ઘરડા ઘોડાની આપવીતી
ઘરડા ઘોડાની આપવીતી
એક દિવસ એક ઘોડો ઘણો ઘરડો થઈ જતાં એણે યુદ્ધના મેદાને ન મોકલતાં એક ઘંટી વાળાને ત્યાં અનાજ દળવાની મશીન ચલાવવા માટે મોકલી દેવામાં આવ્યો. ઘોડો ત્યાં બીલકુલે ખુશ નહોતો એ કાયમ એનો ભવ્ય ભૂતકાળ વાગોળતો રહેતો. એક દિવસ રડતાં રડતાં એણે ઘંટી વાળાને કહ્યું “તું જાણે છે જયારે હું યુધ્ધમાં જતો ત્યારે મને શણગારવામાં આવતો. યુદ્ધના મોરચે મારી બહું ઈજ્જત હતી. મારા જેવું કોઈ દોડી શકતું ન હતું. તને ખબર છે એક અલગ રખેવાળ ખાસ મારા માટે ફાળવવામાં આવેલો. મને ખબર નહી કે મારી સાથે એવું શું થયું કે યુદ્ધને બદલે મને અહીં આ ઘંટીમાં મોકલવવામાં આવ્યો. ઘંટીવાળો અકળાઈને ઘોડાને બોલ્યો “તું ચુપ રહીશ? તારી બકબક સાંભળવા કરતાં મને મારા અધૂરા રહેલા કામો પુરા કરવામાં વધારે આનંદ આવશે અને યાદ રાખ નસીબ બદલાતાં રાજાએ દરીન્દ્ર બની જાય છે અને ક્યારેક દરિદ્રએ રાજા બને છે તેથી જ તો સમયને બળવાન કહેવામાં આવે છે.
