STORYMIRROR

Kalpesh Patel

Drama

3  

Kalpesh Patel

Drama

ગર્વ - હરણ.

ગર્વ - હરણ.

7 mins
2.3K

દિલ્હીના પ્રદેશમાં એક મહા ઘાતકી અને વેદ નિંદક યવન રાજાનું રાજ હતું. તેનામાં અનેક કુટેવો હતી અને તે તેના દરબારમાં જ્ઞાની બ્રાહ્મણોને બોલાવતો, દક્ષિણાની લાલચે બ્રાહ્મણો આવતા અને રાજા તેઓને વેદ પુરાણો વદવા ઈંજન આપી ઉશ્કેરતો. બ્રાહ્મણો પણ સારી દક્ષિણાના લોભે વેદ – પુરાણના શ્લોક વાંચતાં. અને યવન રાજા તેમાં ખોટા તર્ક વિતર્ક લડાવી બ્રાહ્મણો જે અર્થ કરે તેમાં કુશંકાઓ ઊભી કરી વેદ-પુરાણની નિંદા અને વાદ વિવાદ કરી બ્રાહ્મણોને અપમાનિત કરતો રહેતો. દક્ષિણા લોભી બ્રાહ્મણો ચુપકીદી સેવી નીચી મુંડીએ આ અનિષ્ટ સહેતા અને ચુપકી પકડતા.

કલિયુગના આગમનના પ્રભાવે જ્ઞાનીજન પણ ધન લોભે યવન રાજાની હા માં હા મેળવી હજૂરિયા બની ગયેલા હતા. આમ સમય વિતતા બે મદોમંત્ત બ્રાહ્મણની જોડી યવન દરબારમાં આવી અને કહ્યું અમે ત્રણેય વેદમાં પારંગત છીએ. અમે ત્રણેય વેદ બરાબર જાણીએ છીયે અને શાસ્ત્રપુરાણાંદિકમાં અમારા જેવી કોઇની બુધ્ધિ ચાલતી નથી. અમે દેશ દેશાંતર ભ્રમણ કરીને આવ્યા છીએ કોઈ અમારો મુકાબલો કરી શકે તેવો જ્ઞાની અમને જડયો નથી, કોઈ અમારી સાથે વેદ-પુરાણો ઉપર વદ વિવાદમાં ટકી શક્યું નથી, એમ કહેતા તે બ્રાહ્મણ બેલડીએ અનેક જય પત્રોના થોકડા યવન રાજાને બતાવ્યા. તેઓએ યવન રાજાને કહ્યું કે આપના દેશમાં કોઈ અમારી સાથે વાદ વિવાદ કરે તેવું કોઈ હોય તો રજૂ કરો.અમે તેઓ સાથે વેદ –પુરાણ ઉપર વદ વિવાદ કરીયે.

યવન બાદશાહ બ્રાહ્મણોના વચન સાંભળી ફુલાયો અને રાજ્યમાં દાંડી પિંટાવી સૌ બ્રાહ્મણોને દરબારમાં તેડાવ્યા, અને પ્રવાસી અને જે કોઈ વિદ્વાન આલોકોને હરાવે તેને મોટું ઈનામ આપીશ કહેતા બેલડીની આણ રજૂ કરી. સાત્વિક બ્રાહ્મણો વેદ –પુરાણ ઉપર વિવાદ ના હોય તેમ માની રાજાને વિવાદ માટે પોતે અસમર્થ છે તેમ જણાવ્યુ. જહાંપનાહ આ વિદ્વાનો સાથે અમે વિવાદ કરવા શક્ષમ નથી, માટે તમે તેઓનું યથા યોગ્ય બહુમાન કરો.

યવન બાદશાહે બ્રાહ્મણોના ગર્ભિત કથનને સાચું માની બ્રાહ્મણો બેલડીનું બહુમાન કર્યું અને ગામમાં વાજતે ગાજતે વરઘોડો કાઢી ફરમાન બહાર પડ્યું કે જેમ મુસલમાનોમાં હું શ્રેષ્ઠ રાજા છું તેમ આ વિપ્રો બ્રાહ્મણોના રાજા છે. માટે સૌ કોઈએ તેઓએનો આદર કરવો અને તેઓ સાથે અદબભેર વર્તવું.

