Kalpesh Patel

Drama Horror Fantasy

4.9  

Kalpesh Patel

Drama Horror Fantasy

ઝમીર

ઝમીર

7 mins
3.4K


રોમાનિયાના ટ્રાન્સિલવેનિયા પ્રાંતમાં રહેતો કાઉન્ટ ડ્રેકુલા એક લિજેન્ડરી બ્રામસ્ટોકરે લખેલી કલાસિક 'હોરર' નવલકથાનું પાત્ર છે. જેનું અકાળે મોત નીપજતાં તે પ્રેત બની ગયો હતો. રોજરાત્રે આ ડ્રેકુલા તેની કબરમાંથી બહાર નીકળતો અને નગરની ખૂબસૂરત યુવતી શોધી તેનો પીછો કરી તે યુવતીને પોતાના પાશમાં લઈ તેના ગળામાં તેના તીણા રાક્ષસી દાંત ભરાવી તેનું લોહી ચૂસી લેતો અને યુવતી આખરે તેને સમર્પિત બનતી અથવા મોતને ભેટતી.

આજે સમાજમાં જીવતા નરપિશાચો તેમને ગમી ગયેલી યુવતીની પાછળ પડી જઈ તેને વશ કરવા પાછળ પડી દિવસના અજવાળામાં હેરાન કરતાં ફરતા હોય છે. ૨૧મી સદીના આવાજ જીવતા ડ્રેકુલાના કરતૂત જોઈ એક નેક વેંપાયરની અનુકંપના એક દિવસ જાગી અને.....

'શિખા'ગોવાના પણજી વિસ્તારમાં તેની ઘરડી માતા સાથે રહેતી હતી. તે અહીં મપુસા વિસ્તારમાં આવેલી ચર્ચની એક મિશનરી સ્કૂલમાં ડ્રોઈંગની ટીચર હતી.

આ મપુસામાં ધોળે દહાડે એક હોરર ઘટના ઘટી ગઈ. ૩0 વર્ષની વયનોસાવિયો ફર્નાંડીઝ પણજીથી મપુસા સુધી વહેલી સવારે વીસ કિલોમીટર સુધી એક છોકરીનો માત્ર પીછો જ કરતો રહ્યો. ફાઇન આર્ટ્સની વિધાર્થિની શિખા કે જેની વયમાત્ર ૨૨ જ વર્ષની હતી તે સ્કૂલમાં સવારે પાર્ટ ટાઈમ નોકરી કરવા જતી હતી તે સમયે સવિયોએ જેવી શિખાને સાઇકલ ઉપર સ્કૂલે જતાં જોઈ તરત જ તેની તરફ,તેના મોપેડની ગતિ વધારી દીધી. તે શિખાની પાછળ તેની સ્કૂલે ગયો. અને જેવી શિખા દરવાજે પહોચી, ત્યારે તે શિખાની સામે રસ્તો આંતરી ઊભો રહી ગયો. બીજી પળે તેણે શિખાના લમણાં ઉપર હોકીનો જોરદાર ઘા કરી, શિખાને લોહીલુહાણ કરી દીધી. શિખા સ્કૂલમાં આવેલા ચર્ચના દરવાજે,લોહી નીતરતી હાલતમાં જ ઢળી અને બેભાન થઈ ગઈ.

ચર્ચના ફાધર વિલિયમે 'શિખા'ની ચીસ સાંભળી, પણ તેઓ બાહર આવે તે પહેલા, તો સવિયો ભાગી ચૂક્યો હતો. ઘાયલ યુવતીને એક ઓટોરિક્ષા દ્વારા ફાધર વિલિયમે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરાવી અને ડોક્ટરોએ તેને બધીજ તાકીદની સારવાર આપી પરંતુ લમણાં ઉપરના ઘા ને લઈને શિખાની યાદશક્તિ હંમેશને માટે જતી રહી હતી.

આ ઘાતકી બીના પછી લોકો ભયભીત બની ગયા હતા અને રવિવારની પ્રાર્થના પછી, ખાસ શિખા માટે લોકોએ ચર્ચમાં પ્રાર્થના કરી. ફંડ ફાળો એકઠો કરી શિખાને મદદ કરવા વિચારતા હતા.

