STORYMIRROR

Mrugtrushna *Tarang*

Fantasy Thriller

4  

Mrugtrushna *Tarang*

Fantasy Thriller

જાસૂસી ધુરંધરો

જાસૂસી ધુરંધરો

5 mins
48

એજન્ટ રાઘવનાં વૉલીએન્ટ્રી રિટાયરમેન્ટ પર શી પ્રતિક્રિયા આપવી એ યકાયક જ સૂઝ્યું હોવાથી જાસૂસ વિનોદ, ટીનટીન, કરમચંદ જાસૂસ તેમજ એસીપી પ્રદ્યુમ્ન અને શરલોક હોમ્સ પણ એ. રાઘવને મળવા એનાં બંગલે પહોંચ્યાં.

બંગલામાં ભીતર જવાનો મારગ પાછળથી હતો એ જાણતા હોવાથી સહુ પોતપોતાની રીતે એ. રાઘવને મળવા ઉતાવળા થઈ તથા 'ફર્સ્ટ કમ ફર્સ્ટ સૉર્ટ આઉટ ધ કલ્યુ એન્ડ વિન ધ ગૅમ' અજમાવવા સહુ આઠેય દિશામાં ફેલાઈ ગયાં.

ફ્રન્ટ ડૉર કાચનો હોવા બાદ પણ આરપારનું કશું દેખાઈ નહોતું રહ્યું.

અને, રુલ્સ મુજબ, ભીતર જવા માટેની એન્ટ્રી જબરદસ્તીથી મેળવવાની નહોતી.

કરમચંદ એની કિટ્ટી સાથે મસ્તી કરવા સાથે બંગલામાં ટેરેસ માર્ગે જવા માટે સીઢી શોધવા લાગ્યો.

બાલ્કનીને અઢેલીને એક સ્પાઈરલ નિસરણી મળી આવી. પણ, ચઢવા માટે ખૂબ જ ખતરનાક હોવાથી કરમચંદ કરતાં વધુ એની કિટ્ટી પરેશાન થઈ ગઈ.

નિસરણી પર અગણિત સાંપ વીંટળાયેલા હતાં.

કિચન તરફથી ભીતર જવા માટે પ્રયત્નશીલ જાસૂસ વિનોદ દરેકેદરેક ખિડકીને ટકોરા મારી તપાસી રહ્યો, પણ, એકેય બારી પા, અડધી કે અધકચરી ય ખૂલેલી ન મળતાં એની અવઢવ વધી ગઈ. આજ લગી જે પણ કેસિસ સોલ્વ કર્યા હતાં, એમાં ક્યાંક ને ક્યાંક કોઈ તો લૂપ હૉલ મળી રહ્યો'તો જે કેસ સોલ્વ કરવામાં ફાયદેમંદ રહ્યો.

પણ, આજે, બંગલાની ભીતર કેવીરીતે જવું એ પ્રશ્ન આત્મસુરક્ષાથી ય વિશેષ થઈ પડ્યો. ખુદને પુરવાર કરવાનું વિશેષ કાર્ય હતું.

એસીપી પ્રદ્યુમનને એનાં આસિસ્ટન્ટસની ખૂબ યાદ આવી રહી હતી. એમાં ખાસ તો ઈ. દયાની કે જે એનાં આદેશ પર હર એક દરવાજાઓ તોડવા માટે હંમેશા તૈયાર રહેતો.

એ. રાઘવને તો કોઈપણ જાતનો અંદાજો નહોતો કે એનાં વોલીએન્ટર રિટાયરમેન્ટનો નિર્ણય રદબાતલ કરાવવા જાસૂસી જગતનાં ધુરંધરો એને મળવા ખાસ એનાં ઘરે આવ્યાં છે અને એ સહુ એનાં બંગલામાં ભીતર ઘુસવા માટે કંઈ ને કંઈ નિત નવા ઉપક્રમો યોજી રહ્યાં છે.

વર્ષોથી એક સ્વપ્ન કે જે એ. રાઘવનાં જીવનનું કડવું સત્ય છે અને એને પહોંચી વળવા માટે જ એણે ડિટેકટિવ એજન્સી જોઈન કરી હતી.

