ગાંધીજી આજે હયાત હોત તો.!
ગાંધીજી આજે હયાત હોત તો.!
આજના આધુનિક ટેક્નોલોજીના જમાનામાં જો ગાંધીજી હયાત હોત તો તેઓ પણ ટ્વિટર ફેસબુક, વોટ્સએપ દ્વારા સંદેશાઓની આપ-લે દ્વારા આપણી જોડે વાત કરતા હોત ..અને બધાને હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીમાંથી બહાર નીકળવા માટે સ્વચ્છતા રાખવાની.. સોશિયલ ડીસ્કટનસ જાળવવાની ..માસ્ક પહેરવાની સલાહ આપતા હોત . જે પણ કાયદો તોડત તેમની સજા દરરોજ એક એરીયા સોપી દેવામાં આવત કે આ એરિયામાં સ્વચ્છતા જે વ્યક્તિએ કાયદો તોડ્યો છે તેને એક મહિના સુધી રાખવી..
બધાજ નેતાઓથી લઈને દરેક દેશવાસીઓને પોતાનું કામ જાતે જ કરવું પડત.
પછી ભલે તે કોઈપણ નેતા હોત કેમ કે તેઓ તો જાતે જ ઘરના ટોયલેટ થી લઈને ઓફિસ કે દેશના રસ્તા જાતેજ સાફ રાખવા પડતા.
ગાંધીજી જાતે જ કામ કરવા નીકળી પડત તે જોઈને આજના નેતાઓની હાલત ખરાબ થઇ જાત... સ્વચ્છતા અભિયાન ખાલી ઝાડુ હાથમાં લઈને ફોટો પાડવા પૂરતું ના હોત..
ટ્વિટર , ફેસબુક, વોટ્સએપ વાપરતાં હોત અને એમાં તેમનો પ્રોફાઇલ પિક્ચર માં પોતાનો ડીપી ના રાખતા પણ ત્રણ વાંદરાઓ નો ફોટા હોત.
ચરખાને માધ્યમ બનાવી ને સ્વાવલંબન નો પ્રચાર કરતા હોત સ્વરોજગાર માટે આત્મનિર્ભર થવાની ચળવળ ચલાવતા હોત.
જેના કારણે ચીન જેવી કંપનીઓ ને ભારતમાં એન્ટ્રી લેવી પણ ભારે પડત.
સત્ય અને અહિંસા એ જ પરમો ધર્મ હોત ..
કોઈ જ જ્ઞાતિના નામે ભેદભાવ ના કરી શકત...
ન તો કોઈ અમીર હોત ના કોઈ ગરીબ.
એક નાગરિકત્વ તરીકે સત્ય અને અહિંસા જ પરમો ધર્મ હોત..
સૈનિકોના હાથમાં બંદુક ની જગ્યાએ લાકડી હોત. અને જો કોઈ યુદ્ધ થાત તો ગાંધીજી દરેક દેશવાસીઓને લઈ ને સરહદે પહોંચી જતા અને ઉપવાસ કરી સામનો કરતા.
ગાંધીજી જો હયાત હોત તો તેમના નિયમ પ્રમાણે સોમવારે પણ મૌન પાળવાનો નિયમ ચાલુ રાખ્યો હોત.. અને જો કોઈપણ જોડે વાત કરવી હોત તો કાગળ ના બદલે ટ્વીટર, ફેસબુક અથવા વોટ્સએપ દ્વારા લખીને કહેતા કે..
મને ઈશ્વરમાં શ્રદ્ધા છે જ્યાં સુધી તે મને દોરવી રહ્યો છે ત્યાં સુધી બીજા ઓ મારા વિશે શું કહે છે.. તેની મને પરવા નથી ...તેમની ટીકાઓ ને હું રમૂજમાં લઉં છું અને જેવો મારી વાતો પર હસી રહ્યા છે.. તેમના પ્રત્યે પણ હું હસી શકું છું.. જો મારામાં વિનોદવૃત્તિ નહોતો મારા પર અનેક દિશામાંથી અંગ્રેજોની જેમ રોજ હુમલા થતા રહેત તેનાંથી મેં ક્યારનોય આપઘાત કર્યો હોત..
મારા દેશવાસીઓ આત્મનિર્ભર બનો, સ્વાવલંબી બનો, સ્વચ્છતા રાખો, સત્ય અને અહિંસાનું પાલન કરો.
