Priti Shah

Comedy Drama

3  

Priti Shah

Comedy Drama

હસ્યા તો ફાવ્યા

હસ્યા તો ફાવ્યા

3 mins
11.6K


"એ.. ય..કહું છું.. સોફા પર પગ ઊંચા લઈને છાનામાના બેસી રહો."

"હા, તે બેઠો જ છું ને ?"

"વારે ઘડીએ આમ નમી-નમીને શું જુઓ છો ?"

"એ તો તે પોતું બરાબર માર્યું છે કે નહિ તે જોઉં છું..

એ..મ..? પરંતુ મને કેમ એમ લાગે છે કે, તમે આ પોતાં મારેલી ટાઈલ્સો સુકાઈ ગઈ છે કે નહિ, તે જોઈને ત્યાંથી ઊભા થવાનું વિચારો છો ?"

"લે, તે સુકાઈ જાય પછી તો હું ઊભો થઈ જ શકું છું ને ? તારે મને કેટલાં કલાક આમ સજા આપવી છે હેં.. ?"

"એક કામ કરો કાલથી તમે જ પોતાં મારજો, ને હું તમે કહો ત્યાં સુધી સોફા પર બેસી રહીશ. બોલો છે મંજૂર ?"

"આપણે તો ભાઈ, સાંભળ્યું ના સાંભળ્યું કરીને રીમોટ હાથમાં લઈને ટીવીની ચેનલો ફેરવવા માંડી. (બહુ બોલવામાં ભલાઈ નથી એમ સમજીને જ સ્તો.. બાકી, આમ કાંઈ આપણે ઢીલા નો પડીએ હોં.. આ તો લોકડાઉનને લીધે ઘરમાં ગુડાણાં છીએ બાકી, ઘરમાં પોતાં વાગતાં હોય. (મારતા લખવું હતું પણ, સાલા ખરેખર વાગે છે હોં..એ તો બધાંને ક્યારેક ને ક્યારેક તો આ અનુભવ થયો જ હશે ને ?) ત્યારે, આપણે તો પાનનાં ગલ્લે મજાથી હથેળીમાં બે આંગળીઓ ઘસતાં હોઈએ..

(એટલે માવો જ સ્તો વળી..ખાનારા સમજી જ ગયા હશે.. નહિ ખાનારા પણ સમજી જ જાય ને ? લગન ના કર્યાં હોય તો શું થયું ? જાનમાં તો ગયા જ હોય ને ? કોઈક એક આંગળીથી પણ કામ ચલાવી લે..કામ ચો..ઓ..ઓ..ર..)

હેપી લાફ્ટર ડે 

આ તો બધાં કહે છે એટલે હોં.. બાકી આ 'ડે-બે'માં આપણને કાંઈ ખબર નો પડે અને વળી તમે (આ હસતાં ઢીંગલા કે બાબલાનાં એ જે હોય તે) નું ચિત્ર મૂક્યું છે ને એટલે, લખી નાંખ્યું. વચ્ચે-વચ્ચે હસવાનાં ઈમોજી મૂકવાનું મન થયું હતું. (ઘણાંને ઈમોજી જોઈને ખબર પડે કે અહીંયા હસવાનું હતું. પછી ફરી વાંચે કે લાવને જોઉં તો આમાં હસવા જેવું શું હતું..?) પણ પછી થયું કે, કોઈને જબરજસ્તી ના હસાવાય. મારા લખાણમાં દમ હશે તો વાંચવાવાળાનાં ચહેરા પર ઓટોમેટીક હસી ઉભરાઈ આવશે. (એટલે વાંચવાવાળાની સેન્સ ઓફ હ્યુમર પણ સારી હોવી જોઈએ હોં ભાઈ..તમને હસવું ના આવે તો એકલાં મારા લખાણમાં દોષ ના કાઢતાં..ઘણાંને એવી ટેવ હોય કે આખે-આખો દોષનો ટોપલો બીજાને માથે જ ઢોળી દે..તમે એમ કરતાં પહેલાં પોતાની જાતને જરાક ફંફોસજો..આઈ મીન.. તમે છેલ્લાં ક્યારે હસ્યાં હતાં..? કે પછી સોગીયું મોઢું લઈને જ ફર્યા કરો છો..? (કોઈક ને બહાર રખડવા ના મળે ને કોઈક ને માવા ના મળે એટલે એવું થાય સમજી શકાય એમ છે.) ના સમજાય તો બે વાર વાંચજો બા..પ..લા..દિવેલ પીધેલું મોઢું રાખીને વાંચશો તો, બધું ઉપરથી જ જશે એની મારી ગેરંટી.. બાકી હસ્યા તો (ફસ્યા એવું નહિ કહું હોં. એ તો તમે ધારી લીધું..લાગે છે તમે શીર્ષક બરાબર નથી વાંચ્યું..ના, પણ વાંચ્યુ તો હશે જ.. કદાચ, મારી વાતમાં એવાં ખોવાઈ ગયા હશો ને કે ભૂલી જ ગયા હશો. નહિ ? હવે પાછા શીર્ષક જોવા નહિ જતાં..ચાલો, હું જ કહી દઉં છું. "હસ્યા તો ફાવ્યા.."


Rate this content
Log in

Similar gujarati story from Comedy