દસ વર્ષ એજન્ટ તરીકેની કામગીરી પાર પાડ્યા બાદ પણ એ તસુભર પણ એ સ્વપ્નવત હકીકત તરફ આગળ નહોતો વધી શક્યો, એટલે જ તો આ રિટાર્યમેન્ટ લેવાની ફરજ પડી હતી.

ગઈ રાતે મોડે સુધી એ બાબતે વિચારો તથા પ્લાનિંગ કર્યા બાદ જીવનમાં પહેલીવાર વાઇનનો સહારો લઈ નિરાંતની ઊંઘ લેવા પલંગ પર પડ્યો તે હજુય એજ હેંગ ઑવરમાંથી બહાર નહોતો આવી શક્યો. અને, એટલે જ એનાં બંગલાની બહાર ઊભેલા એનાં હિતેચ્છુઓનો કલશોર એનાં કાન સુધી પહોંચી નહોતો રહ્યો.

એજન્ટ વિનોદ પેન્ટ હાઉસમાં પાઇપ વડે ઉપર ચઢવાનાં મનસૂબા પાર પાડે ત્યાં તો કરમચંદ સ્પાઇરલ નિસરણી વડે ઉપર તરફ ચડવા લાગ્યો.

એ. વિનોદ પણ પાઇપ પર ચઢવાનાં ઍના પુરાના કરતબોને અંજામ આપવામાં મહદ અંશે કામયાબ નીવડ્યો જ હતો.

અને, ટીનટીન તો પિકાચુની મદદથી હવામાં ઊડવાથી લઈને ચાલવા સુધીનાં બધાં જ મેજીક વાપરી સીધો જ પેન્ટ હાઉસનાં ઉપલા માળે પહોંચી ગયો.

પણ, કુંડી અંદરથી લગાવેલી હોવાથી જાદુ મંતર કરી કુંડી ખોલવી રહી. ટીનટીન એક નવી જદ્દોજહદમાં અટવાયેલો રહ્યો.

એસીપી પ્રદ્યુમન ઈ. દયાને યાદ કરી હથોડા જેવો પોતાનો જ હાથ જીવનમાં પહેલી વખત વાપરી દરવાજો તોડવામાં કામયાબ નીવડ્યો ત્યારે એને પોતાને પણ પહેલીવાર સમજાયું કે પોતે પણ એટલો જ તાકતવર છે કે જેટલો લોકો ઈ. દયાને જુએ છે, જાણે છે, ને માને પણ છે.

એકસામટો શોરગુલ એ. રાઘવનાં કાન પાસે સંભળાતા હડબડાહટમાં રાઘવે આડેધડ પોતાનાં હાથપગ હલાવ્યાં અને ઓશિકા નીચે મૂકેલી પિસ્તોલ શોધવા લાગ્યો.

નશીલી આંખોમાં ઊંઘરેટી હજુય એટલી જ જોરદાર હતી કે જેવી 31સ્ટ ડિસેમ્બરની નાઇટે હોય. એટલે, ખુદને આશ્વાસિત કરતો એ. રાઘવ ઉઠવાનો પ્રયત્ન કરવા લાગ્યો અને એમાં જાસૂસી જગતનાં ધુરંધરોએ ભેગા મળીને મદદ કરી અને સહુ એની સામે એક એક ખુરશી, કાઉચ, બિન બેગ ને સ્ટૂલ લઈ બેસી ગયાં.

કરમચંદનાં ઇશારાને સમજી પહેલીવાર કિટ્ટીએ સહી ટાઈમ પર સહી કરી કર્યું અને બેડ પાસે મુકેલો પાણી ભરેલો જગ લાવી પોતાનાં બૉસ કરમચંદને આપવા ગઈ ત્યાં કારપેટમાં એની પેન્સિલ હિલ ફસાણી અને એ ઠંડા પાણી ભરેલો જગ એ. રાઘવ પર અનાયાસે ઉલેળાયો..

"કૌન હૈ, કૌન હૈ..." પૂછી લોડેડ ગનને અનલોક કરી ગોળી છોડવાની તૈયારી પૂરજોશમાં આદરી એટલે છેવટે બાથરૂમમાંથી નહાઈને બહાર આવેલી એ. ઈશાએ મામલો સંભાળી લીધો અને એ. રાઘવને પણ ઉઠાડવાની જહેમત કરવા લાગી...

