Darshita Jani

Romance Thriller Tragedy

2.1  

Darshita Jani

Romance Thriller Tragedy

ઝેરના પારખા ન હોય

ઝેરના પારખા ન હોય

4 mins
22.3K


“ડોક્ટર હજી કેટલો ટાઇમ લાગશે અનીશાને મારી સાથે લઇ જવામાં?” વિનીત ડોક્ટર આશુતોષને વિનંતીભર્યા સ્વરે પૂછી રહ્યો હતો. “સર આ મુર્ખામી છે. અનીશાને બહાર ની દુનિયામાં લઇ જવી એ બહુ બહુ મોટું જોખમ છે.” ડોક્ટર ચિતિત સ્વરે વિનીતને સમજાવી રહ્યા હતા.

*

વિનીત ઠકરાર, સાયકોલોજીનો સર્વશ્રેષ્ઠ સ્ટુડન્ટ. આમ તો બધી જ વાતે સીધો અને પ્યોર ભણેશ્રી પણ અત્યંત લાગણીશીલ અને દયાળુ. બસ તેનો અવગુણ કહો કે સદગુણ તે અતિશય જીદ્દી હતો અને તે ક્યારેય કોઈ વસ્તુથી ડરતો નહીં. જોખમ ઉઠાવવાનો તેને ગજબ નશો હતો. અને આવો જ એક નશો એટલે અનીશા...

શહેરના સૌથી પ્રસિદ્ધ સાઈકાએટ્રીસ્ટ ડોક્ટર આશુતોષ પાસે પોતાના એન.જી.ઓ.ના કામ માટે આવેલા વિનીતને કાયમ ૪ નમ્બરના લકઝરી રૂમમાં રહેતી અનીશા પહેલી નજરે મનમાં વસી ગઈ. ૫ – ૬ વખત ત્યાં આવતા તેણે જોયું કે અનીશા રોજ ત્યાં જ રહેતી હતી અને તે ક્યાંય ક્યારેય બહાર પણ જતી નહોતી. વધુ પુછપરછ કરતા જાણવા મળ્યું કે અનીશા છેલ્લા ૩ વર્ષથી રેજ ડીસઓર્ડરને લીધે હોસ્પિટલમાં છે અને તેને ક્યાંય બહાર કાઢી શકાય એવું જ નથી. તેના પરિવારના સભ્યો તેને છ સાત મહિને એક વખત મળી જતાં અને હોસ્પિટલના બિલ્સ ચૂકવી દેતા. નમણી નાજુક અને અત્યંત ખુબસુરત ૨૩ વર્ષની અનીશા વિનીતના દિલ અને દિમાગ પર અસર કરવા લાગી અને તે બન્ને વિનીત ફ્રી હોય ત્યારે હોસ્પિટલમાં જ કલાકો વાતો કરતા. અનીશાના કોઈ વર્તન પરથી એવું ક્યારેય ન લાગતું કે ખરેખર કોઈ માનસિક બીમારી પણ હોઈ શકે. અનીશાને પણ વિનીતની હાજરી ખૂબ ગમતી. આખરે ૩ વર્ષમાં પહેલી વખત કોઈ તેની આટલું નજદીક આવ્યું હતું.

વિનીત વધુ ઓળખવા માંગતો હતો અનીશાને. તે તેને તે હોસ્પિટલમાંથી બહાર કાઢી ખુલ્લી હવામાં લાવવા માંગતો હતોને હોસ્પિટલમાંથી બહાર કાઢવું તેના માટે હવે જીદ બની ગયું હતું. અનીશા અને એટલે જ તે ડોક્ટર આશુતોષને વારંવાર વિનંતી કરી રહ્યો હતો.

“હું બધું જોખમ ઉઠાવવા તૈયાર છું ડોક્ટર, અનીશા બિલકુલ ફાઈન છે પ્લીઝ મને આજે એક દિવસ મને એને લઇ જવા દો.” વિનીતે ફરી રીક્વેસ્ટ કરી “કાચું ઝેર છે ઇ છોકરી સર, એને રેજ ડીસઓર્ડર છે. તેનો જરાક અમથો ગુસ્સો ક્યારે વધી જાય અને ક્યારે તે શું કરી બેસે કોઈ ના કહી શકે. પ્લીઝ રેહવા દો તમે.” ડોકટરે વિનીતને સમજાવતા કહ્યું.

“પ્રેમ ગમે તેવા હિંસક જાનવરને ય પોતાનું બનાવી દે, ડોક્ટર.”

“હા, પણ ઝેરના પારખા ના હોય.” આશુતોષે ફરી સમજાવવાની કોશિશ કરી.

“કિંમત શું લેશો ડોક્ટર?” વિનીતે સીધું પૂછી નાખ્યું.

“શું વાત કરો છો સર તમે પણ!” આશુતોષે આશ્ચર્ય પામતા કહ્યું.

