હું નથી
હું નથી
શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો હતો. બધા શિવભક્ત બનીને સવાર સવારમાં શિવાલય જતાં મને પણ મારી મમ્મી ધરાર મોકલે પરંતુ હું તો એટલો જિદ્દી કે હું મંદિરે જવાને બદલે ગામની મારી મનગમતી જગ્યાએ જઈને બેસતો. મનને અલગજ શાંતિ પ્રાપ્ત થતી હોય.
પણ એક દિવસ ઢળતી સાંજની લાલિમા ખીલી રહી હતી અને મન મોર બની નાચતું હોય એવું લાગવા માંડ્યું એ મારી સામે આંખો સામે આવી ગઈ. એ જ કેસરિયો સાડલો લાંબો ગુથેલો ચોટલો ને ફકત મારી વાત માનીને કરેલ કંકુનો ગોળ ચાંલ્લો. રૂપ નહીં પરંતુ એ ઘઉંવર્ણી કાયા પણ આદર્શ લાગતી હતી. એ આવીને હમેશા એકજ સવાલ કરતી તું મંદિરે કેમ નથી જતો ? અને હું એકજ જવાબ દેતો હું એ નથી...