STORYMIRROR

Kalpesh Patel

Romance Inspirational

4  

Kalpesh Patel

Romance Inspirational

હિફાઝત

હિફાઝત

4 mins
0

હિફાઝત 

લખનૌના નવાબના મહેલમાં
હમામ માત્ર એક સ્નાનગૃહ નહોતું
એ સુગંધ, રહસ્ય અને સત્તાનો શ્વાસ લેતું એક જીવતું ભુવન હતું .

હમામના દ્વાર પાસે ઊભો હતો હીરા.
નામ હીરા,હીરો “હીજડો, નવાબે નિમેલો "બાઉન્સર”.માખમલી ચહેરો અને 
લોખંડી હાથ, પહોળી છાતી, અને હરણ જેવી આંખોમાં એવું અજીબ સોમલ,
જે હથિયાર નથી, પણ હીરા નો સંયમ છે.
નવાબ નો વિશ્વાસ છે.
અને 
હીરા ની ચોકી હેઠળ નવાબી હમામના  દરવાજાની અંદર,
સોના ની ટીકી જડેલી રેશમી પડદીઓ પાછળ,
ચાંદીના પાત્રોમાં ગુલાબની પત્તી સાથે ઉકળતું પાણી,અને તે પાણી કરતાં વધુ ગરમ—
મલેકા.
મલેકા, નવાબની ચહેતી રાણી.
સુંદરતા એની શ્વાસમાં હતી,
અને હમામનું એકાંત એની લત.

હીરા રોજ અહીં ઊભો રહેતી.હમામ માં રહેલી સ્ત્રીઓનું હાસ્ય, ઘુંઘરૂની ઝંકાર,
અને મલેકાના નર્મ પગલાં—
બધું સાંભળતો,હીરાએ ક્યારેય જોયું નહીં, કે એનું દિલ વર્ષોથી એક લાગણી ભૂલી 
મૌનનો કિલ્લો બની ચૂક્યું હતું.
સમાજે એને શીખવ્યું હતું—
“પ્રેમ કરવાનો તેને કોઈ હક નથી.”
પણ એ સાંજે, સ્નાન કરી …
મલેકા હમામમાંથી નીકળી.
ઢળી ચૂકેલ સૂરજે, મલેકાના ચહેરા પર ભીનું અજવાળું નવાબી હમામનું તેજ વધારતું હતું.તેની આંખોમાં આવતીકાલ સવારનો આગોતરો થાક અને તરસ ડોકાતી હતી.
એણે હીરાને જોયો.
કદાચ પહેલી જ વાર, તે પણ સીધી નજરથી.
હીરાનું દિલ પણ આજે સૂતું નહતું,
કોઈએ પંપાળી ધક્કો માર્યો હોય એમ
હિલોરો લેવા લાગ્યું.

મલેકા આગળ વધી…
પણ બે પગલા પછી અટકી.
“તું રોજ અહીં ચોકીએ રહે છે?”
એનો અવાજ—
ન તો વેધક સવાલ , ન કોઈ ફરિયાદ.

“હાં, બેગમ સાહેબા.”
હીરાનો સ્વર સ્થિર,
પણ અંદર તોફાન.
“તું મારાથી ડરે છે?”
મલેકાએ પૂછ્યું.
હીરાએ માથું ઝુકાવ્યું.
“ડર…, નહીં સાહિબા . હું આપની ચોકી કરતી વખતે ,
મારી હદ… અને ઓખાત જાળવું છું.”
આ એક વાક્ય
મલેકાના દિલમાં
વાવાઝોડું બની ફૂંકાયું .
કારણ કે નવાબના મહેલમાં
કોઈએ ક્યારેય
હદની વાત નહોતું કરતું..

આ સાંજ પછી
મલેકા રોજ સાંજે 
હમામમાં મોડે સુધી રોકાવા લાગી.
દરવાજે ઉભેલ હીરા,
હવે એ માત્ર ચોકીદાર નહોતો.
એ રોજ સહેલાઇથી 
મલેકાના મૌનને સાંભળતો રહેતો.
એક રાતે
હમામના દીવા ઓછી રોશનીમાં હતા.
મલેકા બહાર આવી
અને આર્દ સ્વરે બોલી—
“હીરા,
તું જાણે છે…
મહેલ છોડી હું અહીં કેમ આવું છું?”
હીરા ચુપ.
“કારણ કે અહીં
મને રાણી નહીં,
સ્ત્રી હોવાનો ચંદ ક્ષણનો અધિકાર મળે છે.”
હીરાના આંખમાં પાણી આવી ગયું.
એ પહેલી વાર
પોતાની અંદરની જુવાની
સ્વીકારી રહ્યો હતો.

