ઝરૂખો
ઝરૂખો
કાજલ અને રાજના લગ્નને ૨૦ વર્ષ પૂરા થયા. છતાં શેર માટીની ખોટ હંમેશા આંખમાં કણાની જેમ ખટક્યા કરતી હતી. કંઇ કેટલાય પૈસાનું પાણી દવાઓ માટે કર્યું. લાંબી પ્રતિક્ષા પછી એક નાનકડો રાજકુમાર પ્રભુએ કાજલની ગોદમાં રમતો મૂક્યો.
કાજલ અને રાજ ખૂબ જ લાડકોડમાં દિકરા શુભને ઊછેરવા માંડયા. પાણી માંગે તો દૂધ અને ગમે તે મોંઘી વસ્તુ જાત ઘસીને પણ રાજ એના માટે લઈ આવતો. કાજલ તો મારો દુલારો મારો દુલારો કહેતા થાકતી નોતી.
ભણવા માટે સારામાં સારી સ્કૂલ અને પછી ઉચ્ચ પદવી માટે લંડનની યુનિવર્સિટીમાં શુભને મોકલ્યો નામાંકિત ડિગ્રી પ્રાપ્ત કરી. શુભ મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજરની પોસ્ટ પર નોકરીએ લાગી ગયો. ત્યારે કાજલ અને રાજ ને દિકરા પર ગર્વ થતું હતું.
શુભે લગ્ન માટે પોતે પસંદ કરેલી પોતાની સાથે જોબ કરતી. એક વરસથી જેના પ્રેમમાં ગળાડુબ હતો,એ ખુશી સાથે લગ્ન કરવા માટે રાજ અને કાજલને મનાવી લીધા. ખુશી ખૂબ જ ગરીબ પરિવારની હતી. કાજલને એમ હતું, કે અમારી વૃદ્ધાવસ્થામાં સેવા કરશે. પણ આજે લગ્નને માંડ વરસ પણ વિત્યુ નહતું. ત્યાં જ ખુશી એ પોતાનો રંગ દેખાડી દીધો. કાજલ અને રાજ નિશબ્દ થઈ ઝરૂખે જઈ બેઠા.