રાજમાન અને યશ પામી બંને બ્રાહ્મણો અહંકારી બની ગયા અને અને ભૂરાટા બની ચારે કોર રોફ જમાવા લાગ્યા.એક દિવસ તેઓએ બાદશાહને કયું, જહાપનાહ આપના રાજયમાં કોઈ અમારી તોલે આવે તેવું કોઈ અમને મળ્યું નથી, અમર હે રાજન અમોને બીજા દેશમાં જવાની અનુમતી આપો, અમે બીજા દેશના રાજાઓના ગર્વનું ખંડન કરી આપની યશ કિર્તિ ના ગુણ ગાઈ બે પૈસા કમાઈશું. અમને એમ લાગે છે કે અમે આ બધુ ભણવા ખોટી મહેનત કરી, યવન રાજાએ તે બંનેની માંગણી મંજૂર કરી બીજે પ્રદેશ ભ્રમણ કરવા રજા આપી.

બાદશાહની મંજૂરી મેળવી બંને તામસી બ્રાહ્મણો એક ગામથી બીજે ગામ કદ વિવાદ માટે ફરવા લાગ્યા, કોઈ તેઓને મોઢે વળગ્યું નહીં તેમ તેમ તેઓનો અહંકાર વધતો ચાલ્યો અને છાકટા બની વધારે ઉધ્ધત બન્યા. જ્ઞાન બડે તેમ માનવી નમણો બને પણ અહી, વાત કોઈ ઔર હતી. તેઓ મદોમંત્ત બની વિજય પત્રો સાથે ફરતા ફરતા ઉજ્જન નગરીને દ્વારે આવ્યા. તેઓએ જાયું કે આ નગરીનો રાજા વિક્રમ ખૂબ જ્ઞાની અને પરોપકારી છે અને તે વેદ શાસ્ત્રદિકમાં પણ પારંગત છે.આ અધમ બ્રાહ્મણોથી વિક્રમરાજાની કિર્તિ સહન ન થઈ અને ઉધ્ધતાઇથી પૂછવા લાગ્યા કે હે ધૂર્ત, મૂરખ રાજા જો તું ત્રણેય વેદ જાણતો હોય તો અમારી સાથે વિવાદ કર, અને તેમ કરવાની શક્તિ નહોય તો સીધે સીધું જય પત્ર આપી અમને માનભેર વિદાય આપ.

બ્રાહ્મણોનો અપાર અવિનય જોઈ દુ:ખી થયેલા વિક્રમરાજાએ સંયમ અને ધૈર્ય જાળવી કહ્યું હે મહાનુભાવો, હું તો પામર માનવી છું, વેદ ના રહસ્ય શું જાણું ? મારામાં વેદ નું જ્ઞાન હોય તો આ મોહ માયામાં જકડાઈને કેમ પડ્યો રહું ? હું તો એક દીન પામર જીવ છું, સમયે આપેલું કામ નિભાવી રહ્યો છું, ખરા જ્ઞાની તો આપ છો ! મારી સાથે વાદ વિવાદથી શું ? કોઈ વિદ્વાન બ્રાહ્મણ શોધો અને વિવાદ આદરો.જેમ જેમ વિક્રમરાજા નમ્ર બની ને રજૂઆત કરે તેમ તેમ બ્રાહ્મણો વધુ ઉધ્ધત બનવા લાગ્યા અને વિક્રમ રાજાના વાર્તાલાપનું ગૂઢ રહસ્ય સમજ્યા વગર વધારે ઉશ્કેરાયા અને જય પત્ર માટેની જીદ પ્રબળ બનાવી. વિક્રમ રાજાએ ખૂબ કાલાવાલા કરી જીદ પડતી મૂકવા વિનંતી કરી, પણ તે બ્રાહ્મણો ના માન્યા, આખરે રાજાએ કયું કે હે વિદ્વાનો, હું તો પામર છું, પણ મારા આવાસમાં સફાઈ કરવા વાળો "જીવો" કદાચ તમારી સાથે વિવાદ કરીશકે તેમ હું માનું છે, તમે તેની સાથે વિવાદ કરવા કાલે મારા દરબારમાં આવજો.