શિખાની માતાનું કહેવું હતુ કે,સાવિયો ફર્નાંડીઝ છેલ્લા કેટલાયે સમયથી શિખાનો પીછો કરતો હતો. તેની તસવીરો પાડી લેતો. શિખાનો વીડિયો ઉતારી લેતો હતો. તેણે કેટલાક હસ્ત લિખિત પત્રો પણ શિખાને લખેલા હતા, તે શિખાને પ્રેમ કરે છે તેવું શિખાને કહેતો પરંતુ શિખાને તેનો પ્રેમ મંજૂર નહતો. આવા રખડું આવારા છોકરા સાથે કોઈ પણ સબંધ રખવા તેનું "ઝમીર", તેને રોકતું હતું. તેણે સાવિયો ફર્નાંડીઝને તેનો પ્રેમ સ્વીકારવા ઈન્કાર કરી દીધો હતો. તેમ છતાં,હવે સાવિઓ,શિખા જ્યાં પણ જાય ત્યાં તેની પાછળ પાછળ જતો. એક દિવસ તો તેણે શિખાને એવી ધમકી આપી કે,જો તે તેની સાથે લગ્ન નહીં કરે તો તેના ફોટોગ્રાફર્સને મોર્ફ કરી તે સોસિયલ મીડિયા પર શિખાને બદનામ કરી નાખશે .શિખાએ,થાકીને હવે સ્કૂલમાં જવાનો રસ્તો બદલી નાંખ્યો હોવાથી,સવિયો હતાશ થઈ ગયો હતો,અને આજે વહેલી સવારથી શિખાનો તેના ઘરથી પીછો કરી, તે ગુસ્સામાં હતો.

માપુસા વિસ્તારની આ પ્રાઈવેટ મિશનરી સ્કૂલમાંએક ચર્ચના સંકુલમાં હતી. આ ચર્ચ ઘણું જૂનું હતું, અહીં વરસો પહેલા કબ્રસ્તાન હતું, સમય વિતતા અંહી ચર્ચ, અને પછી સેવાના કામ રૂપે શાળા સ્થાપતા,વરસો પહેલાનું ડરામણું કબ્રસ્તાન, આજના દિવસોમાં એક હરવા ફરવાનું સ્થળ બની ગયું હતું.

આજે ઈતિહાસમાં પહેલીવાર આ ચર્ચના ઓટલે એક જીવતા માનવ રક્તનો રેલો ચર્ચના દરવાજેથી વહી કબ્રસ્તાનની જમીનને રક્તનું સિંચન કરી રહ્યો હતો. ફાધર વિલિયમ હવે પછીના અજીબ ઘટના ક્રમથી બેખબર હતા….

હવે વાત એમ હતી કે વારસો પહેલા એક 'પોલ'નામનો ઉમરાવ હતો, તે ખૂબ ઐયાસ અને હવસખોર હતો. તેણે તેની જિંદગીમાં ઘણી યુવતીઓના જીવન બરબાદ કરી નાખેલા હતા.તે રાતના સમયે નગરની ખૂબસૂરત યુવતીઓને તેના અનુચરો પાસે પકડી મંગવતો અને વ્યભિચારમાં તે યુવતીઓના જીવનને બરબાદ કરતો. પરંતુ તેની દોલત અને પદવીની સામે પાડવાની કોઈ હિમ્મત કરતું નહીં, અને દિવસે દિવસે આ નરાધમ માનવ મટીગયો હતો. આ હેવાન હવે યુવતીઓની આબરૂ લૂંટયા પછી યુવતીઓને પાશમાં જકડી લઈ તેના ગળામાં દાંત ભરાવી તેનું લોહી ચૂસી મારી નાખતો હતો.

