ દીકરા છે તારે, તને જરાઈ દયા નથી આવતી શું ? આમ તો જો આ માસુમના વેહ, આલે પાણી અને તારું મો ધો એટલે એને હાશકારો થાય મારી મા છે એવો.'


કાળી મજૂરી કરીને ઘરે આવતી માનો થાક એના બાળકોના રૂપ જોઈને હળવો થઇ જતો હોય છે, પણ અહીં તો બાળકોની હાલત જોઈ મા દરેક વાર રહ રહ રોઈ પડે છે, હદયમાંથી દુહાઈ નીકળે છે અને કહે છે,

"મેં પાલવ્યા સહ કુટુંબ ના દુઃખ, મારા જણ્યાનો રખેવાળ કોઈ એક ન હોઈ ?'


મા રડતા રડતા તેનું મુખ ધોવે છે, બાજુમાં પેલા માસીની આંખો પણ વરસી પડી, પેલું વડલા પાછળ સંતાયેલું બાળક ત્રાસી નજરે જોવે છે નજારો, જ્યાં તેની મા મુખ ધોય સાફ કરે છે ત્યાંજ એ બાળક હરખ ભેગો ડોટ મૂકી તેની માઁ ને ભેટી વળે છે.


માને હવે હાસકરો થયો,મા એના બાળકને લઈને ઘરે આવે છે, ઘરે બીજા ચાર સંતાનો તેની વાટ જોઈ ભૂખ્યા બેઠા છે, ચારે બાળકો માનું મુખ જોઈ રાજી થયા. ને મોટી દીકરી ખાવાનું તૈયાર રાખીને બેઠી હતી, અનુજ(બીજો)ભાઈ શાળાનું લેશન કરતો હતો, ત્રીજા અને ચોથા નંબરની દીકરીઓ ઘર કામ કરતી હતી, બાપ સવારે ઘરેથી નીકળે તો મધ રાત્રે કપડાનો વ્હેપાર કરી ઘરે આવે, તેનું જમવાનું પણ ત્યાં જ મોકલી આપતો ભાઈ.


માએ જીવનમાં તકલીફો ઘણી વેઠી હતી, છતાં પાંચ ગુણવાન અને ભોળા સંતાનોની સામે જોઈને દુઃખ ઓગાળી નાખતી, ચહેરે ક્યારેય ભાવ નહતો આવતો તકલીફનો, બાળકોને માંગે એ મળતું નહતું પણ તોય બાળકો એમજ ખુશ હતા. અમે પાંચ ભાઈ બહેન પાંચેયની ઉંમરમાં ઘણો ફેર હતો કોઈ બે વર્ષ કોઈ ત્રણ વર્ષે આવ્યું, એમાં નો હું સૌથી નાનો. સવારે આંખો ખુલે એ પહેલા મા-બાપ કામ ધંધે વહ્યા જાય,રાત્રે આંખ બંધ થાય ત્યારે આવે. મારો ઉછેર મારા ભાઈ બહેનોએ કર્યો મને મારા ભાઈમાં બાપ દેખાતો હું જ્યાં સુધી સમજતો થયો ત્યાં સુધી મેં ભાઈને જ પિતાની જેમ જોયા.


મા-બાપ મજૂરી કરે મોટી બહેન ઘર સંભાળે ,ભાઈ અભ્યાસ કરે, મોટી બે બહેનોએ શાળા જોઈ નહતી, ચોથા નંબરની બહેન અને હું શાળામાં દાખલ થવાની ઉંમરે આવી ગયા હતા. મા કોલસાની મિલમાં કામ કરતી હોવાથી તેને ટિફિન આપવા જવું પડતું, ક્યારે ભાઈ આપવા જાય કયારેક બહેનો આપવા જાય. એક દિવસ મોટી બેન ટિફિન આપવા જતી હતી અને હું ઘર આંગણે માટીમાં રમતો હતો, બેનને ટિફિન લઇને જતા જોઈને હું તેની સાથે જવાની જીદે ચડ્યો અંગે વસ્ત્ર નહીં હાલ બેહાલ, બેન લઇ જાય તો કેમ લઇ જાય ? બેને કોઈ મોટા વ્યક્તિને કહ્યું 'આને પકડી ને ઘરે મૂકી આવોને હું ટિફિન આપવા જાવ છું મારી માને.


વડીલે મને પકડી રાખ્યો ધમકાવ્યો ડરાવ્યો, મારી આંખે નદીની ધાર, નાકથી વહેતી હિમ ક્રીમ, વડીલ મને છોડે નહીં ઉઠાવી ઘરે મૂકી આવ્યા. જેમ તેમ કરી એમની આંખોથી બચી હું મારી બહેનની પાછળ ગયો, બેન પાછું વળી વળી ને જોવે હું સંતાકૂકડી રમતો રમતો તેની પાછળ જાવ.


