Gautam Kothari

Inspirational Others

3.5  

Gautam Kothari

Inspirational Others

મહાન યોદ્ધા ભીષ્મ પિતામહ

મહાન યોદ્ધા ભીષ્મ પિતામહ

5 mins
57


ચાલો યાદ કરીએ એક મહાન યોધ્ધા" ને

રાત્રીનો બીજો પહોર છે,

આરતીનો પ્રસાદ લઈ ને સૈનિકો

પોતપોતાના તંબુમાં જઈ ચુક્યા છે,

પણ,શાંત રાત્રી નથી ક્રૂર રાત્રી છે.

યુધ્ધના મેદાનની રાત્રી છે.

ક્યાંકથી,ત્રમ.ત્રમ.ત્રમ.તમરા બોલી રહ્યા છે,

કોઈ ઠેકાણેથી કીકીયારીઓ સંભળાઈ રહી છે,

કોઈ ઠેકાણેથી કણસવાના અવાજ આવી રહ્યા છે,.

ક્યાંકથી ઊંહકારા સંભળાતા'તા.

કોઈ ઠેકાણે ઘુરરરાટી સંભળાતી હતી.

આવી રાત્રીમાં,એક મોભાદાર અને તેજસ્વી પુરુષ,

હાથમાં ચાબુક લઈ અને, તંબુના ચક ને આઘા કરી ને.

તંબુએ તંબુ એ જોઈ રહ્યો છે.


અમુક તંબુમાં કોઈ પોતાની સમશેર ને

સમીનમી કરી રહ્યા છે,

અમુક તંબુમાં કોઈ દંડબેઠક કરી રહ્યા છે,

કોઈ પોતાના તીર સજાવી રહ્યા છે.

એક તંબુમાં જોયુ તો.એક પુરુષ,.

ડાબા પડખે,ડાબા હાથના ઓશીકે.

જમણા નિતંબ પર હાથ રાખી સુઈ રહ્યો છે.

પણ,એની નાસીકાના વાયુથી બાજુમાં

પડેલુ વસ્ત્ર હલી રહ્યુ છે.

એટલી ગાઢ નિંદ્રામાં સુતો છે.બાજુમાં આવી,.

આ પુરુષે,

હાથમાં રહેલી ચાબુક જ્યા મસ્તકથી છાતી સુધી ફેરવી,

ચાબુકના હલન ચલન ને માત્ર કંપનથી એકદમ.

ત્વરાથી આગંતુક પુરષનો હાથ

સુતેલા પુરૂષે પકડી લીધો,

હાથ હાથમાં આવ્યો.

સ્પર્શ થયો.

બસ પછી સુતેલા પુરુષ ને આંખ ખોલવાની જરૂર નહોતી.

એમ જ બંધ આંખે ઊદ્દગાર સરી પડ્યા.

"માધવ,!!"

"હા પાર્થ,શુ કરી રહ્યો છો,?"

"આજ મને ઊંઘ આવે છે"

"તને સમાચાર મળ્યા,?"

"હા,"

"કાલે મૃત્યુ છે."

"મૃત્યુ તો રોજ હોય છે.કેશવ,

કોનું એ મને નથી ખબર.એ તમને ખબર"

"ક્યા સુધી સુઈશ.?"

"જ્યા સુધી આપ જાગો છો."

આ સંવાદ હતો કુરુક્ષેત્રના નર અનેનારાયણનો.

ભગવાન કૃષ્ણ અને અર્જુનનો.


અને બીજી બાજું કૌરવ સેનામાં એક બુઢ્ઢો,

પોતાના અસ્ત્ર શસ્ત્ર ને જોઈ રહ્યો છે,

મનમાં કંઈક મનસુબા ઘડી રહ્યો છે.

એને યાદ આવે છે.

મધુસુદન કૃષ્ણના વેણ.

"આ યુધ્ધમાં હું તો હથિયાર પણ નથી લેવાનો"

અને એજ ઘડીએ આ બુઢ્ઢા ભીષ્મે

મનોમન નક્કી કર્યુ હતુ કે,કૃષ્ણ,

તને જો હથિયાર ન લેવડાવુ તો હું ગંગાનો દિકરો નઈ.