"શેર ને માથે સવા શેર" આ ઉમરાવ 'પોલ'ને, ભારે પડે તેવી એક યુવતી ભટકાઈ, એક રાત્રિએ જ્યારે 'જેની,ને તેના લગ્ન મંડપમાથી, તેણે પહેરેલ બ્લૂ ગાઉન અને ડાયમંડના નેકલેસ સહિત 'પોલ'ના અનુચરો ઉપાડીને ઉમરાવ પાસે લઈ આવ્યા ત્યારે, આ પાશવી 'પોલ.નું હૃદય 'જેની'નું સૌંદર્ય જોઈ થડકારો ખાઈ ગયું, અને પહેલીવાર તેના પાશવી અંદાજમાં મૃદુતા આવી, અને 'જેની'ની પાસે તેની વાસનાના આવેગને સંતોષવા આગળ વધતો હતો ત્યાં, ઘવાયેલી નાગિન બનેલી 'જેની'એ પાસે પડેલું મીણબત્તીનું સ્ટેન્ડ ઉગામી તે નરાધમના પેટમાં ઘરબી દીધું, અને તેણે પોતે,ઉમરાવના મહેલની અગાશીએથી કૂદકો મારી, પોતાનો જાન કુરબાન કરી નાખેલો હતો.

નગરવાસીઓની તે વખતે બંને આંખો રોતી હતી ,'પોલ'ના ઘાતકી સામ્રાજ્યના અંતથી એક આંખ હર્ષના આસુંથી, તો બીજી 'જેની'એ આપેલા બલિદાન માટે. યોગનું યોગ આ બંનેને આ મપુસાવાળા ચર્ચના કબ્રસ્તાનમાં દફનાવામાં આવેલા હતા. અને લોક વાયકા પ્રમાણે કોઈ વાર આ જગ્યાએ થી 'જેની'ના તડપતા આત્માનો અવાજ તેના ઘવાયેલા ઝમીરના દુ;ખને ઉજાગર કરતાં હતા.

...એક જીવતા માનવનો રક્તનો રેલો ચર્ચના દરવાજેથી વહી કબ્રસ્તાનની જમીનને,તાજા માનવ રક્તનું સિંચન કરતો 'જેની'ની કબરે પહોચી અટકી ગયો. ઉમરાવ 'પોલ'ની કબર હજુ દૂર શાહી વિભાગમાં હતી, અને ત્યાં પહોચે તે પહેલા શિખાનું રક્ત સુકાઈ ગયું હતું.

'જેની'ની કબર પાસે, આવી અને અટકેલાં શિખાના રકતે, જમીનની અંદર કંપન અને ખળભળાટ ઊભો કરી દીધો હતો. અન્યાય અને પાશવી કૃત્ય સામે ઝજૂમી મોતની નિંદરે સૂતેલી 'જેની'નું ઝમીર આજે આટલે વરસે કકળી ઉઠ્યું અને તેના ઘવાયેલા ઝમીરને હવે શિખાના રક્તનો સહારો મળતા તે કબરમાથી સુસવાટા ભેર પવન રેલાવતી બાહર આવી ઊભી ત્યારે, સાંજ પડી ચૂકી હતી, સૂરજ ઢળી ચૂક્યો હતો, પરંતુ વીજળીના ચમકતા પ્રકાશ અને આસ્ફાલ્ટની ચમકતી લિસી- લચક સડકો, અને સિમેંટના ઊંચા મકાનો જોઈ અચંબામાં પડી ગઈ. તેને ચર્ચના દરવાજે ઝાડીમાં 'શિખા'ના રક્તથી ભીંજાયેલી સાવિયો ફર્નાંડીઝની હોકી જોઈ, તે હોકીને સત્વરે હાથમાં લીધી, અને આખીય બીના ..કબરમાંથી ઊભીથયેલી 'જેની'ને સમજાઈ ગઈ……….

આજે હોટેલ શેરેટોનના બેંકવેટ હોલના ડાંસ ફ્લોર પર અગણિત પગ થરક્તા હતા, વાતાવરણમાં કાર્યો કેનનથી ફેલાતા ધુમાડાના વાદળ, અને એઇટ ચેનલ જે બી એલ ની 15000 વોટ્સનીમ્યુજિક સિસ્ટમ યુવાન હૈયાને બહેકવા માટે પૂરતા હતા. અન્ય જોડીઑથી અલગજ રીતે સાવિયો ફર્નાંડીઝ અને હેવેનાની જોડી,આજે ફ્લોર ડાન્સમાં રંગ જમાવતી હતી.