રાજદ્વેષને લીધે વિનાશ ને દ્વારે આવી ઉભેલા બ્રાહ્મણોને શું થવા જઈ રહ્યું છે તેની ખબર નહતી બસ જય પત્રના મોહમાં રાજાનું આહવાન સ્વીકરી લીધું.અને બીજે દિવસે વિક્રમ રાજાના દરબારમાં હાજર થયા, રાજાએ તરત હાક મારી જીવા ભંગીને દરબારમાં તેડાવ્યો. અને બ્રાહ્મણોની માંગણીથી વાકેફ કર્યો ત્યારે તે ને વાચા ફૂટી અને બોલ્યો.

જય–પરાજય આ પામર ને એક સમાન,

યતિ કર્મતપ કરીયે સંસારને વેદી જાણ.

 હે ભૂદેવો એકાદ જય પત્ર હોવા કે ન હોવાથી તમારી વિદ્વતામાં કોઈ ફરક નથી પાડવાનો, નાહકની જીદ છોડો, અને મારા રાજાને હેરાન કરવાનું મૂકી દો. આ પામરથી તમો જીતો તો તેમાં શું તમારો દિગ્વિજય થવાનો છે !

આવા વચન સાંભળી બ્રાહ્મણો વધારે ઉશ્કેરાયા અને વિક્રમ રાજાને કહ્યું, હે રાજન અમારો સમય ખરાબ ન કરો ચાલો જય પત્ર આપી સહત્ર કોટિ સોના મોહર આપી માનભેર વળવાની તૈયારી કરો. ત્યારે રાજા કે કહ્યું હે મહેમાનો, વેદ અનંત છે તેનો પર કોઈ ક્યાં પામી શક્યું છે,તે અમને ખબર હોય ? ચાલો સમયની ગતિ ન્યારી છે, જેવી પ્રભુની મરજી.

વિક્રમ રાજાએ દરબારમાં બોલાવેલા જીવાને પૂછ્યું, એલા તું કોણ છે ? ત્યારે જીવા એ જવાબ આપ્યો માઇબાપ હું તમારા મહેલનો સફાઈ કર્મચાળી છું, હું હલકી જાતિનો છું સૌ પ્રત્યે એક ભાવ રાખી સફાઈ કામ કરું છું. મારી છેલ્લી સાત પેઢીથી તમારી સેવા કરીયે છીએ. સરસ, જુઓ ભૂદેવ સાંભળ્યું ને ? એમ કહેતા રાજાએ તેના ભાલાથી જમીન ઉપર સાત લીટીઓ આંકી. અને જળ લઈ કુલદેવીનું ધ્યાન ધરી તેને જીવા ભંગી ઉપર છાંટ્યું. અને જીવને સાત રેખાઓ વારે વારે ઠેકવા કીધું.   

જ્યારે પહેલી રેખા ઓળંગી ત્યારે ત્યારે રાજાએ પૂછ્યું, બોલ હવે તારો જન્મ ક્યાં થયો છે, ત્યારે જીવાએ કહ્યું, હે રાજન હું જાતનો વાઘરી છું.

બીજી રેખા ઠેકી ત્યારે તે બોલ્યો હું ભીલ છું, ત્રીજી રેખા એ તે બોલ્યો હું માછી છું ચોથી બોલ્યો હું શુદ્ર અને પંચમી રેખાએ તે બોલ્યો હે રાજા હું વેપારીનો છોકરો, વેપાર કરતાં કરતાં અહી આવ્યો છું, હું તો વૈશ્ય છું મારૂ નામ સોમ દત્ત છે.અને છઠ્ઠી રેખાએ બોલ્યો હું ક્ષત્રિય છું મારુ નામ વિજયસુરી છે અને સાતમી રેખાએ બોલ્યો હે રાજન હું હવે બ્રાહ્મણ સીરોમણી છું, હું તમામ વેદનો જાણકાર પરાસર મુનિ છું ! 

આ સાંભળી વિક્રમ રાજાએ તેમની પાસે રહેલા કુંજામાંથી બીજું થોડું જળ લીધું અને જીવા તરફ કુલદેવીનું નામ લેતા છાંટ્યું અને કહ્યું, હે જીવાત્મા તું વેદ જાણતો હોય તો મારા દરબારે બે યાચક બ્રાહ્મણો આવેલા છે તેમની માંગણી પૂરી કર.

