Gautam Kothari

Inspirational

4.5  

Gautam Kothari

Inspirational

કઠોર  નિર્ણય

કઠોર  નિર્ણય

4 mins
424


છાપુ હાથમાં આવતા જ દરેકની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ. કોઇ માનવા તૈયાર ન હતુ. આટલા મોટા સેવાભાવી. સાલસ, શાંત, પરોપકારી અને પરગજુ કાન્તિકાકા વિશે કોઈને સ્વપ્નેય ખ્યાલ ન હતો. કદાચ છાપાવાળાની કંઈક ભૂલ થતી લાગે છે. બધા એકબીજાને "બને જ નહિ ને" કહી મન વાળતા હતા. પણ છાપામાં આપેલ નોટિસ સાચી જ હતી.

કાન્તિકાકાને ત્રણ દીકરા. શરૂઆતની તેમની નોકરી મિલ કામદારની.નાનકડી ખોલીમા સવિતા કાકી સાથે એમણે પોતાના સંસારની શરૂઆત કરેલી. આખી જિંદગી કરકસરથી જીવન ચલાવે રાખ્યું. મોટા દીકરા વિવેકનો જન્મ પણ આ જ ખોલીમાં. વિવેકની પ્રથમ વર્ષગાંઠ ઉજવવાના પૈસા ન હતા પણ હર્ષ ખરો. મીલમાં જવા રાખેલી સાઈકલ માત્ર ત્રીસરૂપિયામાં વેચી નાખેલી. કાકીને અંધારામાં રાખીને. છ  છ મહીના ચાલતા મીલે જતા. સવિતાકાકીની કરકસર અને પોતાના ઓવરટાઈમના પૈસાથી બીજી જુની સાઈકલ  ખરીદી લાવ્યા ત્યારે સવિતા કાકીનો જીવ હેઠે બેઠો.

ઘણુ દુઃખ વેઠીને..પોતાના અંગત મોજશોખનુ બલીદાન આપીને દીકરાઓને  ભણાવ્યા. વચલો દીકરો ખાસ કંઈ ભણી ના શકયો.પણ સૌથી નાનો દીકરો તેજસ્વી. દરદાગીના વેચીને કે ઉછીનાપાછીના કરીને પણ તેને ઉચ્ચ શિક્ષણ આપ્યુ

મોટા દીકરાને ભાવનગરમા નોકરી. વચલાએ રાજકોટમાં પોતાનો ધંધો જમાવ્યો  અને નાનાને ઓસ્ટ્રેલિયાની એક મોટી કંપનીમાં નોકરી મળવાથી તેની તૈયારી કરી રહ્મો હતો. આખી જિંદગી દુઃખ વેઠનાર આ દંપતીના જીવનમાં હવે સુખનો સૂરજ ઉગે એમ હતો. કાન્તિકાકા પણ ઊંમરના કારણે હવે વધારે ભાર સહન કરી શકે તેમ ન હતા. નોકરી છોડી ગામડે આવી ગયા.બે માણસનુ પેટ ભરાય એટલી સગવડ સાથે.

કાન્તિકાકા મંદિરે ગયા. નાનો દીકરો નિકૂંજ ઘેર હતો. તેની ફાઈલોના કાગળ યાદ કરી કરીને ગોઠવવામાં વ્યસ્ત હતો.

સવિતા કાકી રસોઈની તૈયારી વ્યસ્ત. કાકા ભૂખભૂખ કરતા આવશે એમને કાલનો પાછો ઉપવાસ. એની ચિંતામાં કાકી રસોઈ કરવાની ઉતાવળમાં હતા. અને ગૅસ ખલાસ.બીજી બોટલ હતી એમણે નિકૂંજને બૂમ પાડી,

"નિકૂંજ આ બોટલ બદલી આપને.મારે મોડુ થાય છે. તારા પપ્પા આવ્યા સમજ"

"મમ્મી હુ અગત્યનુ કામ લઈને બેઠો છુ હમણાં નહીં..'

સવિતાકાકીને રસોઇની ઉતાવળ હતી. જાતે જ બોટલ બદલી નાખી પણ.ઉતાવળમા ન જાણે કેમ આગ ભભૂકી ઉઠી. સવિતાકાકીની સિલ્કની સાડી સળગી. તેમણે બૂમાબૂમ કરી મૂકી. નીકૂંજ દોડ્યો પણ..સવિતાકાકી કલ્પના બહારનુ દાઝ્યા. હૉસ્પિટલ લઈ જવાયા. ખબર મળતાં બંન્ને દીકરા પણ આવી ગયા. સવિતાકાકીનુ બચવુ અશક્ય હતુ..ચોથા દિવસે હોસ્પિટલમાં જ સવિતા કાકીએ અંતિમ શ્ર્વાસ લીધો. સ્મશાનમા અગ્નિદાહ દેવાતાં. ડાઘુઓ વિખરાવા માંડ્યા.

કાન્તિકાકા અને ત્રણ દીકરાઓ રહ્મા.નિકૂંજને ઓસ્ટ્રેલિયા જવાની તૈયારી કરવાની હજુ બાકી હતી. બીજા દિવસની રાત્રીની ફ્લાઈટ પકડવાની હતી. તેનો જીવ તૈયારીમાં હતો. તો.વચલાને.કોઈ મોટી પાર્ટી સાથે ધંધાના કરાર કરવાના હતા.ખૂબ મોટો સોદો હાથમાંથી જાય તેમ હતો. તે બંન્ને ઘેર જવાની ઉતાવળમા હતા. "બાપુજી, તમે અને મોટાભાઈ રોકાવ અમે આગળ જઇ બીજી તૈયારી કરીએ" કહી જવાબની પણ રાહ જોયા વિના ચાલતા થયા. કાન્તિકાકા દયામણી નજરે બન્નેની પીઠ તાકતા રહ્યા.