એણે પોતાના સારથી ને સાદ દીધો,

"મારો રથ તૈયાર કરો."અચંબીત ચહેરે સારથી કહે.

"મહારાજ,!!

હજુ તો રાતનો બીજો પહોર છે,

યુધ્ધ તો સવારે છે"

"હા,પણ સામે પક્ષે જો જાગતા હોય તો

આપણે પણ જાગતા રહેવુ પડે,

અને કાલેમાંરા રથ ને પાંચાળના અશ્વ જોડજો,

કાલ નુ યુધ્ધ,એવુ હશે કે,

બેઈ પક્ષના કવિ ઓ પણ કદાચ વર્ણવી નઈ શકે,.

જાગતા રે'જો અને સંપૂર્ણ તૈયારી રાખજો.

"આટલુ કહી ભીષ્મ પોતાના તંબુ ગયા.


બીજા દિવસે સુર્યોદય થતા બંને પક્ષના

યોધ્ધા સામસામે ગોઠવાવા લાગ્યા,

રથના પૈડાઓ ધુળની ડમરીઓ ઊડાડવા લાગ્યા,

ઘોડા ઓની હાવળો સંભળાવા લાગી.

ગજરાજોના સીંકોટા થવા લાગ્યા,

હથિયારોની સનસનાટી બોલવાલાગી.

કુરુક્ષેત્ર સજ્જ થવા લાગ્યુ.

પોતાના રથ પર સજ્જ થયેલો અર્જુન.

સારથી કૃષ્ણ ને જોઈ રહ્યો છે.

પોતાના એજ મધુર સ્મિત સાથે

કૃષ્ણ એ અર્જુન ને કહ્યુ.

"પાર્થ,!! આજ તારી કલા બતાવવાનો દિવસ છે,

યુધ્ધના જે ચાર દિવસો ગયા એતો શરુઆત હતી,

પણ આજે પિતામહ ભિષ્મ મનમા

કંઈક નક્કી કરી ને આવે છે.

અને તને કહી દઊ.પાર્થ.!

કુરુક્ષેત્રના અઢાર અક્ષોહીણીમાં

એનો સામનો કરી શકે એવો કોઈ યોધ્ધો નથી,

ખુદ તું પણ નહીં,

એ સાચો રાજપૂત છે એક વિરવર યોધ્ધો છે"

"તો હું સાચો રાજપૂત નથી,.માધવ.?"

"આપણે બંને રાજપૂત છીએ,

પણ વિરવર નથી,

ધર્મવિર છીએ.

અને એ તો ધર્મવિર અને વિરવર બંને છે.


"અને શંખ ફુંકાણા.

ધણ.ણ,ણ.ણ.પાંચજન્ય ફુંકાણો.

દેવદત્ વાગી ચુક્યો.

ધનંજય વાગ્યો.

અને પિતામહ ભીષ્મ

એક્સો ને પંચોતેર વર્ષની ઉંમરે.

માં ગંગા નુનામ લઈ,

અને ભાથામાંથી તીર ખેંચ્યુ,

ખેંચતા તો દિગ્ગપાળોના હાથમાંથી

ધરતીના છેડા છુટવા લાગ્યા,

આખી પૃથ્વીના પડ.

થડક ઉથડક.

થડક ઊથડક.

થવા લાગ્યા,

અને ઘોડા છુટ્યા બાકાજીક,.

બાકાજીક,

રળતાળ મચી ગયુ,

તીરના વરસાદ વરસવા લાગ્યા,

માંરો,મારો,

એલી.એલી,

થવા લાગ્યું,

બરાબર સુર્યનારાયણ મધ્યમાં આવ્યા,ને,

અર્જુનની ચીસ સંભળાણી.

"કનૈયા,,,!!"

"અર્જુન,.!! શુ થયુ,?"


"જીત,જીત.

દેખું તીત,તીત,

ભીષ્મ હૈ,

આખા કુરુક્ષેત્રમાં જ્યાં,

જ્યા નજર કરુ છું,

ત્યાં પિતામહ ભીષ્મ સિવાય કશુ દેખાતુ જ નથી,.

"યુધ્ધની કીકીયારી ઓમાં અર્જુન અને કૃષ્ણ મોટે અવાજે સંવાદ કરી રહ્યા છે.