આમ કરતા કરતા મિલ સુધી પહોંચી ગયો, બેનની નજર પડી મારી પર અને પ્રેમથી જોડે બોલાવી અને સાથે લઇ ગઈ. અંદર ઘણી મહિલાઓ હતી, હું એમાં મારી માને શોધતો બધા એક જેવા જ લાગે કાળા વાદળ સમા વેશ ધરેલા. બધી મહિલાઓની નજર મારી પર પડી,અને મારી માને બોલાવતા કહ્યું.

"અરે, જાનકી તારો લાલો આયો. બધી માસીઓ કામ મૂકી મારી પાસે આવ્યા. મારા વેશ જોઈને મારી બહેનને વઢવા લાગ્યા. શું સોડી તું કરે સે આના અસાર તો જો, તને એટલી ખબર નથી પડતી આને નવડાવીને લાવું. માસીના આકરા શબ્દોથી બેન રડવા લાગી, અને કહ્યું 'આ છે જ એવો ગમે એટલો નવડાવો તૈયાર કરો તો પણ આમ જ ફરતો હોય છે, સવારે એને તૈયાર કરી કપડાં પહેરાવ્યા હતા, પાછો ધૂળ માં રમી આવો થઇ ગયો હું શું કરું ?

બધા માસી એ તેને શાંત કરતા કહ્યું'હવે રડ નહીં.' એમ કહી મને પાણીના બોર પાસે લઇ ગયા અને નવડાવી ને, તૈયાર કરી જોડે બેસાડીને વ્હાલપથી એમના ટિફિનનું ભોજન ખવડાવ્યું. 


"નાદાન જીવનમાં દુઃખ પીડા કે લોભ લાલચની ખબર નથી હોતી એતો બસ પાણીની જેમ વહેતુ જાય છે."

મા અને તેમની સાથી સખી જમીને બેઠા, મને થોડીક વાર બધા એ હેત કર્યો. બેન ને વઢયા અને અમને ઝાંપા સુધી મુકવા આવ્યા. બેન મારી સામે જોઈ ગુસ્સો કરતી મનોમન એવું લાગતું. ઘરે જઈને મારી લેફ રાઈટ લેવાની છે. સાચ્ચે એવુજ થયું ઘરે ગયા પછી થોડો મેથી પાક ખાવો પડ્યો. મારા કારણે મોટી બેનને સાંભળવું જો પડ્યું હતું. પણ યાદ કરતા મજા આવે એ સમયને.


ભલે ખાવા સૂકી રોટલી હતી.

પણ જિંદગી સાચે મજાની હતી.


હવે શાળાનું વેકેશન પૂરું થવાની કગાર પર હતું,અને મારા માટે શાળામાં દાખલો કરાવવાની વેળા હતી. ના પાક્કા મકાન હતા, ના વરસાદથી બચવા સારી છત હતી. એટલે પ્રાઇવેટ શાળાનું તો વિચારી પણ શકાય એમ હતું નહીં, મોટો ભાઈ પણ સરકારી શાળામાં ભણ્યો હતો. પછી ઉચ્ચતર માધ્યમિક સરકાર માન્ય શાળામાં અભ્યાસ કર્યો હતો. એટલે હવે મારે પણ સરકારી શાળામાં જ જવાનું હતું.


એક તો મહિનામાં ભાગ્યેજ પાંચ સાત વખત મા-બાપનું મો જોવા મળતું મારા માટે તો મોટો ભાઈ જ બાપ અને બહેનો મમતા ની છાવ હતી. શાળામાં દાખલો કરાવવા, મારી માએ મારા જન્મ નું પ્રમાણ પત્ર કાઢ્યું,(એ સમય તો સરકારી શાળામાં એના થી જ એડમિશન મળી જતું) મોટો ભાઈ અને મા બન્ને વાતો કરતા હતા,હું મારી ધૂન માં હતો, ખ્યાલ નહીં મને શાળામાં લઇ જાય છે.    


"પહેલું પગથિયું" બપોરના બે વાગ્યાનો સમય મને નજીકની સરકારી શાળામાં લઇ ગયા દાખલો કરાવ્યો. વર્ગ ખંડ બતાવ્યો, વર્ગમાં એક શિક્ષિકા હતા તેમણે મારી સામે જોઈને કહ્યું.