રાજાના વચન સાંભળી જીવો અસ્ખલિત વેદના શ્લોક બોલવા લાગ્યો, પેલા ઉન્નમત્ત બ્રાહ્મણો યવાચક બની મૂઢ બની ગયા. વાદ કરવાની વાત બાજુએ રહી તેઓના કાન બહેરા બની ગયા, વાચા હણાઈ ગઈ અને ત્રાહિ ત્રાહિ પોકારી ગયા અને ભયથી વ્યથિત થઈ રાજાને ચરણે આળોટી પડ્યા અમે માફી માગવા લાગ્યા. હે રાજા અમે ગર્વમાં છકી ગયેલા, તારો અનાદર કર્યો, અમને માફ કર અને તાર શરણે લે જેમ તે આ ભંગીનો ઉધ્ધાર કર્યો તેમ અમારા પામર જીવનો ઉદ્ધાર કર અને અમારું ઘોર અજ્ઞાન દૂર કર. આ પામર જીવા ભાંગીને નિમિત્ત બનાવી અમારા ખોટા ગર્વ નું હરણ કરવા બદલ અમે ઋણી છીએ. અમારો પણ આ જીવાની માફક ઉધ્ધાર કર.

અરે વિદ્વાન ભૂદેવો હું તો આ રાજ્યનો સેવક છું, હું માત્ર નીતિથી ચાલવા વાળો સામાન્ય માનવી છું , તમેજ આ પરાસર મહારાજ ને શરણે જાવ તે જ કઈ કરી શકશે. અને અંતે બંને ભૂદેવો નત મસ્તકે જીવા ના ખોરડામાં પરસરે જન્મ લીધો તેની પાસે શરણે ગયા. શરણાગતને તરછોડે નહીં એટ્લે તેઓ અનંત મુક્તિને પામ્યા.

પણ બીના પછી, જીવો હવે તેની પત્ની અને ભૂઢા માં બાપને તરછોડવા માંડ્યો અને તેઓનો તિરસ્કાર કરી તમે નીચ જાતિના અને હું વેદનો જાણકાર બ્રહમણ શિરોમણી પરસસર, એમ કહી વનમાં જતો રહ્યો.એટલે જીવનો દુ:ખથી વ્યતીત કબીલો રાજાને શરણે ગયો અને રાજાને જીવો પરત આવે તેમ માંગણી કરી. રાજાએ કહ્યું ભાઈ તેના તકદીર વિધાતાએ લખેલા, તેમ થાય છે મને તેમાં આડખીલી ના બનાવો. પરંતુ જીવા ભંગીની પત્ની અને બાળકો એકના બે ના થયા એટ્લે રાજાએ સેવકોને બોલાવ્યા અને કહ્યું કે કોઈ ધન પિપાસુને ગામમાથી શોધી લાવો અને કહો કે આ પરસર બનેલ જીવને અંગ મર્દન કરી સ્નાન કરાવે.

વિક્રમ રાજાના ફરમાન છૂટે એટલે કઈ બાકી રહે ખરું ? ત્રણ ઘટીમાં તો જીવાને શોધી તેબે દૂધ અને જળ વડે અંગ મર્દન કરી બે જણાએ સ્નાન કરાવ્યુ, જેમ જેમ વિક્રમ રાજાએ છાંટેલું જળ ધોવાતું ગયું તેમાં તેમ જીવો વર્તમાનમાં તરત આવી ગયો અને પળમાં પૂછવા લાગ્યો અરે ભાઈઓ હું ભંગી છું, તમે મને અડીને કેમ અભડાવો છો. એ એમ કહેતા અંગ સંકોરતા તે તેના ઘેર પરત ફર્યો. ત્યારે રાજાએ વિશેષ ઈનામ સાથે શિરપાવ આપેલો હોવાથી તેના કુટુંબની સિકલ ફરી ગઈ હતી પણ તેની પત્ની અને બાળકો જીવને પરત ફરેલો જોઈ આનંદિત હતા તેઓ માટે જીવાનું પાછા ફરવું તે તેમનો મોટો શિરપાવ હતો.  


Rate this content
Log in

Similar gujarati story from Drama