કૃષ્ણ એ કહ્યુ."તીરનોમાંરો ચલાવ,"

"કેમ તીર ચલાવુ કેશવ,!

બાન રેવે પાન મે પખોવા રેવેમાંન મે

આજે પિતામહ એટલી તીવ્રતાથીમાંરો ચલાવે છે કે.

મને રથમાંથી નજર કરવા દેતો નથી,

અને હજુ તો હું તીર ચલાવુ ત્યા

એનુ તીર આવી જાય છે,

ભાથામાંથી મને તીર કાઢવા દેતો નથી,

આ બુઢ્ઢાએ આજ રણમેદાન કબ્જે કર્યુ છે,

"કૃષ્ણ એ જ્યા જોયું,

ત્યા,.પિતામહ ભીષ્મ.

મોઢામાં ઉઘાડી સમશેર,

હાથમાં પોતાનુ ઘનુષ,

અને આ વયોવૃધ્ધ પુરુષે પીંજણી

(રથમાંથી ઉતરવાનુ પગથીયુ) ઊપર પગ દીધો,

પેંજની પે દીયો પગ પેંજની હલાય દીની.

પણ,એટલા ક્રોધવંત થઈ ને પગ દીધો કે,

પીંજણીના કટકા થઈ ગયા,

અને એનો ધમંકો આખા કુરુક્ષેત્ર ને ગજાવી ગયો.


ધનુષ મુકી ને તલવાર લઈ ને ભીષ્મ જ્યા અર્જુનના રથ તરફ દોડ્યા,

ત્યા તો વાસુદેવ કૃષ્ણ ને પણ સાવધાન થવુ પડ્યુ,

રથમાથી કુદી ને,યુધ્ધના મેદાનમાં પડેલા એક રથના પૈડા પોતાનુ સુદર્શન ચક્ર બનાવી.

ચૌદ ભુવનનોનાથ,

ચક્રધારી કૃષ્ણ.

કોઈ ભુખ્યો સિંહ જેમ પોતાના શિકાર તરફ જાય.

એમ ઘસી ગયો,

અને જ્યા પોતાના શિકાર પર દ્રષ્ટ્રિનોંધી,

ક્રોધની તમામ જ્વાળા ઓ સંકેલી ને શાંત મુદ્રામાં પિતામહ ભીષ્મ કાનુડા સામે જોઈ ને.

મરક.મરક હસી રહ્યા છે.

મનોમન જાણે કે કહી રહ્યા છે.

કેમ વાસુદેવ.

તારી પ્રતિજ્ઞા તોડાવી ને,!!


મિત્રો આવા આપણા મહારથીઓ હતા

જે ખુદ ઈશ્વર ને પણ ભારે પડી જાય,

જરા વિચાર કરો.

એક્સો પંચોતેર વર્ષનો એ

બુઝુર્ગ ત્યારે કેવો રૂડો લાગ્યો હશે,


મકરસંક્રાંતિના દિવસે આ મહાન યોધ્ધાએ પ્રાણ છોડ્યા હતા.નવ દિવસ સુધી માતાજીના ગરબાની જેમ વિંધાઈ ગયેલા એ ભીષ્મ પિતામહે,

કુરુક્ષેત્રમાં,તીરોની પીડા સહન કરી ને પોતાના પ્રાણ ટકાવી રાખ્યા હતા.

એ પણ,ધર્મ અને સંસ્કૃતિ માટે જ ટકાવ્યા હતા,

એની પ્રતિજ્ઞા હતી કેમાંરા રાષ્ટ્ર ને ચારેબાજુથી સુરક્ષીત ન જોવ ત્યાં સુધી પ્રાણ નહીં છોડું,


આવા મહાન ચરિત્રો આપણા દેશમાં થયા છે,

ગીતાના ક્રૃષ્ણના ઉપદેશો યાદ રાખીશું અને પશ્વિમ નુ આંધળુ અનુકરણ બંધ કરીશુ તોજ આપણો દેશ ખરા અર્થમા વિશ્વગુરુ બનશે.'" પૃથ્વી ઉપરનું પિતૃભક્ત સંતાન મહાન ભીષ્મ દેવ વ્રતના ચરણોમાંં વંદન !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational