Bhavna Bhatt

Children

3.9  

Bhavna Bhatt

Children

એકમેક

એકમેક

3 mins
157


આપણાં જીવનમાં બનતી ઘટનાઓ. એવી એક સત્ય ઘટના રજૂ કરતી વાર્તા.

અંકિત અને મૌસમી ખુબ સારા મિત્રો હતાં અને એક જ સોસાયટીમાં રહેતા હતાં.

બંને નિયમિત રીતે એકબીજાને મળતાં અને એકબીજાની જોડે જ નાનપણથી ભણતાં આવ્યાં હતાં.

એકમેકને અરસપરસ વસ્તુઓની આપ-લે કરતાં હતાં. અંકિતનાં પપ્પા નો બિઝનેસ હોય છે એ માટે એમને અલગ અલગ જગ્યાએ જવાનું થતું હોય છે એટલે એ અંકિત માટે નિતનવી વસ્તુઓ ખરીદી લાવતાં હોય છે.

અંકિત બધાંને પોતાનું અવનવું કલેક્શન બતાવતો હોય છે.

અંકિત પાસે રંગબેરંગી કાર્ડ હતાં જે મૌસમી ને ખુબ ગમતા હતાં અને મૌસમી પાસે જુદા-જુદા આકારનાં શંખલા ને છીપલાં હતાં જે અંકિતને ખુબ ગમતાં હતાં.

એક દિવસ અંકિતે મૌસમી ને કહ્યું કે,

 “ તારી પાસે જે શંખ, છીપલાં છે એ મને ખુબ ગમે છે તું મને તારાં બધાં જ શંખ, છીપલાં આપી દે તો બદલામાં હું તને મારી પાસે છે એ બધા જ રંગબેરંગી કાર્ડ આપુ.”

 બોલ મંજૂર છે.

મૌસમીને તો આ જ જોઈતું હતું એણે તો તરત જ હા પાડી દીધી.

અને એક પ્લાસ્ટિકની થેલીમાં શંખલા ને છીપલાં ભરી લીધાં.

ઘર પર જઈને અંકિતે રંગબેરંગી કાર્ડ એક મોટી બેગમાં ભર્યા પણ એમાંથી થોડા પોતાની પાસે રાખી લીધાં.

બીજા દિવસે બંને મળ્યાં. મૌસમી એ અંકિતને પોતાની પાસેની બધાં જ શંખ, છીપલાં આપી દીધાં અને બદલામાં મનગમતા કાર્ડ લીધા.

બંને એકબીજાનો આભાર માનીને છુટા પડ્યાં.

મૌસમી તો ખુબ આનંદમાં હતી એને જોઈતી વસ્તુ આજે એના હાથમાં હતી. એ એનાં કબાટમાં મૂકીને રાત્રે એ ઘસઘસાટ ઊંઘી ગઈ.

 અંકિતને ઊંઘ આવતી નહોતી એ પડખા બદલી રહયો હતો અને વિચારતો હતો કે મેં થોડા કાર્ડ મારી પાસે રાખ્યા એમ મૌસમી એ પણ થોડાં શંખ, છીપલાં કદાચ પોતાની પાસે રાખ્યાં હશે તો એણે પણ મારી સાથે છેતરપીંડી કરી હશે ને !

આવાં આવાં વિચારમાં ને વિચારમાં એ ઊંઘ જ ન શક્યો.

બીજા દિવસે એ વેહલો તૈયાર થઈ ગયો અને મૌસમી નાં ઘરે ગયો

 ને મૌસમી ને પુછ્યું , “ ગઈકાલે તને ઊંઘ આવી હતી ?”

મૌસમીએ જવાબ આપ્યો , “ હાં બહુ સારી ઊંઘ આવી હતી.” 

અંકિતે મૌસમી ને બધી જ સાચી વાત કરી એટલે મૌસમી એ કહ્યુ , “ જો , મારી પાસે જે હતુ તે મે તને સંપૂર્ણ આપી દીધું એટલે મને સરસ ઊંઘ આવી ગઈ અને તારી પાસે જે હતુ તેમાંથી તે થોડું તારી પાસે રાખ્યું એટલે તને મારા પ્રત્યે પણ શંકા જન્મી અને તું ઊંઘી ના શક્યો.”

માટે ખોટી શંકાઓ જ નુકસાન કરે છે.

હું અને તું એક જ છીએ એવું માનું છું.

તું હજું મારાથી જુદાપણું રાખે છે.

આપણે એકમેકને ગિફ્ટ આપી એ પણ તું હજુયે મારાં તારાં માં ભેદભાવ રાખે છે.

કોઈ પણ કામ હોય કે પછી સંબંધોની જાળવણી હોય, જો તમારુ એ બાબતમાં સંપૂર્ણ યોગદાન હશે તો તમે નિરાંતે ઘસઘસાટ ઊંઘી શકશો નહિતર શંકાશિલ બનીને પડખા જ બદલ્યા કરશો.

તું ને હું.‌ કે હું ને તું એક જ છીએ એવું માનું છું.

કોઈ વ્યક્તિ તમારું દિલ દુભાવે, છતાં તમે એની પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરો અને સામું એનું દિલ દુભાવો નહીં તો એ તમારી સમજદારી અને ખાનદાની છે સમજ્યો બુદ્ધુ.

અંકિત તો મૌસમી ને આવું બધું બોલતાં સાંભળીને અવાચક થઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Children