Kaushik Dave

Comedy Horror Action

3  

Kaushik Dave

Comedy Horror Action

હવેલીમાં રહસ્ય

હવેલીમાં રહસ્ય

2 mins
238


જુની મોટી ખંડેર જેવા મકાનના દરવાજાની સાંકળ ખખડી. દરવાજો ખુલ્યો નહીં. ફરીથી એણે દરવાજાની સાંકળ જોરથી ખખડાવી. પણ...નિષ્ફળ.કેમ દરવાજો ખોલતા નથી..આવનાર વ્યક્તિ બબડ્યો.. ખોટું ગાંડપણ કર્યું..એ માણસ ફરીથી બબડ્યો.

આ સાયકલ લઈને ના નીકળ્યો હોત તો સારું. આ દાહોદના ગઢીમાંથી રાત્રે નીકળી પડ્યો. તે ગુજરાતની બોર્ડર ઓળંગીને અલીરાજપુર જવા નીકળ્યો. આ ગાંડપણ જ કહેવાય ને ! થાકી ગયો. લાગે છે કે ચંદ્રશેખર આઝાદની જન્મ ભૂમિ જતી રહી લાગે છે. ને અલી રાજપુર કદાચ નજીક હોઈ શકે. આ સાયકલ ચલાવીને થાકી ગયો.

નજીકમાં આ જુનું ખંડેર મકાન જોયું. થોડો આરામ કરીને નીકળું. હા હું રહસ્ય. ચાલો હવે આ ખંડેરમાં. આરામ મલશે કે નહીં ? ફરીથી... દરવાજો અને કીચૂડ..કીચૂડ.. કરતો દરવાજો ખુલ્યો. નવાઈ લાગી. કોઈ તો હતું નહીં !

કોણે ખોલ્યું હશે ? રહસ્ય જુના પુરાના ખંડેર મકાનમાં પ્રવેશ્યો. જોયું..ઓહ્. કેટલું જુનું મકાન. પણ કેમ કોઈ દેખાતું નથી. રહસ્ય હસી પડ્યો. એમ વાત છે જોરથી હસ્યો. એ સાથે જ એ ખંડેર મકાનમાંથી પણ ખડખડાટ હસવાનો અવાજ આવ્યો.રહસ્ય હસી પડ્યો.

"આવ... રહસ્ય...આવ. તારી જ રાહ જોતો હતો. પણ સાયકલ કેમ ? ચાલતા જ નીકળવું જ હતું ને ?"

એ સાથે હાસ્ય વધી ગયું. રહસ્ય ગભરાયો નહીં. બોલ્યો, આમ હસીને તો પેટ દુખી જશે. ચાલ આપણે રમત કરીએ."

સામેથી અવાજ આવ્યો.. 'સ્ટોપ.'

રહસ્ય સ્થિર થઈ ગયો. અને દરવાજો ફરીથી ખખડ્યો. બીજી ..ત્રીજી વાર. હવે કોણ હશે ?

એટલામાં બારણું ખટખટાવવાનો અવાજ. કોણ હશ ? શાંતિલાલ બબડ્યા... અત્યારે દરવાજો ખોલ્યો.

અવાજ... "અરે..હજુ ઉંઘે છે ?"

"હા..બોલો કાંતિલાલ."

"હા...પણ તું મને કહે.. કે... રહસ્ય એ હવેલીમાં કેમ ગયો ? એ પછી કોણ આવ્યું ?"

'એટલે ? તને પણ. તું પણ આ વિષય પર..'

"હા...પણ પછી શું થયુ ?"

"એજ તો... એ જાણવા જતો જ હતો ને તું ટપકી પડ્યો."

"તો પછી... શાંતિલાલ.. આપણે બે ભેગા મળીને આ વિષય પર લખીએ તો.".

."એટલે... સલીમ જાવેદ..ની જેમ શાંતિ કાંતિ ની જોડી."

તો પછી લખીજ નાખીએ 

"હવેલીમાં રહસ્ય"


Rate this content
Log in

Similar gujarati story from Comedy