આજે હોટેલ શેરેટોનમાં લેબર ડેની ઉજવણી હતી અને શહેરના નામાંકિત મહાનુભાવો અને સરકારી અમલદારો હાજર હતા . આમ લોકોમાં આ ફાંકશનમા નિમંત્રણ મેળવવાનું સ્વપ્ન રહેતું, કે તેઓને નિમંત્રણ મળેતો ઓળખાણ પિછાણ વધે, બધા મન મૂકીને ડાન્સ કરતાં હતા અને સૌ કોઈ ઉત્સાહમાં હતા. એવામાં સૌ કોઇની નજર હોલના દરવાજે પડી.સૌદર્યના કામણ ફેલાવતી રૂપરૂપના અંબારસમી એક યુવતી આછા બ્લૂ ગાઉનના લીબાસમાં ઊભી હતી, તેની ડોકમાં રહેલ ચમકતો ડાયમંડનો નેકલેસ તેની અમીરતા પુરવાર કરવા માટે જરૂરિયાતથી વધારે હતો. પણજીના મેયરના એક માત્ર દીકરા સાવિયો ફર્નાંડીઝે, હેવેનાને ડાન્સ ફ્લોર ઉપર પડતી મૂકી, તે દરવાજે ઊભેલી યુવતી પાસે લપક્યો અને લોલુપ નજરોથી લળીને,તે યુવતીને હોલમાં દોરીને લઈ આવ્યો.

સાવિયો આ યુવતીથી એટલો પ્રભાવિત થયો હતોકે તે તેનું નામ પણ પૂછી શકતો નહતો. આખરે તે, યુવતીને ડાન્સ ફ્લોર ઉપર લઈ ગયો અને તેનો હાથ પકડી, ઈંટરોડ્યુસ કરવાના અંદાજે બોલ્યો, મિત્રો, મીટ માય લવલી ફ્રેન્ડ ' મિસ ... કહેતા બાકીનું વાક્ય તે યુવતીએ 'શિખા' કહી પુરુ કર્યું તે વખતે ફૂલ સ્પીડે ચાલતા એર કંડિશનરની ઠંડી હવાની લહેરો વચ્ચે, સાવિયોને પરસેવો નીતરી આવ્યો. પરંતુ તે યુવતીએ સાવિયોને નશીલી અદામાં કીધું,"ઑ માય સાવિયો કેન વી ડાન્સ" ઓહ, વાય નોટ .. કરતાં સવિયો પૂરા જોશથી ડાન્સ સિકવન્સમાં જોડાયો. મે ડેની તે દિવસની મહેફિલ પછી,'શિખા' જેવી અચાનક રીતે આવી હતી તેવી રીતે અચાનક ગાયબ પણ થઈ ગઈ. સવિયો, આ નવી શિખાનો પહેલીજ મુલાકાતમાં આશિક બની ગયેલો. આ શિખા પણ સાવિઓને હવે રોજ અચૂક મળતી. પરંતુ દરેક વખતે તે અચાનક ગાયબ થઈ હતી. 'શિખા', સાવિયોને જેમ જેમ તડપવતી હતી, તેમ તેમ સાવિયોને આ નવી શિખા પ્રત્યે આકર્ષણ વધતું જતું હતું. અને તેઓની મુલાકાતોનો સિલસિલો અવિરત ચાલુ હતો.

