Gautam Kothari

Action Inspirational Thriller

4.1  

Gautam Kothari

Action Inspirational Thriller

હરીકો ભગાયા ઘેલી કાંગલી હઠાળ

હરીકો ભગાયા ઘેલી કાંગલી હઠાળ

2 mins
183


હરી કો ( સિંહ ) ભગાયા ઘેલી કાંગલી( ભેંસનું નામ ) હઠાળ ગીરના નેશમાં રામ નોળ ગીરના માલધારીનો નેસડો. નેસડામાં સાંજે પાછી વળેલી ભેંસો જમીન ઉપર બેઠેલી.

જોકમાં લગભગ ૮૦ જેટલી ભેંસો હશે નિરાંતે બેઠેલી ભેસો વાગોળતી હતી. રાત ના દશ થયા, ને ત્યાં સાવજની ત્રાડ સંભળાણી !

છ દીનો ભૂખ્યો સાવજ મારણ માટે ભૂરાટ્ટો થયો હતો. લોઠકી ભેંસોએ સાવજની ત્રાડ સાંભળી કે તુરતજ નાના પાડરું ને વચ્ચે રાખી રક્ષણ આપવા તેની આજુ બાજુ ગોઠવાઈ ગઈ.

સાવજની ત્રાડમાં રહેલી ભૂખની ગંધ આ ભેંસોને આવી ગયેલી એના રુવાડા સુયા ની જેમ ઉભા થઇ ગયા !

રૂપાળી દેખાતી ભેંસો એકાએક વિકરાળ દેખાવા લાગી !

માલધારી રામ નોળનો ભાણેજ આવી મોંકાણથી ટેવાયેલો હતો. તેને ખબર હતી કે શું કરવું પડે... તે દોડી ને આવ્યો.

ઝોકનો ઝાપો ઉઘાડી બૂમ પાડી, બાપ કાંગલ !..બાપ કાંગલ !

ખાડામાંથી કાંગલ નામની ભેંસ બહાર આવી. રામ નોળના ભાણેજ સામે હેતથી જોયું અને પછી હવા સુંઘી, છાકોટો કરી, જે દિશામાંથી સાવજની ત્રાડ સંભાળતી હતી, તે દિશામાં કાંગલે દોટ મૂકી.

ગીરની ભેંસ અને ગીરના સાવજ આજ સામસામે થવાના હતા ! દૂધની શેરો છોડતી કાંગલના માતૃત્વ અને રામ નોળના માલધારીપણાની આજે ખરી એટલે કે ખરેખરી કસોટી હતી.

કે'વાય છે કે આખી રાત સાવજ અને કાંગલ સામ સામા રહ્યા.

સાવજે ત્રણેક વખત ઊંચી છલંગો મારી પણ કાંગલના કાન સુધી તેનો પંજો માંડમાંડ પોંચ્યો.

કાંગલ સાવજ ને નસાડી ને પાછી આવી ત્યારે મોસુજણું થઈ ગયું હતું.

શરણાઈના મોઢા જેવા ફૂલેલા નસકોરા ચકળવકળ આંખો ગળામાંથી સાવજ ને નાસાડવાની મગરૂબીનો અવાજ.

આવું હતું ભરકડે પાછી આવેલી કાંગલ રૂપ ઝોક મા હજું પણ કાંગલની પાછા આવવાની રાહ જોઈ બધી ભેંસો ઊભી હતી.

કાંગલને જોઈ કાંગલને બિરદાવતી હોઈ તેમ તેના ઉપર બધી ભેંસો ગળા નાખવા મંડી, તેને સુંઘવા મંડી. કાંગલના કાન ઉપર થોડું લોહી હતું પણ પાછા પડેલા સાવજનેય કાંગલે સાવ કોરો નોતો જાવ દીધો. કાંગલને શિંગડે ચોટેલું લોહી તે વાતની સાક્ષી પુરી રહ્યું હતું.

આ બનાવ જોઈ ભક્તકવિશ્રી દુલા કાગે ગીત લખ્યું

"રામ નોળ તણું ખાડું શામજી સરમોડ રાખે "

"કોક દિવસ ભેંસો નો પણ હોઈ છે

આતો ગાંડી ગીર કેવાય....!!"


Rate this content
Log in

Similar gujarati story from Action