Pooja Patel

Abstract Fantasy

4  

Pooja Patel

Abstract Fantasy

જેની કરન

જેની કરન

4 mins
72


     એક શાંતિપુર નામનું ગામ હતું. એક જેની નામની છોકરી હતી. સામાન્ય છોકરીની જેમ એની પણ ઈચ્છાઓ હતી ને સપનાં પણ હતા. એના પપ્પા પોલીસ ઓફિસર હતા. જેની એનાં પપ્પાની લાડકી દીકરી હતી.

    નાનપણથી જ તે ભણવામાં હોશિયાર હતી ને દર વર્ષે તે પરિક્ષામાં પ્રથમ આવતી હતી. પણ તેની બહેનપણીઓ આ વાતથી તેની ઈર્ષ્યા કરતી હતી. જેની ના મમ્મી શાળામાં શિક્ષક હતા. તે પરિક્ષામાં પ્રથમ આવતી હતી; આ વાતને લીધે કોઈ એની સાથે સરખી રીતે વાત પણ નો'તું કરતું, ને એની સાથે દોસ્તી નો'તું કરતું. બધાને એમ જ લાગ્યું હતું કે તે શિક્ષકની દીકરી છે એટલે પાસ થઈ શકે, ને બીજાં લોકો નું પરિણામ અટકાવી શકે છે. પરંતુ હકીકત તો બીજી જ હતી. જેની હંમેશા તેની મહેનતથી જ પ્રથમ આવતી હતી.

    જ્યારે જેની દસમાં ધોરણમાં ભણતી હતી ત્યારે તેના મમ્મી પપ્પાની આશા હતી કે તે ૯૭% લાવશે જ. પણ જેની ને વિજ્ઞાન અને ગણિત વિષય ન હતા ગમતાં. ને પરીક્ષાના પરિણામનાં દિવસે ખબર પડી કે જેની ના ૭૨% જ આવ્યાં છે. એનાં મમ્મી પપ્પાની આશા પર પાણી ફરી વળ્યાં. તેની સાથે એના મમ્મી પપ્પા પણ વાતો કરતાં નો'તા. એવામાં જેનીના પપ્પાનું ટ્રાન્સફર થયું ને જેની ને શાળા બદલવી પડી. નવી શાળામાં એને કેવા દોસ્તો મળશે ? કેવા શિક્ષક હશે ? એવું બધું વિચારતી હતી ત્યાં તો એનાં પપ્પા એ એને સાયન્સમાં એડમીશન કરવી દીધું. જેનીને જે વિષય નો'તા ગમતાં એમાં જ એને રોજ ભણવાની જવાબદારી આવી પડી. 

     અહીં એને દ્રષ્ટિ નામની છોકરી મળી. ધીમે ધીમે તેઓ બંને ખાસ સહેલી બની ગઈ. ને..... જેની- દ્રષ્ટિની દોસ્તીનાં વખાણ આખી શાળામાં થતાં હતાં. એ બંને ને અલગ કરવાની સૌ કોઈએ મહેનત કરી, તો પણ કોઈ સફળ નોતું થઈ શક્યું. જેની ભણવામાં હોંશિયાર હતી અને દ્રષ્ટિ મધ્યમ હતી. શાળામાં શિક્ષક પણ તેને દોસ્તી તોડવાનું કહેતા હતા પણ તેની અસર જેની ને થઈ નહી. એનું ભણવાનું પણ ના બગડ્યું ને દોસ્તી પણ ન તૂટી. શાળામાં એની સાથે બીજી પણ છોકરીઓ સાથે વાતો થાતી હતી, પણ જેની સૈાથી વધારે દ્રષ્ટિ સાથે જ વાતો કરતી હતી. જ્યારે શાળામાં ૧૧ અને ૧૨ બંને વર્ષ પૂરાં થયાં ત્યારે એ બંને ને અલગ થવું સૌથી વધારે મુશ્કેલ વાત હતી. બન્ને એટલું બધું રડ્યાં હતાં કે બેવની આંખો સોજી ગઈ હતી.

   ધીમે ધીમે બંને ની કૉલેજ બદલાઈ ગઈ એટલે કોન્ટેક્ટ ઓછો થવા લાગ્યો. બંને વોટ્સઅપ થી વાતો કરતા હતા. ને એ પણ ધીમે ધીમે બંધ થઈ ગયું. ત્યારે જેનીની જિંદગીમાં નવા નવા ક્લાસ માં છોકરાવ સાથે કોન્ટેક થયો. કૉલેજમાં નવા શિક્ષક અને નવા દોસ્તો. પણ જેનીને હમેશાં દ્રષ્ટિ યાદ આવતી હતી. એ તેનું ભણવાનું કરતી હતી ને બાકીનાં સમયે ચિત્રો દોરવાનું અને કવિતા લખવાનું શરૂ કરી દેતી હતી. એવામાં એની સાથે કરન નામનાં છોકરાએ દોસ્તી કરી. જેની પાસે એની જિંદગીમાં જે જોઈએ તે બધ્ધું જ હતું. પણ તેને કરનને દોસ્તી કરી છતાં પણ કહી દીધું હતું કે તું મારો વધારાનો દોસ્ત છે. કરનને આ વાતથી કોઈ જ વાંધો નો'તો. એ તો એટલું જ વિચારતો હતો કે જેની એને લાઈફ પાર્ટનર બનાવે.

