Pravina Avinash

Tragedy Others

3  

Pravina Avinash

Tragedy Others

એમ જ થયું હતું

એમ જ થયું હતું

2 mins
7.4K


શાળા પૂરી થવાના દિવસો નજીક આવ્યા. પરીક્ષાની તૈયારીની ધમાલમાં ખાવા પીવાનું ધ્યાન ક્યાંથી રહે? અરે, મોઢું જુઓ તો એમ લાગે, કેટલા દિવસથી નિંદર પૂરી થઈ નથી. મનને મનાવતી પરિક્ષા પૂરી થયા પછી ખૂબ સૂવા મળશે. મમ્મીને કહીશ, પ્લિઝ મને પેટ ભરીને સૂવા દે. મને ખબર છે મારી મમ્મી ના નહીં પાડે.

આજે ગણિત અને ઈતિહાસ બે પરિક્ષા આપવાની હતી. અમારા વખતે જરા રીત અલગ હતી. લાંબા લાંબા જવાબ લખવાના. ‘મલ્ટીપલ ચોઈસ’ જેવો શબ્દ સાંભળ્યો પણ ન હતો. ખેર, તૈયારી બરાબર કરી હતી. નાપાસ થવાનો

ભય તો મને કદી હતો નહીં. નંબર એકથી પાંચમાં આવશે કે નહીં તેનો ડર રહેતો.

સવારે ઊઠી, નાહી ધોઈને તૈયાર થઈ. મોટાભાઈ કાયમ ગાડીમાં સ્કૂલે છોડી જતાં. જેવા ઉતારીને ગયા તો મારું ધ્યાન રહ્યું નહીં. કેનટીન પાસે કોઈનાથી પાણી ઢોળાયું હશે. બેધ્યાન પણામાં ચાલતી હતી. પાણીને કારણે પગ લપસ્યો. ધડામ દઈને પડી.

મોડું થતું હતું. બધા મિત્રો પરિક્ષાના વર્ગમાં પહોંચી ગયા હતાં.

એક મારાથી આગલા ક્લાસની વિદ્યાર્થિની વ્હિલચેરમાં હતી. પોતાની શક્તિ અનુસાર મને કહે, "લાવ તારા પુસ્તકો મારાં ખોળામાં મૂકી દે. તને વાગ્યું છે ચાલવામાં ખૂબ તકલિફ જણાય છે. હું તને તારા વર્ગ સુધી મૂકી જાઉં. પછી તારા શિક્ષકને જણાવજે જેથી તને પરિક્ષાના હોલમાં ્હેરાન ન કરે."

હું તો તેને નિહાળી રહી. કેટલી સૌજન્ય હતી. તેને લાગણીભરી આંખોથી નિરખી રહી. હ્રદય પૂર્વક તેનો આભાર માન્યો.

તેણે મને જે મદદ કરી તે બદલ તેનો આભાર માન્યો તો કહે વાંધો નહી.

"શીલા બીજી વાર સંભાળીને ચાલજે. આજે જે મારી હાલત છે, એ બે વર્ષ પહેલાં મારો પણ તારી જેમ પાણીમાં પગ લપસ્યો હતો ! મને પણ એમ જ થયું હતું !"


Rate this content
Log in

Similar gujarati story from Tragedy