ગામને પાદર
ગામને પાદર
કિંજલ આજ કૂવે પાણી ભરવા જઈ રહી હતી. કૂવો ગામને પાદર જ હતો. કૂવાની બાજુમાં જ ગામની પાદરે એક નાનકડું રામ મંદિર હતું. એ રામ મંદિરની બાજુમાં એક મોટો ઓટલો હતો. એ ઓટલા પર બેસીને બે ત્રણ મોટી ઉંમરના વડીલ કિંજલને આવતી જોઈને વાતો કરી રહ્યા હતાં.
આ સૂર્યાની છોકરીએ તો આ ગામનું નામ બરબાદ કરી નાખ્યું. એક વર્ષ થયું તેના સાસરેથી આવી એને, આજ પણ આ સૂર્યાના ઘરનું ખાય રહી છે. આને તગડો ગામ બહાર નીકાળો. નહીં તો આની વાદે વાદે ગામની બીજી સત્તર છોકરીયું પાછી આવશે. મને આ તકલીફ છે. મને ત્યાં ગમતું નથી. નવા લગ્ન કર્યા હોઈ તો થોડી તકલીફ તો રહેવાની જ. એમાં કઈ ઘર મેકીને અહીં થોડું આવતું રહેવાય.
મગનભાઈ આ સૂર્યો પણ શું કરે હાવ ભોળો માણસ. પહેલા સાસરયા વાળા કે એમ જ કરે છે. મારી જેવો હોઈ તો ફડાક કરતી એક નાંખીને કહી દે કે આજ તારું ઘર છે. અને અહીં જ રહેવાનું છે. તારે મરવું હોઈ તો મરી જા. પણ તારા બાપના ઘરે પગ નહીં મુક્તી.
એમ જ હોવું જોઈએ નાગજી તારી વાત મને ગમી. આ તો ઘરમાં ગોંધી રાખે છે. સૂર્યોના ઘરેથી સાસરયા વાળા આવીને લઈ જવાના હોઈ તેની વાટ જોઈ રહિયા છે. આ છોકરી અહીં રેહવી ન જોઈએ ગામમાં બે દિવસમાં ગમે તેમ કરીને તેને બહાર નીકાળો.
આ બધી વાતો કૂવે પાણી ભરતી કિંજલ સાંભળી રહી હતી. તે બેડું લઈને ત્યાંથી ઉભી થઇ ગામને પાદર રામ મંદિરને ઓટલે આવીને ધમ કરતું બેડું પછાડું. બેડામાં જેટલું પાણી હતું એ બધું જ પહેલા ત્રણ પર ઉડયું.
અલી છોકરી આ શું કરું તે?
મારા બાપ પાસે સાસરિયા વાળાને આપવા માટે પૈસા નથી. એટલા માટે હું આ ગામમાં એક વર્ષથી રવ છું. ત્યાં જાવ તો મને વેણા મારે છે. તારા બાપે કહી આપ્યું નહિ. કહીને લાકડીથી મારી મારીને મને અધમૂવી કરી નાંખે છે. માટે જ મારો બાપ મને અહીં લાવીયો છે.
મને શોખ નથી આ ગામમાં રેહવાનો. મારા બાપ પાસે પૈસા આવશે એટલે હું વહી જશ.
એક સ્ત્રીમાં જેટલી સહન કરવાની શક્તિ હતી તે બધી જ પુરી કરીને હું અહી આવી છું. તમને તો ગામને પાદર રામમંદિરના ઓટલે બેઠા બેઠા કોઈની ઠેકડી કરવમાં જ રસ છે. પહેરી જોવો કયારેક હાથમાં બંગડી તો ખબર પડે કે સ્ત્રીની કેવી પરિસ્થિતિ આજ સમાજમાં.
તમને તો અહીં બેસીને વાતો કરતા આવડે છે. આને આટલું આપવાનું તો જ સાસરીયથી જમાઈ લેવા આવશે. એ બધા નિયમ આ રામમંદિરના ઓટલે બેસીને તમે જ ઘડિયા છે,અને ભોગવાનું અમારે આવે છે. સાંભળી લેજો "હું અને મારો બાપ નક્કી કરશું કે મારે ક્યારેય જાવું તમારે ડબ ડબ કરવાની જરૂર નથી"
મગન અને નાગજી કિંજલની સામે જોઈ રહિયા. રામ મંદિરનો ઓટલો ઘડીભર સુમસાન થઈ ગયો. આ પરિસ્થિતિ જોવા અડધું ગામ ભેગુ થઈ ગયું. સ્ત્રી ઘરમાંથી વેવણ લઈ બહાર નીકળી ગઈ હતી.
છોકરાઓ નિશાળેથી છૂટીને હાથમાં દફતર લઈને ગામને પાદર આવી ગયા હતા.
એક ખૂણામાં ઉભેલ કિંજલના બાપુજીની આંખ માંથી
ધર ધર આંસુ પડી રહિયા હતા. તે કિંજલની નજીક આવિયા અને કહ્યું "બેટા આજ તે ગામને જે કહેવાનું હતું તે કહી દીધું. "