     જ્યારે જેનીને એવી બધી વાતોમાં રસ નો'તો. ધીમે ધીમે બન્ને દોસ્તમાંથી બેસ્ટ ફ્રેન્ડ બન્યાં. ને પછી બન્નેની લાઈફમાં અમુક ખરાબ સમય આવ્યાં. કરનને એની લાઈફમાં ભૂતકાળમાં ૨ છોકરીઓએ દગો દીધો હતો. પછી એણે જેની ને જોઈ ત્યારે એને આ વાત અનુભવ કરી કે આ છોકરી મને સાચવી શકે છે અને મારો સાથ ક્યારેય નહીં છોડે. જેનીને આ વાત સાંભળીને ગુસ્સો આવ્યો હતો પછી એણે કરન ની સાથે ૩ દિવસ સુધી વાત નહોતી કરી. પછી એને બીજા ૨ છોકરાઓ એ કૉલેજમાં એની સાથે દોસ્તી કરવાનું વિચાર્યું. જેનીને બધાં જ છોકરાંથી નફરત થઈ ગઈ હતી. તેણે કરનને આ બધું કીધું ત્યારે કરનએ એ બન્ને છોકરાઓ પાસે માફી માંગવા માટે કહ્યું. 

    જેની તો કરનને બેસ્ટ ફ્રેન્ડ જ માનતી હતી ને બીજી બાજુ કરન એને દોસ્તની જેમ રાખતો હતો પણ તોય તે.... જેની ને એની પત્ની બનાવવાનાં સપનાં જોતો હતો. એને જેનીને કઈ વાતનો ડર લાગે છે, કઈ વાતથી એ ખુશ થાય છે બધ્ધું જ ધ્યાન રાખતો હતો. જ્યારે જેનીનાં પપ્પા શહેરથી બહાર ગયા હોય ત્યારે તે તેને ઘરે મૂકવાં આવતો હતો. કેમ કે તેને ખબર હતી કે જેનીને ભીડમાં નો'તું ગમતું.

   કરન જેનીને પસંદ કરતો હતો આ વાત ની બિપાશા ને ખબર હતી છતાં પણ તેણે કરનને લગ્ન કરવા માટે જીદ કરી. તેણે પૈસાની લાલચ આપવાનાં પ્રયત્ન કર્યા.

   કરનએ બિપાશાને ચોખ્ખી ના પાડી દીધી અને તેણે જેની સાથે જ લગ્ન કર્યા. લગ્ન પહેલા જેની નાં મમ્મી પપ્પા નો'તા તૈયાર કે જેનીના લગ્ન કરન સાથે થાય. જેની અને કરન બંનેએ મનાવ્યાં ને તેમનાં પરિવાર પણ ધીમે ધીમે મળ્યાં. જ્યાં જ્યાં જેની એનાં મમ્મી પપ્પાને સમજાવવામાં પાછળ પડતી હતી ત્યા ત્યાં દ્રષ્ટિએ તેનો સાથ આપ્યો હતો. પછી તો કંકોત્રી છાપવાની શરૂઆત કરી ને પહેલી કંકોત્રી જેનીએ સૈાથી પેહલા દ્રષ્ટિ ને આપી. પછી તો બંનેનાં પરિવારની સહમતીથી સાદાઈથી કોર્ટ-લગ્ન કર્યા. આજે તેમની લાઈફમાં બહુ જ ખુશ છે.

   જેની અને કરનએ એ સાબિત કરી બતાવ્યું કે પ્રેમ માટે કોઈ જ ઉંમર જરૂરી નથી. જે ઉંમર એ પ્રેમ થાય એ જ ઉંમર સાચી કહેવાય. બંન્ને એ એકબીજા ને કૉલેજમાં પસંદ ભલે કર્યાં હતા, પણ જ્યાં સુધી તેઓ પોતાની કારકિર્દી બનાવીને સફળ ન થયા ત્યાં સુધી તેઓએ લગ્ન નો'તા કર્યા. ને જેની તેની ભણવાની સાથે સાથે જિંદગીની શાળામાં પણ પ્રથમ આવી. 


Rate this content
Log in

Similar gujarati story from Abstract