 ચિતા પર તેમનો ભૂતકાળ અને ભવિષ્ય. ભડભડ સળઞી રહ્યા હતા. ચિતાને અનિમેષ આંખે તાકી રહેલા કાન્તિકાકાને આજથી પોતાનુ ભવિષ્ય અંધકારમય દેખાતુ હતુ.પોતે કેટલા પરાધિન થઇ જશે ? એના વિચાર માત્રથી તે ધ્રુજી ઉઠયા.

એકાદ મહિનો તો દૂરના વિધવાકાકી અને નજીકના ફોઈના સહારે નીકળી ગયો. દીકરા કારજ પાણી પર પણ ના આવી શક્યા તેનો અફસોસ એમની આંખોમાંથી આંસુ બની નિતરી જતો. મહીનો માસ મોટા દીકરા સાથે કાઢી નાખવાના ઈરાદે તે પહોંચ્યા. પણ અઠવાડિયુ પણ ન રહી શકયા. વચલા દીકરા પાસે તો ફાવશે એવી ધારણા પણ ખોટી પડી. અને નિકૂંજ તો હવે પરદેશથી પાછો નહીં જ આવે એમ એ દ્રઢપણે માનતા. છતાં મન મોટુ રાખી, વચલા દીકરાને ઘેર રોકાયા.મનેકમને..છૂટકો જ ન હતો.

બે ચાર દિવસ પછી વચલા દીકરાએ જ વાત કાઢી "બાપુજી ગામમાં આપણી બે એકર જમીન છે તેની આગળથી જ હાઈવે નીકળ્યો છે નહીં ? તો તો એના ભાવ પણ ઉચકાયા હશે નહીં ?

"હા ,બેટા એકરે લગભગ પચાસ સાઈઠ લાખ ખરા." 

"તો પછી કાઢી નાખો ને ? કરોડ સવાકરોડ તો રમતાં રમતા મળશે. કયાં સુધી અમે ભાડાં ભરીએ. મોટાને પણ પૈસાની તાણ છે"

"હા, તે ઠીક વાત કરી શા માટે છતા પૈસે તમારે દુઃખ વેઠવાનુ.? દલાલને વાત કરીએ." કાન્તિકાકાને વાત ઠીક લાગી. ઘેર દલાલને બોલાવ્યો. દલાલ ભલો હતો એની સલાહ સાચી. એકાદ વર્ષ પછી જમીન કાઢી નાખીએ તો બે કરોડ ઉપજે. બંને દીકરાને વાત ગમી. થોડો સમય જવા દઈ કાન્તિકાકાએ દલાલને ફરી બોલાવ્યો.

"ભાઈ, મારે પૈસાની જરૂર છે.  હાલને હાલ તુ જમીન વેચી આપ તારૂ કમિશન પાકકુ.." અને કાન્તિ કાકાએ દીકરાઓની જાણબહાર જમીન વેચી રોકડી કરી દિધી. આવેલી રકમનુ ટ્રસ્ટ બનાવી સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી. ગામમાં "સવિતામહીલા ગૃહ ઉદ્યોગ." એક વૃધ્ધાશ્રમ.એક અનાથાશ્રમ.અને જરૂરિયાતમંદો માટે મફત ભોજનાલય.

બધી સંસ્થાઓ સવિતા કાકીના નામે અને બધી સંસ્થાનાના મુખ્યદાતા અને વહીવટ કર્તા પોતે રહી પ્રવૃત્તિઓ શરૂ પણ કરી દીધી. ચોમેર એમની સેવાભાવનાની સુવાસ પથરાવા લાગી અને એટલે ભવિષ્યમાં દીકરા કોઈ હકકદાવો કરતા ના આવે માટે વકીલને મળી. જાહેર નોટિસથી દીકરાઓને પોતાની તમામ મિલકતોમાથી ખારીજ કરવાની નોટિસ વર્તમાન પત્રમાં પ્રસિધ્ધ કરી નાખી.

આ નોટીસ વાંચી બધા અવાક્ બની ગયા ત્યારે એમણે જાહેરમાં વાતનો ઘટઃસ્પોટ કર્યો.

"જમીન વેચાય એટલે પૈસા હડપ કરી પોતાને વૃધ્ધાશ્રમમાં મૂકવાની વેતરણ દીકરા--વહુઓએ કરી દીધાની પોતાને જાણ થઇ ગઇ હોવાથી પોતે આ નિર્ણય પર આવ્યા. છતાં દીકરાઓના બાળકોના ભવિષ્ય માટે થોડી રકમ અલાયદી રાખી છે. એની જાહેરમાં વાત કરતાં કરતાં અત્યાર સુધી છુપાવી રાખેલ આંસુઓ તેમની આંખોમાથી ટપકી રહ્યા. ત્યારે હાજર રહેલા તમામની આંખો ભીની થઇ ગઇ. અને "પોતાના આ કઠોર નિર્ણયથી સવિતાના આત્માને શાન્તિ."..બોલતાં બોલતાં.. તે નાના બાળકની જેમ ધ્રૂસકે ધ્રૂસકે. રડી પડ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational