kiranben sharma

Thriller

4.3  

kiranben sharma

Thriller

એલીયનની મુલાકાત

એલીયનની મુલાકાત

2 mins
251


ખૂબ ગાઢ જંગલ મહીં અચાનક દૂરથી એક રકાબી જેવું યાન નીચે ઉતર્યું, તેમાંથી અન્ય ગ્રહનાં એલીયન નીચે ઉતરે છે. લાગતું હતું કે એમનું યાન કંઈક બગડયું હતું, એલીયન એમની રીતે રીપેર કરવાં લાગ્યાં, એક એલીયન ચાલતો ચાલતો જંગલમાં ગયો, ત્યાં એક ઝૂંપડું હતું તે નવાઈથી તેને જોયાં કર્યો અને પછી હિંમત કરી અંદર ગયો, અંદર ઝૂંપડીમાં રહેનારાં કઠિયારા અને તેમના પરિવારને તેણે જોયાં, અવાજ થવાથી પરિવાર જાગી ગયો અને સામે એલીયનને જોઈને બધાં ડરી ગયાં, બધા એકબીજાને બાઝીને ખૂણામાં ભરાઈ ગયાં, વિચિત્ર આંખો, મોઢું અને બેડોળ શરીરને નાના-નાના હાથ-પગ જોઈ તેઓ જાણે કોઈ વિચિત્ર પ્રાણીને જોઈ રહ્યા હોય તેવું લાગ્યું.

       એલીયન એની ભાષામાં કશું સમજાવા ગયો, પણ કઠિયારો કશું સમજયો નહીં, આ કઠિયારાનો એક તેર વર્ષનો દીકરો, તે થોડી હિંમત કરી એલીયન પાસે આવ્યો અને સંકેતની ભાષાથી વાત સમજાવવા પ્રયત્ન કર્યો.

 આ એલીયનને કોઈ અજાણ્યા ગ્રહની વાત કરી, તે પોતે અન્ય ગ્રહ પરથી આવ્યા તેવું જાણવા મળ્યું, કઠિયારાનાં છોકરા પાસે પૃથ્વીનો ગોળો હતો અને મોબાઈલ હતો એટલે આજનું નવું શિક્ષણ તે ભણતો હતો, જેટલી સમજ પડે તેવી રીતે પૃથ્વી અને તેના વિવિધ દેશોની માહિતી આપી, પૃથ્વીની વિવિધ જગ્યાઓ, માણસો, ભાષા, બોલી, સમજાવી એટલે જાણે પૃથ્વી મુલાકાતે આવ્યો હોય અને તેની જાણકારી માટે આવ્યો હોય તેમ લાગ્યું. એલીયન પાસે એક કેમેરા જેવું હતું તે જાણકારીનો વિડીયો ઉતારવા લાગ્યો, આમ તો અહીંના માણસોનાં સરસ શરીર અને તંદુરસ્ત કાયા જોઈ નવાઈ પામ્યો,તેઓ એ શોધવા માંગતા હતા કે એમના શરીર આવા વિચિત્ર આકાર કેમ ધરાવે છે ? મનુષ્ય જેવા તેઓ કેમ નથી બની શકતા ? માનવીનો જન્મ, જીવન ખોરાક વગેરેની માહિતી તેમણે થોડી ઘણી જેટલી કઠિયારાને દીકરાને ખબર હતી તેટલી લીધી. એટલામાં એમનું યાન તૈયાર થઈ ગયું અને તે ત્યાંથી તરત જ પોતાના ગ્રહ પર જવા નીકળી ગયાં.


Rate this content
Log in

Similar gujarati story from Thriller