ઠંડા પાણીનો શાવર બેડ પર બેડ - ટી ની જેમ મળી જતાં એ. રાઘવ કંઈ બોલવા જતો હતો ત્યાં એ. ઈશાએ કોડ વર્ડમાં હાલની પરિસ્થિતિથી એને વાકેફ કર્યો.

જાસૂસી જગતનાં મહેમાનોને એકસામટા એનાં ઘર આંગણે ઇન્ફેકટ એનાં બેડરૂમમાં હાજર જોઈ હર્ષોલ્લાસ સાથે થોડું ઓકવર્ડ પણ લાગી રહ્યું હતું એને.

જસ્ટ અ સેકન્ડ કહી ઝડપથી એ બાથરૂમમાં ઘુસી ગયો.

સહુ એકબીજાનું મ્હોં વકાસીને કેવળ જોઈ રહ્યાં.

આવી પરિસ્થિતિ બાબતે કોઈએ પહેલીથી કશું વિચાર્યું જ નહોતું. એટલે, હવે આગળ શું કરવું ? એ. રાઘવને કેવી રીતે કન્વિન્સ કરવો ? કેવી રીતે ક્યા શબ્દોમાં એને સમજાવવો ? ઇત્યાદિ પ્રશ્નો દરેકના ચહેરા પર સ્પષ્ટપણે નજર આવી રહ્યાં હતાં.. અને એ પણ ઉકેલ વગરનાં પ્રશ્નો...

"વેલ, વેલ, ગુડ ટૂ સિ યુ ઓલ હિયર, ઓલ ટૂગેધર ! વોટ્સ અપ ગાય્ઝ" ઍન્ડ ટૂ બ્યુટીફૂલ લેડીઝ ?"

વાક્ય પૂરું થાય ત્યાં સુધીમાં સામેથી એક બુલેટ એ. રાઘવ તરફ સુપર ફાસ્ટ સ્પીડમાં આવી અને એને ચીરતી જાય એ પહેલાં કિટ્ટી કે જે જગ લઈ ઊભી થવા ગઈ હતી એનાં સ્કર્ટમાંથી આરપાર નીકળીને બાથરૂમનાં દરવાજે જઈ અથડાઈ.

કિટ્ટી બુલેટની સ્પીડ જોઈ ચક્કર ખાઈને પડી નીચે. કરમચંદ એક ક્ષણ માટે કિટ્ટી તરફ ઝૂક્યો અને બીજી જ પળે બુલેટ મારનારની દિશા તરફ દોડ્યો.

પ્રદ્યુમન પણ બારી તરફ આગળ વધ્યો. એ. વિનોદ આ તક ઝડપી લેવા મથતો હોય એમ પાઇપ વાટે જ ફરી નીચે ગયો અને એ કિલર પાછળ દોડવા લાગ્યો.

એ. રાઘવ તથા એ. ઈશાએ એકમેકની નજરમાં નજર માંડી વિપરીત દિશામાં સ્પાઈડરનાં જાળાઓ ગૂંથી એનાં કિનારાઓથી એકમેકને બાંધી ઝૂમ કરતાં દુશ્મન સામે આવી ઊભાં રહી ગયાં.

દુશ્મન ગડથોલું ખાઈ ગબડી પડ્યો. ચાર ડગલાં પાછળ જ ઊંચી ટેકરીની ચોંટી હતી.. જાસૂસોના હાથમાં આવી જઈ ઝીલ્લતભરી મોત ને ભેંટવા પહેલા જ એણે જોકરની કેપમાં લટકાવેલ ફૂમતામાંથી સાઈનાઈટ કાઢી ચૂસી લીધું અને કલાઉન જેવી સ્માઈલ કરતો ચોંટી પરથી નીચે કૂદી ગયો.

જતાં જતાં કવિતા ગણગણતો ગયો -


ખમી જાય્ ગુમ્બો

જો પરપોટો, પાડી

દઉં ચલ્ ઊંધો !!


ચાલ, રમીએ

નવો એક દાવ, ચોર

હું, પુલિસ તું !!


સરકાવી જો

સમય્ ત્ને ફાવે ઈમ્, ચલ્

હ્વે પકડ મને..!!


Rate this content
Log in

Similar gujarati story from Fantasy