તું મારી નહી તો કોઈની નહી
તું મારી નહી તો કોઈની નહી
કિંજલ "મને તારા સિવાય કોઈ નથી દેખાતું. મારી ધડકન પર તારુ જ નામ લખ્યું છે. કિંજલ હું તને ખૂબ જ પ્રેમ કરું છું. તને બહુ ખુશ રાખીશ. મારી જાન આ વેલેન્ટાઈન ડે નું ગિફટ," રાહુલે કિંજલ ના હાથમાં મૂકતા કહ્યું ,"આઇ લવ યુ".
કિંજલ એ ગિફટનો "ઘા" કરતા કહ્યું , "રાહુલ હું તને નથી ચાહતી,પ્લીઝ મને સમજવાની કોશિશ કર." પણ રાહુલને તો કિંજલનો નશો ચડ્યો હતો. કિંજલને મનાવતા મનાવતા એટલો બધો ગુસ્સો આવ્યો કે પેટના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી કિંજલના ગળા પર બે-ત્રણ ઘા ઝીંકી દીધા અને બોલ્યો "તું મારી નહી તો કોઈની નહી."આ ઘટનાનું વર્ણન ખૂબ જ અવર્ણનીય છે.
