ઝોન
ઝોન
માધુરીની આજે ગાડી જેટલી સ્પીડમાં ચાલતી હતી એના કરતા એને ઘણા ઝડપી વિચારો આવી રહ્યા હતા, નવરંગપુરા અન્ડરપાસ પછી તરત રેડ લાઈટ થાતાં એણે ગાડીને બ્રેક મારી પણ આજે એ વિચારોને બ્રેક મારી શકે એટલી એનામાં શક્તિ ન હતી. યલો લાઈટ થાતાં એને ગાડી પાછી સ્ટાર્ટ કરી અને ગ્રીન થાતાની સાથે જ એની ગાડી અને વિચારોએ સ્પીડ પકડી લોધી હતી.
માધુરી રાજનના વિચારોની સાથે ઘરમાં પ્રવેશી. સીધી એના બેડરુમમાં આરામ માટે ચાલી ગઈ. રાજન માધુરીનો સૌથી મોટો દિકરો, એને કરેલા વર્તન વિષે માધુરીને સતત વિચારો આવતા હતા. સાઈઠ વર્ષની જાજરમાન માધુરી એના ત્રણેય દિકરાઓને સરખા જ ગણતી હતી પણ રાજનને એમ લાગતું હતું કે એની મમ્મી પક્ષપાત કરતી હતી અને એના મોટા દિકરા રાજનને પૂરતો પ્રેમ અને પૈસો આપતી ન હતી.
માધુરીએ પૂરતો પ્રેમ આપીને ત્રણેય દિકરાઓને ઉછેર્યા હતા, હવે રહી વાત પૈસાની.પૈસાની દ્રષ્ટિએ એના ડીરા વેલ સેટ હતાં.માધુરી માજન સાથે રહેતી હતી,વચેટ સાજન પણ એની રીતે સુખી હતો.
માધુરી વિચારતી હતી કે પ્લોટના ભાગે પડતા પૈસા તો એણે રાજનને આપી દીધા હતાં તો એને એમ કઈ રીતે લાગ્યું કે એન
ી સાથે પક્ષપાત થઇ રહ્યો છે, અન્યાય થઇ રહ્યો છે. માજન ના સાથે એ રહેતી હતી એટલે એની તો કોઈ ચિંતા હતી, સાજન અલગારી જીવ હતો પણ રાજન હંમેશા ચિંતા કરાવતો.
ચિંતાથી દુરી માટે માધુરીએ ટીવી ચાલુ કરી. ટીવી ઉપર સમાચાર આવી રહ્યા હતા કે કોરોના નામના વાયરસના કારણે આખા શહેરમાં બીમારી ફેલાઈ ગઈ છે, માટે સંક્રમણની માત્રાના આધારે અમદાવાદ શહેરના ત્રણ ઝોન પાડી દેવામાં આવ્યા છે. જે ઝોનમાં દર્દી વધારે હોય એ રેડ ઝોન સારાવાર લીધેલ માણસો રહેતા હોય એ ઓરેન્જ ઝોન અને જ્યાં કોરોના દર્દી હોય જ નહિ એવા ઝોનને ગ્રીન ઝોન નામ આપ્યું. સમાચારની સાથે-સાથે સમાંતર માધુરીના વિચારો પણ ચાલતા હતા, એ પણ વિચારતી હતી કે મારા ત્રણ દિકરા પણ મારા માટે ત્રણ ઝોન બની ગયા છે.
રાજન રેડ ઝોનમાં આવતો હતો જેની નારાજગીના કારણે એના ઘેર હવે માધુરીથી જઈ શકાતું ન હતું. સાજનના ઘેર જઈએ તો પણ ચાલે અને ન જઈએ તો પણ ચાલે એવું થઇ ગયું હતું. એટલે સાજનનું ઘર એના માટે ઓરેન્જ ઝોન બની ગયું હતું. માજનના ઘેર તો એ રહેતી જ હતી એ એના માટે ગ્રીન ઝોન હતો.
ચાલુ ટીવી એ માધુરીને ક્યારે ઊંઘ આવી ગઈ એનો એને ખ્યાલ જ ન રહ્યો.