જંગ
જંગ
જંગ
(માઈક્રો સ્ટોરી)
ચમન ખાટલામાં નિશ્ચેત પડ્યો હતો. દવાઓના નામ લાંબા હતા, પરંતુ આશા રોજે રોજ નાની થતી જતી હતી. મંગુ બાઈ પાસે ડોક્ટરની ભાષા નહોતી—તે પાસે તો માત્ર બે હાથ અને એક અડગ વિશ્વાસ હતો.
દર સવાર તે દીવો પ્રગટાવતી, આંખ મીંચીને એક જ વાક્ય બોલતી—
“હે પ્રભુ, એની પીડા મને આપો, એને શ્વાસ આપો.”
દિવસો બદલાયા. ચમનની આંગળી હલકી હલી. શ્વાસમાં લય આવી. ડોક્ટરે કહ્યું— “મેડિકલ મિરેકલ.”
મંગુ બાઈ સ્મિત કરી બોલી.
હરી ને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે.
“ના સાહેબ, આ તો મારી પ્રાર્થનાનો પરસાદ, મને મળેલો છે.”
ચમન જીવતો રહ્યો.
અને મંગુ બાઈએ જંગ જીતી. એકવાર ફરી ,વિશ્વાસથી માંગ્યુએ ચમનનું જીવન નવપલ્લિત કર્યું.
