Manishaben Jadav

Children

4.8  

Manishaben Jadav

Children

હોળીની મજા

હોળીની મજા

3 mins
429


એક મોટું જંગલ હતું. તેની આસપાસ ઘણાં મોટા મોટા વૃક્ષો. એ વૃક્ષો પર પ્રાણીઓ રહે તોફન મસ્તી કરે. એમાં પણ વાંદરાભાઈને તો જાણે મજા જ મજા. એક ઝાડ પરથી બીજે ઝાડ અને બીજા ઝાડ પરથી ત્રીજા ઝાડ. આખો દિવસ ઝાડ પર ફરે, ફળ ખાય અને મજા કરે.

 બીજા બધા પ્રાણીઓ તેની સાથે મિત્રતા કરે. જે વાદરાભાઈની મિત્રતા કરે તેને નવા નવા ફળ ખાવા મળે. આમ ને આમ સમય પસાર થાય. એક વખત બધા પ્રાણીઓ જંગલમાં ભેગા થયા. 

એમાં વાંદરાભાઈને વિચાર આવ્યો કે," આ બધા મનુષ્યો દર વર્ષે આ હોળી અને ધૂળેટીના તહેવાર ઉજવે ખૂબ મજા કરે. ચાલો આપણે પણ આ વર્ષે હોળીની ઉજવણી કરીએ તો ? "

 હાથીભાઈ કહે ," વાત તો સાચી છે. આપણે પણ મજા કરીએ. એમાં પણ પાણી માટે આપણી પાસે તળાવ છે જ. ખૂબ મજા પડશે."

 બધા પ્રાણીઓ સહમત થયા. કે ચાલો આ ફાગણ મહિને હોળી અને ધૂળેટીની મજા કરીએ.

" કેસુડાની કળીએ બેસી ફાગણિયો લહેરાયો

 કે રૂડો ફાગણિયો, આવ્યો ફાગણિયો"

હોળીના દિવસે સૌ સજીધજીને તૈયાર થઈ બધા ભેગા થયા. જંગલમાંથી સુકેલા પાંદડા અને લાકડા ભેગા કરી એક મોટો ઢગલો કર્યો. અને સાંજ પડવાની રાહ જોવા લાગ્યા. સાંજ પડી બધાએ હોળી પ્રગટાવી. તેને ફરતે બધાં પ્રાણીઓએ ચક્કર લગાવ્યા. શ્રીફળ વધાર્યા અને ધાણી, દાળિયા, ખજૂર અને મમરાની ઉજાણી કરી. ખૂબ મજા માણી. ઉંટભાઈએ હોળીની વાર્તા સંભળાવી.

બીજા દિવસની સવાર પડી. સૌ રંગોની રમઝટ બોલાવવા ભેગા થયા. વાંદરાભાઈ તો કેસુડાનાં ઝાડ પર ચડી ગયા. કેસુડાના ફુલ ભેગા કર્યા. હાથીભાઈ અને સસલાભાઈ એ લાકડા ભેગા કરી પાણી ઉકળવા મુક્યું. હરિભાઈ અને ઉદરભાઈએ ફૂલ ગરમ કરવા નાખ્યા. કેસુડાનો રંગ બનાવ્યો.

 સિંહભાઈ તો ગાવા લાગ્યા,

" રંગોનો તહેવાર આવ્યો

રંગોથી રમીને વધાવો

મિત્રો સંગ મજા કરીને

ચાલો હસીને વધાવો" 

વાંદરાભાઈ બજારમાંથી પિચકારી લાવ્યા જ હતા. રંગોની પિચકારી ભરી સૌને ઉડાડવા લાગ્યા. સૌ પ્રાણીઓ એકબીજા પર કલર ઉડાડવા લાગ્યા. સૌ પ્રાણીઓની આ એકતા શિયાળભાઈને ગમી નહીં.

 શિયાળભાઈના મનમાં વિચાર આવ્યો, " કંઈક કરવું પડશે. તે તરત જ બજારમાં ગયા. અને થોડું લાલ મરચું લાવ્યા. તેણે કોઈને જાણ ન થાય તે રીતે તે મરચું કલર સાથે ભેળવી દિધું. ફરી કલર લઈને ઉડાડવા ગયા ત્યાં તો સૌને આંખમાં બળતરા થવા લાગી. 

 વાંદરાભાઈને મનમાં થયું," નક્કી કંઈક ગડબડ છે. તેણે જાણવા માટે બધા પ્રાણીઓ પર નજર રાખી. તો તેમને ખબર પડી કે શિયાળભાઈના ચહેરા પર હાસ્ય હતુંં. " 

વાંદરાભાઈને ખબર પડી ગઈ નક્કી આ લુચ્ચા શિયાળનું જ કામ છે. સૌની ખુશી તે જોઈ શક્યો નહીં. તેણે શિયાળને તરત જ બધા પ્રાણીઓ સમક્ષ કબૂલ કરવા જણાવ્યું. શિયાળભાઈએ પહેલા તો ના પાડી. પરંતુ બધા પ્રાણીઓ દબાણ કરતા શિયાળભાઈએ પોતાની ભૂલ કબૂલ કરી.

 શિયાળભાઈએ બધાની માફી માંગી. પરંતુ હાથીભાઈ કહે, "ના કંઈક સજા તો મળવી જ જોઈએ. "

 સસલાભાઈ કહે, હા..હા.. સજા તો મળવી જ જોઈએ.

સિંહભાઈ કહે, "સજા હું સંભળાવીશ."

ઉંદરભાઈ કહે," હા. તમે જે સજા આપશો તે અમને મંજૂર છે."

સિંહભાઈ કહે," આજથી એક મહિના દિવસ સુધી શિયાળભાઈ સાથે જંગલના કોઈ પ્રાણીઓ વાત નહીં કરે. તે એકલા જ રહેશે."

 પછી તો બધા પ્રાણીઓ સાથે મજા કરે, પણ શિયાળભાઈ સાથે કોઈ બોલે નહીં. શિયાળભાઈ પસ્તાય. પણ કરવું શું ? 

"અબ પસ્તાયે હોત ક્યાં જબ ચિડિયા ચુગ ગઈ ખેત"

 બોધ- " હળીમળીને રહીએ સૌ સંગાથે 

 જીવન રંગીન બનશે ખુશી હજાર મળશે.


Rate this content
Log in

Similar gujarati story from Children