જીન કા જાદૂ
જીન કા જાદૂ
અલાદિન કે પાસ ચિરાગ હતો, ઈ ચિરાગમાં એક જીન રહેતો હતો. અલાદિન બોલાવે ત્યારે જ આવતો. અલાદીનનું બધું કામ પુરુ કરતો. એટલે એને અલાદીનનો જીન કહેતા, "આપણી પાસે એક જીન છે. જે તમે માગો તે તમને આપે."
રીન્કુ નાની હતી. ત્યારેના કાર્ટુન કોમિક્સ બહુ ગમતું. તે વાંચતી, પછી તેના સપનામાં ખોવાઈ જતી. ત્યારે એની મમ્મીને પૂછતી, "મા મારી પાસે કેમ જીન નથી ?"
રીન્કુની માતા કહે, "તારી પાસે તો બે જીન છે. તારે જોઈતી વસ્તુ તો બધી હાજર જ હોય છે."
રીન્કુ કહે, "આ બે જીન કોણ છે ?"
મમ્એમી : "હું અને તારા પપ્પા."
રીન્કુ : અરે હા હા, એતો મને વિચાર જ ન આવ્યો.
આમ દરેક બાળક પાસે જીન હોય છે. સવારે ઊઠે ત્યારથી લઈને સાંજે સુવે ત્યાં સુધી તેની પાસે ઊભા પગે જીન હોય છે.
બાળકની બધી ડિમાન્ડ પૂરી કરવા માટે તેના મમ્મી-પપ્પા જીન તરીકે તો કામ કરે છે. બાળકને ખબર જ ના હોય. કે મમ્મી પપ્પા આ કેવી રીતે પૂરું કરતા હશે! છતાં પણ બાળકની ખુશી ખાતર ખુશી ખુશી તેની બધી જીદ પૂરી કરે છે. અને અલ્લાદીનનો જીન મેળવવા માટે તો, સખત મહેનત કરવી પડે છે. એમ મહેનત વગર તો અલાદિનને પણ નહોતો મળ્યો,!
તો આપણને તો શું મળે ? જીનતો વાર્તામાં હોય છે, હકીકતમાં તો મહેનત કરીને જે મેળવીએ તે જીન છે.
