મારા પપ્પા મારા હીરો
મારા પપ્પા મારા હીરો
મંડપમાં બેસેલા વરધોડીયાઓ ને આશીર્વાદ આપતા મારા પપ્પા નો હરખ સમાતો નો'તો. મારા પપ્પા અટલે મારા મમ્મી અને પપ્પા. બચપણથી જ મારા અને મારી મોટી બેન ઉપરથી ભગવાને છાંયો છીનવી લીધો હતો. બચપણથી જ મારા પપ્પા એ અમને ભાઈ બેન ને સંઘર્ષથી ઉછેર્યા છે. કેમ કરી વિસારય જોય મારા પપ્પા નોકરી ની સાથે અમને બંને ને ઉછેરી ને મોટા કર્યા. બેન ને લાયક મુરતિયો ગોતી હાથ પીળા કરી દીધા એ સાસરે ખુબ સુખી છે. અને આજે મારા લગ્ન થઈ ગયા મારા પપ્પા રાજીના રેડ થતા બધા ને કહી રહ્યા હતા આ જીગલા ની વહુ આવી ગઈ ઘરે હવે હું આરામથી તીર્થયાત્રા એ જઈશ. મારા પપ્પા નું સપનું જોણે અધુરુ જ રહી ગયું. હજી નીશાના હાથની મહેંદી પણ નો'તી ભુંસાણી ત્યાં તો મારી તબિયત લથડતા હોસ્પીટલ દાખલ કરવો પડયો. સારવાર થતાં ખબર પડી મારી બંને કિડની ફેલ હતી. મને જાણ ન કરી. મારા પપ્પા હરખભેર પોતાની એક કિટની મને ડોનેટ કરી. જયારે મને હોશ આવ્યો ત્યારે ખબર પડી મારા પપ્પા એ મને નવજીવન આપ્પુ છે.
નિશા ને આસપાસ શોધવાનો મારો પ્રયાસ નિષ્ફળ ગયો. સવારથી સાંજ થઈ તોય નો દેખાણી એટલે મોટી બેન ને પૂછ્યું નિશા. ..બેન બોલી અરે વહુ ધેલા પગફેરા માટે પિયર ગઈ છે આવી જશે બોલતા બીજી વાતો આદરી. હું નિશા ને ખુબ ચાહતો અને નિશા પણ મને. અમારા લવમેરેજ છે. આખરે 15 દિવસ થયા ને મને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છતાં નિશા પાછી આવી નહીં કે એનો કોઈ ફોન નો'તો. ઘરે પહોંચતા જ પપ્પા એ તલાક ના પેપર પર સહી કરવી મને સમજાયુ નહી કારણ એના પર નિશાની સહી હતી ત્યારે પપ્પા એ કીધું તારી કિડની ખરાબ છે એ તારી સાથે ખુશ નહીં રહે એ વિચારે એ તને છોડી ગઈ. ખુબ રડવાની ઈચ્છા થઈ પણ પપ્પા પણ હવે મારી જેમ એક કિડની પર છે ને મને દુ:ખી નહીં જોય શકે એટલે મારા દુઃખ ને છાનું રાખી.. હું ને મારા હીરા મારા પપ્પા ખુશ રહેવા લાગ્યા. જેને જીવથી પણ વધુ ચાહીતી એ પણ દુઃખમાં એકલો મૂકી ચાલી ગઈ. લવ યુ પપ્પા. મારા બેસ્ટ પપ્પા !
