ઘર
ઘર
"હાશ હવે શાંતિ થઈ" છેલ્લા દસ દિવસથી બિઝનેસ ટુર પર ગયેલો નિલય પાછા ફરતા સોફા પર પોતાની બેગ રાખતા બોલ્યો.
નીલિમા "તારા હાથની મસાલેદાર ચા બનાવ."
નીલું "ખરેખર આપણા વડીલોએ સાચું કહ્યું છે ધરતીનો છેડો એટલે ઘર એ આજે મને સમજાયું " નિલય પોતાની પત્ની નીલિમાને કહે છે ભલે ત્યાં હું સારામાં સારી હોટેલમાં હતો હોટેલની સારી બેડ પર સૂતો. જમવાનું પણ સરસ જમતો બધી જ સગવડ હતી. પણ તેમ છતાં ઘર જેવો સૂકુના ના મળ્યો કેમ કે પ્રેમ હૂંફ સહકાર ત્યાં ના મળે. ઘર એટલે ઘરપછી ભલે સિમેન્ટ માટીની ચાર દીવાલો કેમ ના હોય ? પણ તેમાં રહેનાર નોપ્રેમ હૂંફ લાગણી માણસને જીવંત રાખે છે. પોતાનીકોઈ વાટ જુવે છે કોઈ પોતાને ભાવતી વાનગી બનાવે છે તબિયત સારી ના હોય ત્યારે રાતભર પોતાના માટે કોઈ જાગે છે આ જ વસ્તુ માનવીને જીવન જીવવાનું બળ પૂરું પાડે છે સફળતાનો જશ્ન મનાવવા બધા આપણી સાથે હોય પણ નિષ્ફળતામાં દિલાસો અને નવી આશા નવો ઉમંગ જગાડનાર વ્યક્તિ ઘરની જ હોય છે. એટલે જ માનવી ને ઘરનું આકર્ષણ હોય છે. દિલથી જોડાયેલો હોય છે જે ચુંબકીય લાગણીઓ માનવીને ઘર તરફ દોરી લાવે છે.
નીલુંહું નાનો હતો ને રેતી માં ઘર બનાવતો દરિયાની લહેરમારા ઘર ને તોડતી ત્યારે મને બહુ ગુસ્સો આવતો ઘર ગમે તેવું હોય માનવી ને પોતાનો બેડ પોતાનું ઓશીકું અરે ઘરની દીવાલો પણ પોતીકી લાગે કઈ કેટલીય યાદો ઘર સાથે જોડાયેલી હોય કેટલાય પ્રસંગોએ ઘરમાં ઉજવ્યા હોય સાથે મળી ને રડ્યા અને હસ્યા હોઈએ. એ હરેક પ્રસંગ દિલ સાથેજોડાય જાય છે.
માણસ ને ખીલવાઅનેમહેકવા માટે કોઈ જગ્યા જોઈએ એ જગ્યા એટલે ઘર. જ્યાં ખીલી અને પાંગરી શકે.
જીવન ના ઝંઝાવાત સામે લડી શકે કઠિન સમયમાં પણ જ્યાં હાશકારો અને આવકારો મળે હૂંફ મળે એવી જગ્યા એટલે ઘર.
ઘર વિશાળ હોવું જરૂરી નથી પણ ઘર માં રહેનાર ના હદય વિશાળ હોવા જોઈએ જ્યાં પોતીકાપણું હોય ત્યાં રોટલો અને ડુંગળી ખાઈ ને પણ સુખનો ઓડકાર ખાઈ શકે.
નીલું" મારા માટે ઘર એટલે મહેકતો પ્રેમ ચહેક્તી લાગણી બાળકોનો કિલ્લોલ વડીલોનું સન્માન મહેમાનોનું સ્વાગત ગૃહિણી નોહસતો ચહેરો કેજેના વગર આ ઘર ફક્ત મકાન જ છે મને આ બધું ઘરમાંથી મળે છે. ખરેખર મારું ઘર સ્વર્ગથી પણ સુંદર છે."
"ભલે આપણી પાસે સંગીતના સાધનો નથી પણ પંખીઓનો કલરવ છે Ac નથી પણ કુદરતી હવા માટે લીમડો પીપળો આપણી સેવામાં તહેનાત છે ભલે મારી પાસે ઊંચો ભવ્ય મહેલ નથી પણ મારો વૈભવ મહેલ છે. જે હર પલે મને ખુશીઓનો અહેસાસ કરાવે છે.
બસ મારું ઘર એટલે કુદરતની અણમોલ શ્રેષ્ઠ ભેંટ. મારું ઘર એટલે મંદિર."
