જલેબી
જલેબી
જલેબી
(200%લિક્વિડ હાસ્યની ગેરન્ટી, : વાર્તા વાંચીને તેમાં હસતા હસતા વહેતા જાવ અને પ્રતિભાવ આપતાં જાવ )
કસમ મિયાં અને કાલુ ગધેડો
લૂછાપુર ગામ, નામ સાંભળો ને લાગે કે કોઈએ છીંકીને ગામનું નામ રાખ્યું હોય. પણ આ ગામમાં કસમ મિયાં રહે.સફેદ બગલાની પાંખ જેવા સફેદ કપડા, સફેદ દાઢી, મોમાં ચવાતું પાન, અને મુખ પર સદા મુક્ત હાસ્ય પણ વિચારો ગંધક જેવા ગંધાતાં.
આ કસમ મિયાંના જીગરનો ટુકડો? એ હતો કાલુ, એક ઘોળો ગધેડો જે આંચળિયો નહીં, પણ અહંકાર પહેરીને ગામ અખામાં સફેદી લહેરરાવી ફરતો.
---
સવારે ગામમાં ચમક
રોજ સવારે લૂછાપુરના બુટાદાં નળિયા વચ્ચે મિયાં ઊભા થાય,હુક્કો પીવે,બનવારીનું પાન ચાવે ખંજરી પિટે અને ઘોષણા કરે:
મારો “કાલુ બોલે છે!
તે સાંભળી પણ શકે છે ફક્ત... તેના 'અદ્રશ્ય મિત્ર' ને .”
લોકો પહેલાં હસે, પછી અટકે, પછી... શાંત થઈ જાય. કેમ કે એકવાર કાલુએ સરપંચને ભર બજારે પીછવાડે લાત મારી હતી.
મિયાંએ કહ્યું:કાલુના “અદ્રશ્ય મિત્રનો હુકમ છે કે !” ગામવાસી રોજ પાંચ કિલો જલેબી કાલુને આપે, નહિ તો લૂછાપુરમા કયામતના દિવસો આવશે!
લોકો વિચારે ચડ્યા, કોક કસમ મિયાંના ઘેર સુધી ચક્કર મારી આવ્યું
---
કાસમ મિયાંને ત્યાં રાતે ગુમસૂમ અવાજો આવતા હતાં
એક રાતે ગામના સિપાઈ ચોકી કરવા ઘોડે ચડી તેમના ઘરના પાછળથી પસાર થતા હતાં . અચાનક, અંધારામાંથી અવાજ આવે: તે તેઓએ સાંભળ્યો
“હિહહ્હ્..હોંચી હોઈ ચી... મિયાં! તું માન, હું તારો ‘અદ્રશ્ય પીર’ છું – ગધેડામાં પ્રવેશેલી જ્ઞાનવાણી.”
ઘોડે બેસેલા સિપાઈઓના ચોયણા પીળા થઈ ગયા . ભાગયા, અને તે રાતથી આખા ગામમાં ફૂક પડેલી, કસમનો કાલુ છે તો કોઈ પીર નો અવતાર!
વા વાયા ને વાવડ ભડક્યા,
ભક્તિ કે બાવળટ?
હવે થયું એ કે ગામમાં પાનના ગલ્લા પર લાઈનો લાગતી, અને લોક બનવારીને કહે ભાઈ આ તારા કસમને કહે “મારે કાલુના કાનમાં મારી બાકી ઇચ્છા ફૂંકવી છે.” તો કોઈ કહે
“મારે અદ્રશ્ય મિત્રથી ઈન્ટરવ્યૂ લેવો છે!”
કોઈ કહે મારી ઘરવાળી ને મનાવી છે. જેટલાં માણસ એનાથી વધારે ઈચ્છાઓ.
કસમ મિયાંનું ઘર હવે મંદિર બનતું ગયું, અને કાલુને જલેબી સાથે હવે ધીરે ધીરે લાડવા,કે સુતરફેણી ની મીઠાઇથી પૂજવામાં આવતો. જોત જોતામાં તો કાસમ મિયાં લુછાપુર ગામના નવા ધર્મગુરુ બની ગયા:
કાસમ જલબી ખાતા કહે “અદ્રશ્ય પીર કહે છે – દશેરા પર કાલુ ગધેડાને ગજરાનો હાર પહેરાવો, નહિ તો તમારું વાહન લટકી જશે!”
ગામ આખાના ગજરા તો ખૂટી ગયા, પણ ગાજરની ભાંજગડ મા ફૂલવાળા થી જગડા વધી ગયા.
અતીની ગતી નહિ ---
આખરે ભાંડો ભીખો ફોડે છે.
ભીખો ટમટમિયો ગામનો સૌથી નાનકડો પણ સૌથી શાણો છોકરો. કાલુની પીઠે એક યયર બડ લગાવે છે નાખે છે.
ભીખા ના કાને રહેલું બીજું બડ પર રેકોર્ડિંગ વાગે... અને અસલ અવાજ પાછળ ની બીના બહાર આવે:
“કાલુ... ને હવે મીઠાઈ સાથે નગદ નજરાણું પેશ કરો, અને ધીમેથી... ઓહ ચી હે હે હે..ચી.!”
ભીખો ખૂનખૂરું હસે: “મિયાં! તારા કાલુ નો અદ્રશ્ય મિત્ર તો પીઠની પાછળથી મિક્સિંગ કરે છે!”
---
🎭 અંત, કે પ્રારંભ?
ગામવાસીઓ ઘેરાયાં. મુઠ્ઠીઓ આકાશમાં ઊંચી: “કસમ મિયાં...તું મજાક કરે છે અમારી શ્રદ્ધા સાથે!”
મિયાં શાંતિથી બોલે: ભાઈઓ મારો સાથી કાલુ તો જલેબી જેવો સીધો છે,હવે તેનો મિત્ર “અદ્રશ્ય થઈ ગયો છે. એ મારી વાત સાંભળો ભાઈઓ! ખરું કહું છું,મારું માનો. પીર તૃપ્ત થઈ ગયા છે એમાંય આપણું સારૂ ભવિષ્ય છૂપેલું છે!”
અને કાલુ? એ દી અને એ ઘડી આજે પણ ઘંટડી પહેરીને ફરેછે...
જે ઘરમાં લાડવા હોય ત્યાં એને હવે દફણા પહેલા પડે છે !
---
🌈 અંતિમ પંક્તિ (લિક્વિડ લહેર)
“અદ્રશ્યને જોવાનો પ્રયત્ન નહીં કરો, ... નહીતો એ કદાચ તમારા ઘરે કાલુ બનીને જલેબી માંગતો ઘૂમશે તો? શું કરશો!”
---
"જલેબી" — જ્યાં અહંકાર લાડવાથી સુતરફેણી વહેંચાતી જાય, અને ગધેડો પણ તત્વજ્ઞાન વહેંચે!