'અરે દિનુ આવ આવ.' હું મમ્મી ના પાલવ માં સંતાઈ ગયો. શિક્ષિકાએ માને વાત કરીને કહ્યું ' અંદર બેસાડી દો,મારી મા મને વર્ગ ખંડમાં લઇ ગઈને બેસાડવાની કોશિશ કરી હું બેસું નહીં. એ સમયે પહેલીવાર એવો અહેસાસ થયો એજ મારી મા છે, કોલસાના વાદળ ભરેલા રૂપમાંથી આજ પહેલી વાર મને માનું રૂપ દેખાણું હતું. શિક્ષિકાએ માને કહ્યું 'હવે તમે જાવ, એતો બેસી જશે મારી આંખો વરસી પડી જેમ દેહમાંથી પ્રાણ છૂટયા હોય એમ માથી વિયોગ પડ્યાનો અહેસાસ થયો. જે અનુભવ ઘરે મા-બાપને ના જોવાનો અહેસાસ નહતો એ હવે આજ થયો.


"જીવતર રોડાયું માટી તણું,હવે શ્વાસ ફૂટીયાની વાત,

ના દીઠેલી માત કદી મેં એને આજ જોયાની હામ."


મા મને શાળામાં મૂકીને ઘરે આવી ગઈ. હું શાળામાં મા-મા કરતો બે કલાક રડ્યો. મારી ઉંમરના બાળકો બધા હસતા રમતા મારી સામે જોતા અને હું માને શોધતો બે કલાક પછી મોટો ભાઈ મને લેવા આવ્યો. હું ભાઈને જોઈ દોડીને તેને ભેટી વળ્યો એમ થયું જાણે ઉરમાં શ્વાસ પાછા આવ્યા હોય, એવો અલ્હાદક અહેસાસ થયો. શાળાની બાહર આબોહવામાં આવ્યા બાદ લાગ્યું કેદખાનામાંથી છૂટી ને માટીની ગંધ લઇ રહ્યો હોય. નાચતો કૂદતો મોટા ભાઈ પહેલા હું ઘરે પહોંચી ગયો અને જઈને માને ભેટી પડ્યો.


થોડીક વાર માઁ ઉપર દાઝ કાઢી ને કહ્યું, 'તું મને મૂકી ને આવતી કેમ રહી ત્યાં ?' માએ લાડ લડાવતા કહ્યું, 'જો મોટાભાઈ શાળામાં નથી જતા, આ મોટી બેન પણ જાય છે ને શાળામાં ? તો તારે પણ જવાય ને ઘરે રહેવાથી ગાંડા થઇ જવાય એથી સારું કે શાળામાં જઈને ડાહ્યા બનીએ હેને ? 

હું મો ફુલાવી બેસી રહ્યો મા મને લાડ કરાવતી ગઈ, અને કહે જો તારા માટે મેં શું બનાવ્યું છે, લે ખાઈ લે. નાદાન જિંદગીનો પહેલો પઢાવ શાળાનું પહેલું પગથિયું મને મારી માથી ભેટો કરાવ્યો. જેને હું ભાગ્યેજ મહિનામાં પાંચ સાત વાર જોતો. પપ્પા પણ અમારી ઉજળી જિંદગી ખાતર દિવસ રાત વ્હેપાર કરતા.

શાળામાં મારા પગ મુક્યા બાદ પપ્પાની આંખોમાં સ્વપ્નની લ્હેરકી શરૂ થઇ ગઈ. મારા દ્વારા એમણે જોયેલા સ્વપ્નને પૂર્ણ કરવાની એક ઘેલછા જાગી હતી. હવે એ પણ મને જોઈતી બધી વસ્તુ લાવી આપતા અને દરેક વખતે એક સલાહ આપતા.

"માટી માં રમીને દેહ ઉપજાવ્યો હવે શબ્દોથી રમી ને જીવન વિકસાવો."


અમે પાંચ ભાઈ-બહેનો જે એકાંતમાં જીવ્યા એ અરસ પરસના બધાના હદય પીગળાવી દેતુ, માવતરની છત્ર છાયા મને ૮ વર્ષે પ્રાપ્ત થઇ, ત્યાં સુધી માવતર મારુ મોટા ભાઈ બહેનો જ હતા. શાળામાં પ્રવેશ કર્યાના ત્રણ વર્ષ થઇ ગયા. બહારની દુનિયામાં કદમ રાખી ચુક્યો છુ. હવે સફર ઘણી આકરી થવાની છે. દુનિયાના દરેક ખાટામીઠા અનુભવ કરવાના છે. ઉંમર વધતી જાય છે મગજનો વિકાસ તીવ્રતાથી વધતો જાય છે. પાપાના સપના હજુ વધતા જાય છે.

પપ્પા ની શીખ કાયમ સાથ આપે છે. "જીવન એવું જીવો, કે મોત પછી દુશ્મન પણ રડી પડે યાદમાં"



Rate this content
Log in