Pravina Avinash

Drama

2  

Pravina Avinash

Drama

ઈંતજારની ઘડી

ઈંતજારની ઘડી

3 mins
7.3K


રોજ કાંઈ કેટકેટલાં બાળકો હોસ્પિટલમાં જન્મતા હશે ? દરેક બાળક પોતાનું નસીબ લઈને જન્મે છે. પૂર્વ જન્મના સંસ્કાર અને કર્યા કર્મોનું ભાથું સાથે બાંધેલું હોય. એ ભાથામાં શું હશે તેની તો કલ્પના કરવી રહી. શામાટે મગજને ખોટી તકલીફ આપવી. જેમ મોટો થશે તેમ આપમેળે તેનું પોત પ્રકાશસે. સાંભળ્યું છે. જોયું છે. જાણ્યું છે. અનુભવ્યું છે. આજ સુધી માનવના ઈતિહાસમાં કોઈ પણ બાળકે પોતાના માતા અને પિતાની પસંદગી કરી નથી.

આજે મહેતાની હોસ્પિટલમાં નટવર શેઠ બે હાથ પાછળ રાખીને આંટા મારતા હતા. શેઠ એટલે પેટ મોટું હોય એ સ્વાભાવિક છે. ઉમર પણ પચાસની આસપાસ હતી. મ્હોંની રેખાઓ કહી આપતી હતી કે લાખોનું ઉથલપાથલ થાય તો પણ જે શેઠના પેટનું પાણી ન હાલે તે અત્યારે થોડા વિચલિત હતા. પહેલીવારની પત્ની લગ્ન પછી દસ વર્ષે સારા સમાચાર આપવાની હતી. અંત સમયે બન્નેમાંથી કોઈ બચવા પામ્યું ન હતું. શેઠ હચમચી ગયા હતા. ઈશ્વર ઈચ્છા સમજી મનને મનાવ્યું.

શેઠે બે વર્ષ પછી પોતાનાથી દસ વર્ષ નાની સ્ત્રી સાથે લગ્ન કર્યા. લક્ષ્મીની રેલમછેલ હોય ત્યાં લગ્ન કરવા આસાન બની જાય. વળી નવીને પાંચ વર્ષ સુંધી કોઈ એંધાણી જણાઈ નહી. શેઠે આશા મૂકી દીધી હતી. તેમણે મનને વાળ્યું. જો ખોળાનો ખુંદનાર ન જ આવવાનો હોય તો તેને જબરદસ્તીથી કેવી રીતે લવાય. સર્જનહાર ક્યારે કોના પર કૃપા વરસાવે તેની ખબર હોતી નથી. આજે એ શુભ ઘડી ગણાઈ રહી હતી. જેમ સમય નજીક આવતો ગયો તેમ તેમ શેઠના પગની ઝડપ વધતી ગઈ.

મનોરમા શેઠાણીએ જ્યારે શુભ સમાચાર આપ્યા ત્યારે શેઠ પોતે આધેડ છે, એ વિસરી ગયા. આનંદના અતિરેકમાં શેઠાણીને ઉંચકી ફુદરડી ફરવા લાગ્યા.

‘આ શું ઘેલા કાઢ્યા છે?'

‘કેમ તું ખુશ નથી?'

‘પણ, આ રીતે, લજવાતા નથી?'

‘સાલા મૈં તો બાપ બન ગયા!'

‘અરે, મને નીચે તો મૂકો!'

વર્ષોના વહાણા વાય. જીંદગી ક્યાં કદી કોઈની રાહ જુએ છે? જે ઘડી ગુજરી રહી છે તે સદીઓ જેટલી લાંબી લાગે છે. ઈંતજારનો સમય કીડી વેગે પસાર થાય. હ્રદયની ધડકન ફ્રેન્ટીયર મેલની તેજ ઝડપે ચાલે. દિમાગ આડા અવળા બધા વિચાર કરી નતીજા પર પહોંચવાનો પ્રયાસ કરે. નરી નિષ્ફળતાને વરે. પરિસ્થિતિ એવી હતી અટકળ કરે તો ૫૦ ટકા સફળતા મળે. દીકરો કે દીકરી ? બેમાંથી એક ચોક્કસ હતું. પણ કોણ ? રાહ જોયા વગર કોઈ ઈલાજ ન હતો!

ત્યાં ટેબલ પર દર્દના માર્યા નવી શેઠાણીનો જાન નીકળી રહ્યો હતો. જિંદગીનો આ પ્રથમ અનુભવ હતો. બાળકને જન્મ આપવાનું દર્દ જે સ્ત્રીએ અનુભવ્યું હોય તેને ખબર હોય! બાકી પેનથી લખવું કે શબ્દથી વર્ણન કરવું બને નિરર્થક છે.

વંધ્યા શું જાણે પેલા પ્રસવની પીડ

ગોપીજનના રે પ્રાણ મારા પ્રભુજીની પાસે..

પહેલી વખત હોય ત્યારે ઓછામાં ઓછા ૧૫ અને નહીં તો ૨૪ કલાક સાચા. એ પણ જો સમું ઉતર્યું તો. નહિતર પેટ ચીરવાનું પાકું. મનોરમા શેઠાણીને ૪૦ ઉપર તો હતા. બધી સગવડ શેઠે કરી રાખી હતી. તેમને આવનાર તેમજ જન્મ દેનાર બન્ને ખૂબ પ્યારા હતા.

નીચે વરંડામાં આંટા મારતા શેઠની ચાલ ઝડપી બની. તેમના મોઢા પર ગભરાહટના ચિન્હો ઉપસી આવ્યા. તેમનું લોહીનું દબાણ એકદમ વધી ગયું. આ બાજુ શેઠાણીના ચિત્કાર વધવા લાગ્યા. વેણનું શૂળ તેમનું ઝડપી અને તીવ્ર બનતું જતું હતું.

ડૉક્ટર જાણી ગયા પ્રસુતિ કુદરતી રીતે સહેલાઈથી થશે. ઘડી પળ ઉપરથી લખાઈને આવ્યા હોય છે. માનવી લાખ ચાહે ચોઘડિયું બદલવા અશક્તિમાન  છે. ચોઘડિયું તો વહેલું મોડું થઈ શકે. દીકરો કે દીકરી એ તો સર્જનહારના હાથમાં છે. અહીં શેઠની ધીરજ ખૂટી અને બીજી બાજુ ઈંતજારની ઘડીનો અંત આવ્યો ! 


Rate this content
Log in

Similar gujarati story from Drama