આખરે એક દિવસ સાવિયોએ મોઘીદાટ ડાયમંડની રિંગ આ નવી 'શિખા'ને ભેટ આપતા કીધુ,"શુડ આઈ પ્રપોઝ ટુ ગેટ મેરી વિથ યૂ" શિખા'એ હસી લેતા કહ્યું, "શું જલ્દી છે, ...ઑ કે ચાલ ... તું પણ યાદ કરીશ મને". "તને અત્યારે ના પાડી, નારાજ નથી કરતી, પણ આ વીંટી આમ એકલા ચોરની માફક છુપાઈને મારે નથી પહેરવી", તું રવિવારે તારા ફેમિલી સાથે, મપુસાના ચર્ચમાં આવજે, હું પણ મારા પેરેંટ સાથે ત્યાં હોઈશ" "ત્યાં વડીલોની હાજરીમાં તારી રીંગ પહેરી હંમેશ માટે તારી બનીશ." નવી શિખાના મુખમથી મપુસાના ચર્ચનું નામ સાંભળી, સાવિઓના શરીરમાં એક અજાણ્યું લખલખું વહી ગયું, પણ નજર સામે ઊભેલી આ નવી શિખાને જોતાં ઉત્સાહમાં સરી પડ્યો. અને બોલ્યો,"ઇટ્સ ઓકે ડિયર"

રવિવારની વહેલી સવાથીજ સરકારી મશીનરી, મપુસાના ચર્ચની સાફ સફાઈ અને ડેકોરેશન માટે લાગી ગઈ હતી, રવિવારની તે પ્રાર્થના સભામાં શહેરના લગભગ બધા મહાનુભાવો હાજર રહેવાના હતા . કોઈ લાંબા સમયથી પાણી માટે તરસતી વ્યક્તિની માફક, બ્લૂ ગાઉન અને ડાયમંડ નેકલેસ સાથે 'શીખા'ના ખોળીયામાં રહેલી 'જેની, સાવિયો ફર્નાંડીઝની આવે તેની રાહ જોતી પહેલી બેન્ચ ઉપર બેઠેલી હતી.

ફાધર વિલિયમે ચાંદીના પ્યાલામાં પવિત્ર જળ લીધું અને સાવિયો અને શિખાના નવ યુગલ ઉપર છાંટ્યું, ત્યારે શિખાએ સેન્ડલની ક્લિપ ઠીક કરવાનો પ્રયાસ કરી તે હવાં ઊડતા પાણીથી તેની કાયાને બચાવી હતી, શિખાની આવી અસામાન્ય ચેસ્ટા, ફાધર વિલિયમને અકળવનાર ક્ષણ હતી, પણ પ્રક્રિયા વહેલી આટોપવાની હતી, એટ્લે ક્રિયા આગળ ધપાવી.

સાવિયો ફર્નાંડીઝે ઉત્સાહની ચરમ સીમાએ બોક્સમાંથી રીંગ (વીંટી) કાઢી અને શિખાના ડાબા હાથની રિંગ ફિંગર ઉપર તે વીંટી સરકાવી. ચર્ચમાં રહેલા લોકોની અવિરત તાળીઓના ગડગડાટ વચ્ચે સાવિઓએ, શિખાને જકડી તેઓના દાંપત્ય જીવનની પહેલી સીડીના પગથિયેથી શિખાને તસતસતું દીર્ઘ ચુંબન કર્યું ત્યારે એક ચોંકાવનારી બીના ઘટી.

એકાએક આખાય ચર્ચમાં ઘેરા ધૂમાડાનું વાદળ ઊમટ્યું .. કોઈને કશુજ દેખાતું નહતું, એક માત્ર ફાધર વિલિયમ લાચાર થઈ, કન્ફેશન બેન્ચ ઉપર બેઠા-બેઠા 'જેની'ને,વેંપાયર બની સવિયોના ગળે દાંત ભીડાવી, લોહી ચૂસતીજોઈ રહ્યા હતા.

ધૂમાડાનું વાદળ હવે વિખળાઇ ગયું હતું, એક મધુર સુવાસની લહેર લહેરાઈ રહી હતી, પરંતુ બ્લૂ ગાઉન અને ડાયમંડના નેકલેસના લિબાસમાં થોડી ક્ષણો પહેલા હાજર રહેલી શિખા હવે ચર્ચમાથી અલોપ હતી, અને સાવિયો તે એંગેજમેંટ રિંગ પાસે બેભાન પડેલો હતો, અને તેની ડોકીની ઘોરી નસમાંથી એક લોહીનો મોટો રેલો ચર્ચાના દરવાજે જવા રસ્તો શોધતો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Drama