વિનીતે તેના કોટના પોકેટમાંથી ૫૦૦ના ત્રણ બંડલ કાઢી આશુતોષના હાથમાં પકડાવી દીધા. “અનીશાને હું સાંજે ૭ વાગ્યે મૂકી જઈશ.” વિનીતે જવાબની રાહ જોયા વિના જ કહી દીધું. આશુતોષ કંઇક બોલવા જતો હતો પણ તેણે તેને ત્યાં જ હાથ ઉંચો કરી રોકી દીધો.

આશુતોષ પાસે હવે બોલવા માટે કંઈ બાકી નહોતું તે અનીશાને લઈને બહાર લોબીમાં આવી ગયો.

“આજે હું તને બહાર લઇ જાઉં છું અનીશા.” વિનીતે ખુશ થતાં અનીશાને કહ્યું અને અનીશા પણ ખુશીની મારી ઉછળી પડી. વિનીતનો હાથ પકડી નાના બાળકની જેમ અનીશા તેની સાથે જઈ રહી હતી આશુતોષ કચવાતા મને તે બન્નેને જતાં જોઈ રહ્યો તેના હોઠોથી સ્વગત જ નીકળી ગયું. “પ્લીઝ ટેક કેર...”

*

લગભગ ૨ કલાકથી વિનીત અને અનીશા પાર્ક પર ફરી રહ્યા હતા. અનીશાની ખુશીનો કોઈ પાર નહોતો. તેનું ભોળપણ તેની આંખોમાં સાફ છલકાઈ રહ્યું હતું. વિનીતને પણ વિશ્વાસ આવી ગયો કે તેને કોઈ તકલીફ નથી તો તેને પણ બેફિકરીથી અનીશાને જેમ ફરવું હોય તેમ ફરવા દીધી.

વિનીતનો એક ફોન ચાલુ હતો અને અનીશા ફરતા ફરતા બહુ દુર સુમસામ રસ્તા પર આવી ગઈ જ્યાં એક મેલોઘેલો પુરુષ દારૂ પીને પડ્યો હતો. અનીશાને તેની સામે જોતા જ તેણે એલફેલ બોલવાનું શરુ કરી દીધું. થોડીવાર સુધી તો અનીશા એ ધ્યાન ના આપ્યું અને આગળ ચાલે રાખ્યું પણ તે પુરુષે અચાનક જ અનીશાનો રસ્તો રોક્યો અને અનીશા દુર જવા ગઈ તો તેનો હાથ ખેંચી લીધો. તેના હાથનો સ્પર્શ થતાં જ અનીશાનો ક્રોધાગની ભભૂકી ઉઠ્યો. તેણે પોતાના ગોઠણથી તે પુરુષને લાત મારી અને પાસે પડેલા પથ્થરોથી તેને સતત લોહીલુહાણ ના થઇ જાય ત્યાં સુધી મારતી ગઈ. અનીશા પેલા પુરુષને જ મારી રહી હતી કે તેને શોધતા શોધતા વિનીત ત્યાં આવી પહોંચ્યો. વિનીત કંઈ કરી શકે તે પહેલા જ અનીશા એ મોટો પથ્થર ઉપાડી તે પુરુષનું માથું કચડી નાખ્યું.

વિનીત થોડીવાર સાવ અવાચક જ થઇ ગયો. તેણે ધીમે રહીને અનીશાને બાવડે થી પકડી પોતાની તરફ ફેરવી. સૌમ્યમૂર્તિ અનીશા અત્યારે સાક્ષાત કાળ દેખાતી હતી. તેના વિખરાયેલા વાળ, ધગધગતું લોહીથી ખરડાયેલું શરીર, અને રક્ત રંજીત બિહામણી આંખો જોઈ વિનીત રીતસર ધ્રુજી ગયો. તે કંઈ પ્રતિક્રિયા આપે તે પહેલા જ અનીશા બેભાન થઇ વિનીતની બાહોમાં ઢળી ગઈ. વિનીતે કંઈ જ વિચાર્યા વગર તેને પોતાની ગાડીમાં બેસાડી દીધી અને ડોક્ટર આશુતોષની ક્લીનીકે લઇ આવ્યો.

ડોક્ટર અનીશાના કપડા અને વિનીતની હાલત પરથી પૂરી પરિસ્થિતિ પામી ગયા પણ આગળ કંઈ બોલી શક્યા નહીં. વિનીત પોતાની જીદ અને જોખમ ઉપાડવાની આદતને તિલાંજલિ આપતો હોસ્પિટલની બહારની તરફ જઈ રહ્યો. ડઘાયેલી હાલતમાં તે પાછળ ફરી એટલું જ બોલી શક્યો, “તમે સાચા હતા ડોક્ટર, ઝેરના પારખા ના હોય.”


Rate this content
Log in

Similar gujarati story from Romance