એ પ્રેમ એવો નહોતો
જે મુખ થી વ્યક્ત કરી શકાય 
એ પ્રેમ 

મલેકાની નજર નો તેના શ્વાશ નો.
જેને બધું મળ્યું હતું,
પણ તેને ચાહેલું નહીં, અને 
અને હીરા—
જેને કશું ધાર્યું  નહોતું તે મળ્યું.

એક રાતે મલેકાએ કહ્યું—
“હીરા,
તુ મારી હિફાજત કરે છે.”

હીરાએ શાંતિથી જવાબ આપ્યો—
“નહીં, બેગમ.
હું તમારી તૂટેલી આત્માની
ચોકીદારી કરું છું.”
મલેકા રડી પડી.
અને એ આંસુઓમાં
વાવાઝોડું શાંત થયું.
પરંતું તે લખનૌની રાતે  મહેલ માં 
અજીબ મહેક હતી—
ઇતર  સાથે  ભાવી બગાવતની.

મહેલમાં દીવા બળતા હતા,
પણ મલેકાના અંદર
અંધકાર ઓહીયા કરતી
આગ હતી.

એ કોઈ તન્દ્રા માં નહોતી.
એ મક્કમ હતી.

સોનાની મહેલાત,
ચાંદીના દર્પણો,
નવાબની છાંયડી પ્રેમ—
બધું આજે એને
શબ સમાન લાગતું.

એને બહાર—
દ્વાર પાસે ઉભેલો 
હીરા.
તેણે 
આજે એ બાઉન્સર નહોતો લાગતો.
એ પુરુષ પણ નહોતો લાગતો .
એ “હીજડો” પણ નહોતો લાગતો.

એ માત્ર
એક માણસ હતો,
જેના દિલમાં જુવાની
હમણાં જ જીવતી થઈ હતી.

મલેકા એ બે ધડક  હીરા ણે કીધું 
“હીરા… હું હવે હમામ માં નથી આવવાની પાછી”

મલેકાએ  બુરખા ની ચાદર ઉતારી.
રાણીનો કોઉ વેશ કે ઠાઠરો નહીં
“હીરા,”
એ બોલી—
પણ અવાજ કંપતો નહોતો.
“હું આજે
નવાબ પાસે નથી જવા માંગતી ”

હીરાએ પહેલી વાર
નજર ઉંચી કરી.

“બેગમ…
આ મહેલ તમને ગળી જશે.”

મલેકા હસી.
કઠોર અને મક્કમ હસી.
હીરા 
“મહેલ તો મને પહેલેથી ગળી ચુક્યો છે.
પણ આજે
હું બહાર નીકળવાની છું.”

હીરાના દિલમાં
વર્ષોથી બંધ દરવાજો
ધડાકે ખૂલ્યો.
તેની સામે ઉભેલો પ્રેમ

“મને, તારી સાથે લઈ જઈશ?”
મલેકાએ પૂછ્યું.

હીરાએ લાંબો શ્વાસ લીધો.
“ દુનિયા માં મને કોઈ 
ન પુરુષ ગણે,
ન સ્ત્રી.
તું મારી સાથે આવશે
તો તું પણ
બહાર ફેંકાઈ જઈશ.”

મલેકા આગળ વધી.
એણે હીરાના કપાળ પર
હાથ મૂક્યો.

“હું રાણી બનીને
કેદમાં રહી ગઈ છું,અને
તું એક કેદીને 
આઝાદી  અપાવી શકે છે.”

આ શબ્દો—
હીરાને હથિયાર આપી ગયા.


ભાગવું છે પણ ડરીને નહીં
રાતના ત્રીજા પહરે
મહેલનો પાછળનો દરવાજો ખૂલ્યો.
કોઈ ઘોડો કે બગી નહીં.

માત્ર બે માનવીય પગલાં—
એક સ્ત્રી,
એક હીજડો.
પરંતુ ચાલ
બન્નેની સીધી હતી.
નવાબની મહેલાત
પાછળ રહી ગઈ.

હીરા આગળ ચાલતો—
રક્ષક તરીકે નહીં,
સાથી તરીકે.

મલેકા પાછળ નહીં—
બરાબર બાજુમાં.
લખનૌ બહાર
એક નાનું ગામ.
કોઈ કોઈને ઓળખે નહીં.
કોઈ નામ નહીં.
મલેકાએ પોતાના ખુલ્લા વાળ
બાંધી લીધા.

હીરાએ
પહેલી વાર
હાથમાં હથિયાર છોડી,
હાથમાં જીવન લીધું.
હીરાની આંખ ભીની થઈ.


