writer pravina

Others

3.4  

writer pravina

Others

મારા પપ્પા મારા હીરો

મારા પપ્પા મારા હીરો

2 mins
151


 ઉધના દરવાજા પાસે એક ઓટો રીક્ષા પલટી મારતા, બે-ચાર ને ઈજા પહોંચી, એમાથી એક છોકરી ને ભયાનક ઈજા પહોંચતા તાબડતોબ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી, છોકરીના પિતાને જાણ થતાં કરુણ વ્યથા સાથે દોડમદોડ હોસ્પિટલ પહોંચ્યા, દીકરી ની આંખો પર પટ્ટી ઓ જોઈ, બેબકળા થઈ ડોકટર તરફ આંસુભીની આંખો એ જોયુ, ડોકટરે હિંમત રાખો કહી, કેબીનમાં આવવા ઈશારો કર્યો, ડોકટરે કહયુ ધીરજ રાખજો ભાઈ તમારી દીકરી હવે કયારેય હવે જોઈ શકશે નહીં, આ વાત સાંભળી પિતાના પગ નીચેથી ધરતી જાણે સરકી ગઈ. દીકરી નેત્રવિહીન હશે તો સારા મુરતા વિશે વિચારી પણ નહીં શકે, હજી એણે આ દુનિયાને જોય પણ નથી, તરત કંઈક નિર્ણય લેતા પિતા બોલ્યા, ડોકટર સાહેબ આપ મારા કાળજાના કટકા ને મારી આંખો ટ્રાન્સફર કરી નવું જીવન આપી શકો કહેતા પિતા ડોકટરના પગમાં ઢળી પડે છે, ડોકટર બોલ્યા ભાઈ હું તમારી દીકરી માટેની લાગણીઓને સમજી શકુ છુંં, પણ તમે હજી એક વાર વિચાર કરી લ્યો ત્યારે પિતા બોલ્યા જો મારો જીવ આપવો પડે ને તોય હું આપીશ આપ બસ ઓપરેશનની તૈયારી કરો.

ડોકટર એ પિતાના પ્રેમ ને જોઈ ગદગદીત થયા, ને કહયુ હું પણ એક દીકરીનો બાપ છું, હું પુરે પુરી કોશીશ કરીશ આ ઓપરેશન સફળ થાય એ માટે, એક કાળ મુખી રાત જાણે પસાર થઈ ને દીકરીની આંખો એ સુંદર દુનિયા ફરીથી જોય, દીકરી ને પિતા ના બલિદાનની ખબર પડી ત્યારે દીકરી ઘ્રુસકે ઘ્રુસકે રડી પડી ને કહ્યું પપ્પા આ તમે શું કર્યુ, દીકરો હોય કે દીકરી પપ્પા માટે બંને સરખા જ હોય છે, ફાધર્સ ડે ના દિવસે દુનિયાના હરેક પિતાને શત શત નમન.


Rate this content
Log in