STORYMIRROR

Kanala Dharmendra

Tragedy

3  

Kanala Dharmendra

Tragedy

હસ્તમેળાપ

હસ્તમેળાપ

1 min
808


પરમે આમ તો વકીલ તરીકે 500 થી વધુ છૂટાછેડાના કેસમાં દંપતિઓને અલગ કર્યા હતાં. પણ, આજે વાત જરા જુદી હતી, કારણ કે આજે તેને પ્રીતિથી અલગ થવાનું હતું. કેસ પૂરો થયો, રસ્તામાં એક જગ્યાએથી કંઇક ફોર્મ લીધું, ઘરે પહોંચ્યો, પોતાનાં લગ્નનો ફોટો આલ્બમ લઈને હસ્તમેળાપનો ફોટોગ્રાફ જોતાં-જોતાં આરામ ખુરશી પર બેઠો, હાલક-ડોલક વચ્ચે તેની નજર પોતાના ફ્લેટની સામેના ફળિયામાં રહેતા હસમુખભાઈના પરિવાર પર પડી. ૧૩ જણાનો પરિવાર! ખબર નહીં શું વાત કરતા હશે પણ બધાં ખૂબ હસતાં હતાં. "હસવું જીવન માટે ખૂબ જરૂરી છે" પોતાના ખિસ્સામાં રહેલ લાફિંગ ક્લબના ફોર્મનું પહેલું વાક્ય વાંચી પરમે ભીની આંખે આખું ફોર્મ ભરી દીધું.

   

                         


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Tragedy