એમનો પ્રેમ
લગ્ન નહોતું
એ પ્રેમ
સ્વીકારી લીધેલી લડાઈ હતી.

મલેકાએ
મહેલ ઠુકરાવ્યો.

હીરાએ
લજ્જા ઠુકરાવી.

અને બંનેએ
એવો માર્ગ પસંદ કર્યો
જ્યાં પ્રેમ
સમાજથી ઊંચો હતો.

આજે પણ કહે છે—

લખનૌની બહાર
એક ઝૂંપડી છે
જ્યાં રાણી પાણી ભરે છે
અને હીજડો હિફાઝત કરી આંગણે દીવો પ્રગટાવે છે.

અને ત્યાં
પ્રેમ
કોઈ ઓળખ પૂછતો નથી  
~~~~~~
Epilogue

હિફાઝત (હિન્દી–ઉર્દૂ મૂળનો શબ્દ) નો અર્થ છે—
🔹 રક્ષણ / સંરક્ષણ
🔹 સંભાળ રાખવી
🔹 સુરક્ષા આપવી
🔹 કોઈને નુકસાન, જોખમ કે તૂટણથી બચાવવું
પણ સાહિત્ય અને લાગણીના સ્તરે
હિફાઝત માત્ર તલવાર કે દીવાલ નથી.
👉 હિફાઝત એટલે—
કોઈના ડર સામે ઊભા રહેવું,
કોઈની નાજુકતા સાચવી રાખવી,
અને કોઈના અસ્તિત્વને સ્વીકારી લેવું.
આપણી વાર્તાના સંદર્ભમાં—
હીરા, મલેકાની હિફાઝત કરે છે
એનો અર્થ છે:
તે એને નવાબથી નહીં,
પણ એની તૂટતી આત્માથી બચાવે છે.
એટલે અહીં
હિફાઝત = પ્રેમ સાથે શાંત પહેરેગીરી
~~~~~~~
વાંચન વિશેષ :-

સોમલ = અફીણ (લોકપ્રયોગમાં)
કેટલીક પ્રાદેશિક ભાષાઓ અને લોકસાહિત્યમાં “સોમલ” એટલે અફીણનો રસ / નશો
ખાસ કરીને
રાજસ્થાની
કચ્છી
જૂની ગુજરાતી
પરંપરામાં “સોમલ ઘોરીને પીવું”, “સોમલ ચડ્યું” જેવા પ્રયોગો મળે છે.
શબ્દનો ભાવાત્મક અર્થ સમજવા ના 
સંદર્ભમાં, અત્રે સોમલ માત્ર નશો નથી, પણ:
🌀 મોહિત કરી નાખે એવો પ્રભાવ
💤 સુસ્તી, બેહોશી, વિસ્મૃતિ
💔 ક્યારેક વિનાશક આકર્ષણ
એટલે વાર્તા માં એવું આવે:
“તેની નજર તો સોમલ જેની છે.
અર્થાત,
હીરા થી વારે વારે નજર મિલાવવી ગમે,
પણ અંતે દિલમાં તે નજર તોફાન જગાવે, અને ચેન છીનવી લે.”
~~~~~~~~~
ડિસ્કલેમર  
આ વાર્તા એક કલ્પિત સાહિત્યિક રચના છે. તેમાં દર્શાવેલા પાત્રો, સ્થળો અને ઘટનાઓ લેખકની કલ્પનાનો ભાગ છે અને કોઈ પણ જીવિત કે મૃત્યુ પામેલા વ્યક્તિ, સંસ્થા અથવા ઐતિહાસિક ઘટનાની સાથે કોઈ સમાનતા માત્ર સંયોગ હોય શકે છે.  
વાર્તા સામાજિક ઓળખ, જાતિ, પ્રેમ અને સ્વતંત્રતાના વિષયો પર પ્રકાશ ફેંકે છે, જેનો ઉદ્દેશ માનવીય ભાવનાઓ અને સંઘર્ષને સમજવા અને વ્યક્ત કરવા માટે છે.  
આ રચનામાં “હીજડા”, “રાણી”, “નવાબ” જેવા શબ્દો સંદર્ભ અને સંવેદનશીલતા સાથે ઉપયોગમાં લેવાયા છે, અને તેનો ઉદ્દેશ કોઈ જાતિ, વર્ગ કે સમુદાયને આઘાત પહોંચાડવાનો નથી.  
કૃપા કરીને આ વાર્તાને એક સાહિત્યિક અભિવ્યક્તિ તરીકે જ જોવો, જે પ્રેમ અને ઓળખની હદોને પ્રશ્નમાં મૂકે છે.



Rate this content
Log in

Similar gujarati story from Romance